#जिक्र का जंक्शन 111…. બહેનાને હંમેશા પ્યારો લાગે તેનો ”ભૈલ્લો” (ભાઈ દિવસની શુભેચ્છાઓ)
બહેનને તો પોતાના ભાઈ વિશે ખૂબ અરમાન અને આશાઓ હોય..!!(ભાઈ તો ભામાશા બન્ને) ભાઈને તો બહેનની સાચી કદર ત્યારે જ થાય,જયારે એ સાસરે હોય.આમ તો બંને ખૂબ ઝપાઝપી,મોજ-મસ્તી તો ખૂબ લડતા-ઝગડતા હોય.પરણ્યા પછી આમતો બહેનની કેર ભાઈ વધારે કરે અને જ્યારે ક્યાંક મુંજાય ત્યારે દિલના દુઃખનો ઉભરો પણ બહેન આગળ ઠાલવીને હળવો થાય..!!
સાસરે ગયા પછી મુશ્કેલીમાં જો મધુરું,મખમલી અને મુલાયમ જો પાત્ર લાગે તો એ છે ભૈલો.જો વિશ્વાસ અને આસ્થા હોય તો દરેક દુઃખના કારણોના રસ્તાઓ તો ગમેતેમ કાઢી લે તે દરેક બહેનનો ભૈલો.દરેક ભાઈ એવું જ ઈચ્છે કે સાસરે જો સુખી હોય બહેના તો તેને પણ અંતરમાં ઠંડક વળતી હોય છે..
આજરોજ દરેક ભાઈ ને ભાઈદિવસની અઢળક શુભેચ્છાઓ…
‘જય હો’
✍મનોજ વાઘાણી….