Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 93…. ધવલના ડબલ ઘમાકા..

#जिक्र का जंक्शन 93…. ધવલના ડબલ ઘમાકા.. જોડીયા પુત્રની જબરી જબાવદારીઓ સાથે બમણી શુભેચ્છાઓ..💐💐💐
        આ એરિયાના જાણીતા ફાર્મર અને દાડમ એક્સપર્ટ,ગામ સાંગનારાના પરિશ્રમી અને ખેડૂતોના હિતનું વિચારીને નફો તેમજ ઉત્પાદન કેમ વધે તેના માટે નવા-નવા પ્રયોગથી નિસ્વાર્થભાવે સલાહ સૂચન એજ જેમનો આત્મસંતોષ એવા અંબાલાલભાઈ લીંબાણીની ખુશી આજકાલ બમણી થઈ ગઈ છે.બેલડાના પૌત્રના જન્મની છાતી ગદગદ ફૂલી ગઈ છે.દાદાને હંમેશા નાણા કરતા ‘વ્યાજ’ વ્હાલુ હોય…!!પુત્ર કરતા પૌત્ર વધારે હૃદયને સ્પર્શ એ પણ જ્યારે ઉપરવાળાની મહેરબાની થી ડબલ ઘમાકા હોય ત્યારે તો મિત્રો કેવું જ શુ…!! જમાવટ
        પિતાની રાહ પર ચાલનાર મિત્ર ‘ધવલ’ પણ કઠોર મહેનતુ છે.એ મારો જાત અનુભવ.દાડમની સારી એવી ‘ફ્લાવરિંગ’ માટે,મધમાખીની પેટી રિલેટેડ મારી સાથે અવાર-નવાર ટેલિફોનિક ચર્ચા કરે છે.સફળ થવા માટે પુરૂષાર્થ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને હંમેશા ઘસાસો તો જ ચમકશો એવું જીવનસુત્રની રાહ પર ચાલનાર ધવલના ઘેર બેલડા પુત્રનો જન્મ થયો છે.
       બન્ને ટેમૂળિયા દાદા અને પિતાની રાહ પર ચાલે તેવી બેલડા પુત્રની બમણી શુભેચ્છાઓ..
ફોટો…
દાડમનો ફોટો જયેશભાઇ લીંબાણીના ફાર્મનો છે..
મનોજ વાઘાણી….


Exit mobile version