Site icon Ek Zalak

EkZalak579… ઈશ્વરનું તો મિત્રો ભજન અને સ્મરણ હોય..! તમે જે કાંઈ કરો તે ને જ સાધના બનાવી દે જો, Yuvasangh Karyshala – Nakhatrana Kutch..

✌️✌️Big breaking News 💪💪

👉 કચ્છ રિજીયનની ‘કર્મશીલ કાર્યશાળામાં’ બિઝનેશ થીમ કન્વીનર મયુર ભીમાણીનું ‘સુવિધા કાર્ડ’ હુકમ નો ‘એક્કો’ સાબિત થઈ શકે છે…

👉 સંગીત સંધ્યા પ્રસંગે જેન્તીભાઈ લાકડાવાળા ભાવુક..

👉 ચારણી શૈલીમાં દુઆ – છંદ સાથે તુલશીભાઈ લીંબાણીનું સ્ટેજ સંચાલન ઉપસ્થિત સર્વે નું દિલ ડોલાવી મૂક્યું..

👉 ભાઈ તરીકેની ભૂમિકામાં પૂર્વ કચ્છ રિજીયન ચેરમેન અને મિશન ચેરમેન સુરેશભાઈ ભગત અને અશોકભાઈ ઠાકરાણી

🔳 દિવસ – 1 🔳

🔷 વરસાદી રેડ એલર્ટ વચ્ચે કાર્યશાળા…

યુવાસંઘની 'વડતાલ' સ્થિત આધ્યાત્મિક વાતાવરણમાં કાર્યશાળાનું આયોજન થવાનું હતું તેવા સમયે કચ્છ રીજીયનના 42 સભ્યની રેલવે ટિકિટ પર મહોર લાગી હતી..!! કોરોનામય વાતાવરણના કારણે કાર્યશાળા સ્થગિત રાખવી પડી. ત્યારબાદ ફરી જાન્યુઆરીની આસપાસ માત્ર પોતાના પૂરતી કાર્યશાળાની આયોજન કરીએ તો કેવું રહે..? ભાગેડુ લગ્ન , અન્ય પ્રોગ્રામ એ ફરી આયોજન ઠેલાતું ગયું , છેલ્લે તો ચેરમેન શાંતિલાલ નાયાણી અને મિશન ચેરમેન હસમુખભાઈ નાકરાણીએ મનમાં એક ગાંઠ બાંધી મૂકી કે ગમે તે ભોગે કાર્યશાળા તો જ કરવી છે.

  તારીખ 8 ના જબરદસ્ત વરસાદ થયો, નખત્રાણા વિસ્તાર માં નદી - નાળા છલકાયા તો બીજું બાજુ વળી એજ પ્રશ્ન ઉભો રહ્યો...!! કાર્યશાળા કરવી કે કેમ..? અમદાવાદ થી કાર્યશાળા માટે જેન્તીભાઈ લાકડાવાળા, ipp ડો.વસંતભાઈ ધોળુ , ગ્રીનલેન્ડ કાઉન્સિલ પ્રેસિડેન્ટ CA પંકજભાઈ પારસિયા, સેકેટરી મીનેશ વાડિયા વગેરે ટીમ ત્યાંથી રવાના થઈ ચૂકી હતી..

🔷 ઠંડુળુ વરસાદી વાતાવરણમાં 5.00 કલાકે પ્રસ્થાન..

   રિમઝીમ બારીશ , ઠંડુળુ વરસાદી વાતાવરણમાં કચ્છ રીજીયનના નખત્રાણા થી છેવાળાના નલિયા વિસ્તારના ગામોમાં કનકપર , કોઠારા તો લખપત બાજુથી દયાપર ,ગડુલી અને દેવીસર , ભડલી , જીયાપર , મંગવાના , નારણપર ગામોથી ભારે ઉત્સાહ સાથે મને કશુંક નવું શીખવા મળશે એવી આશા સાથે કાર્યકરો વરસાદની પરવા કર્યા વગર , તૂટેલી પાપડીઓ , ખાડાઓવાળા રસ્તાઓ પર ગાડીઓ , ટુવહીલર દોડાવીને પોતાની સગવડ પ્રમાણે તારીખ 9ના સાંજે  5.00 ને ટકોરે પોહચ્યા હતા..

  પોતાનાઓ જ્યારે રૂબરૂ મળે ત્યારે કાંઈક ભાવ વિશેષ અને જુદો જ હોય..!! કચ્છ રિજીયન ના નારાયણ ડિવિઝનની યજમાની 'કર્મશીલ કાર્યશાળાનું' આયોજન થઈ રહ્યું હતું. ત્યારે નારાયણ ડિવિઝન પ્રેસિડેન્ટ નવીનભાઈ પોકાર અને મંત્રી નીતિન ભાદાણી પોતાની આયોજન ટિમ સાથે એકદમ સજ્જ હતા..

 સુરેશભાઇ હળપાણી , ઉમેશ પોકાર , જયસુખ પોકાર , તુલસી પોકાર , શૈલેષ ડાયાણી સહિતના કાર્યકરોએ આવેલ મેમ્બરો નું રજીસ્ટ્રેશન તેમજ  રાત્રી વ્યવસ્થાના ભાગરૂપે ઉતારાની વ્યવસ્થા સંભાળી હતી..

🔷 પધારેલ સભ્યોનો પરિચય….

   કચ્છ કડવા પાટીદારો નું હેડ કવાર્ટર 'પાટીદાર વિદ્યાર્થી ભવન - નખત્રાણા' ખાતે યુવાસંઘ કચ્છ રિજીયનની 'કર્મશીલ કાર્યશાળાનો' સ્ટાર્ટપ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની જયઘોષ સાથે પોતાની આગવી 'ચારણ શૈલીમાં' રીજીયનના જોઈન્ટ સકેટરી 'તુલશીભાઈ લીંબાણી એ' દુઆ છંદ સાથે શરૂઆત કરતા હાજર સેન્ટ્રલના , સમાજના અને રિજીયનના કાર્યકરો ને આ વરસાદી મોસમમાં લિલી ચાદર ઓઢેલા ડુંગરો પર જેમ મોર ટહુકો કરે અને મોજ છૂટે એવી અનુભૂતિ થઈ હતી..

  પોતાના સ્થાન પર વાર ફરતી કાર્યકરો એ પોતાની શૈલીમાં પરિચય આપ્યો હતો , કોઈક રાજકીય રીતે , સ્થાનિક સમાજમાં પ્રેસિડેન્ટ , તો કોઈક સોશિયલ સેવા થી તો કોઈક 100 લોકો ને રોજગાર આપતા મોટી ફેક્ટરીઓ માલિક , તો કોઈક 100 એકરમાં દાડમ , આંબા , શોપિંગ મોલ વગેરે - વગેરે વ્યવસાય થી જોડાયેલા  હાજર સભ્યો એ પોતાનો પરિચય આપ્યો હતો..

🔷 સાંજે 7.15 કલાકે સંગીતના તાલે સંધ્યા આરતી…

 કચ્છ રીજીયનની કર્મશીલ કાર્યશાળા ની પરિચય વિધિ બાદ  આધ્યાત્મિક વાતાવરણમાં 'દિનેશભાઇ ગોરાણીની' સંગીત પાર્ટીના સથવારે ' ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ , માં ઉમિયા જી ની સંગીત વાદ્યો સાથે સંગીતમય ' આરતીનું ગાન થયું હતું..

  કચ્છ રીજીયનના ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો એ સમૂહ આરતીનો આ અનુભવ ખરેખર અદભુત રહ્યો હતો.

🔷 રૂપિયા 43,000/- હજારની ગોર , રાત્રે 9.30 કલાકે જમાવટ ભરી યાદગાર સંગીત સંધ્યા..

ખુશી ત્યારે ખૂબ થાય જ્યારે પોતાના જ સ્ટેજમાં આવી રીતે સાહિત્ય અને સંગીત પીરસતા હોય..! સ્ટેજ પર દરેક કલાકાર પાટીદાર (અને એ પણ સનાતની) જોઈએ ઉપસ્થિત મહાનુભાવો ને અંતરના આનંદ નો પાર ન હતો..! તબલચી , બેંજો વાદક , ભજનિક , સાહિત્ય કાર અને પરફેક્ટ તાલ સાથે ભજન અને સાહિત્ય - વાહ - વાહ..

માયાભાઈ આહીર જેવું સાહિત્ય પીરસતા જગદીશભાઈ છાભૈયા - (નખત્રાણા) , વિકાસભાઈ ભાવાણી (આમારા) , કોયલ કંઠ ધરાવતા શિવાની સુરાણી (જનકપુર - માંડવી) ઉપસ્થિત મેમ્બર ને ગીતાબેન જેવી જેમની ગાયકી લાગી તેવા  મીરાબેન માવાણી (મદનપુરા) તબલા , ઢોલ , બેંજો , ઓર્ગન , મતલબ જે આપો તે વગાડે એવો પ્રિય પ્રણવ ગોરાણી (વિરાણી મોટી) , તબલા વાદક દર્શન ગોગારી (રવાપર) આપના સૌના જાણીતા લગ્નગીત માટેની જોડી રસીલા બેન અને દિનેશભાઇ ગોરાણી (વિરાણી મોટી) 

 રાત્રી નો 1.00 કલાક ક્યારે થઈ ગયો કોઈને ખબર ન પડી..! આપણા આ પાટીદાર કલાકરો એ ખરેખર અદભુત મોજ કરાવી હતી, ( પૂર્વ કચ્છ રીજીયનના ચેરમેન સુરેશભાઈ ભગત અને મિશન ચેરમેન અશોકભાઈ ઠાકરાણીએ મને પર્સનલ કહેતા ગયા...ક્યાં બાત..! મૂછાળા જબરદસ્ત મોજ પડી પ્રોગ્રામમાં)  આ કલાકરો ને યોગ્ય પ્લેટફોર્મ પ્રાપ્ત થાય તો લાંબી રેસના ઘોડા સમાન છે.. એક પછી એક ભજન , સાહિત્ય , લોકગીતો ની છડી પોકારી હતી. ઉપસ્થિત સેન્ટ્રલ મેમ્બરો , હોદેદારો  એ રૂપિયા 43,000/-- ગૌરરૂપી દાન નો વરસાદ કર્યો હતો. 

 આ ડાયરામાં થનાર સંપૂર્ણ આવક કચ્છમાં ચાલી રહેલ ગાયોમાં લમ્પી વાઇરસની દવામાં વાપરવામાં આવશે તેવું શરૂઆત થી જ આયોજન કરેલ હતું.. હાજર આંબાના વેપારી એવા ભામાશા SF પ્રવીણભાઈ માવાણી , યુવાસંઘ પૂર્વ કચ્છ રિજીયનના ચેરમેન સુરેશભાઈ ભગત એ વિશેષ દાન રૂપી અવિરત વરસાદ વર્ષાવ્યો હતો..

  આ પ્રોગ્રામ સંપૂર્ણપણે પેજ 'ekzalak' પર લાઈવ હતું અને ઘણાબધા લોકોજીવંત નિહાળી રહ્યા હતા અને જબરદસ્ત પ્રતિભાવો આપી રહ્યા હતા અને તેમાં પણ સરત મઝાની કોમેન્ટ આવેલી...

👉 યુવાસંઘ સેન્ટ્રલ પ્રેસિડેન્ટ હિતેશભાઈ રામજીયાણી એ

‘જય હો’

👉

કચ્છમાં આજકાલ બે વસ્તુ મોજ કરાવી રહી છે બારે વરસાદ અને કચ્છ રિજીયની કાર્યશાળાની સંગીત સંધ્યા…

👉

વન્સ મોર , આ બહેન તો ગીતા રબારી જેવું ગાય છે..!! ગીતા રબારી - 2 

 આ બધું મનોજ વાઘાણી (મૂછાળા ) આ અહેવાલ માં વખાણ નથી કરતા, તમે જાતે જ ફરી પાછો પ્રોગ્રામ નિહાળી શકો તેની સગવડ ના ભાગરૂપે facebook પેજ 'ekzalak' પર પ્રોગ્રામ સ્ટોર છે જ અને જોવાની છૂટ છે અને કોમેન્ટ પણ...
https://fb.watch/elnhrCYIhI/: EkZalak579… ઈશ્વરનું તો મિત્રો ભજન અને સ્મરણ હોય..! તમે જે કાંઈ કરો તે ને જ સાધના બનાવી દે જો, Yuvasangh Karyshala – Nakhatrana Kutch..

🔳 દિવસ – 2 🔳

🔷 મોડી રાત 3.30 કલાક સુધી જાગેલા હોવા છતાં દરેક કાર્યકરમાં નવું શીખવા માટે નો જોશ તો આસમાને હતો..

   બરાબર સવારે શિરામણ કરીને 8.00 કલાકે કચ્છ રીજીયનની 'કર્મશીલ કાર્યશાળાનો' પાટીદાર વિધાર્થી ભવન - નખત્રાણા ખાતે આષાઢી ઝરમર વરસાદી માહોલમાં પ્રારંભ થઈ ચુક્યો હતો. આ પાઠશાળા કચ્છ રીજીયનના ચેરમેન 'શાંતિલાલ નાયાણીના' અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેની શરૂઆત આવેલ સેન્ટ્રલના તેમજ ઝોન સમાજના, યુવાસંઘના હોદેદારો , સલાહકારશ્રી ઓ વગેરેનું રિજીયનના મહામંત્રી રાજેશભાઈ સાંખલા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું..

  યુવાસંઘ ની 13 થિમના અંતર્ગત રિજીયનના , ડિવિઝનના કન્વીનર , pdo માટે ગોળ રાઉન્ડ ટેબલ વ્યવસ્થા આયોજન ને ખરેખર ચાર-ચાંદ લગાવી મૂકે એ લેવલની હતી..! કચ્છ રિજીયન જે કાઉન્સિલ અંદર આવે તેવું ગ્રીન લેન્ડ કાઉન્સીલ પ્રેસિડેન્ટ CA પંકજ પારસિયાએ કાર્યશાળાનો પ્રારંભ કરાવ્યો હતો અને સંપૂર્ણ પ્રોગ્રામની રૂપરેખા પ્રોજેક્ટર પર આપી હતી..

  માઇક પર જબબર પકડ ધરવતા પંકજભાઈએ સરસ મઝાની પ્રશ્ર્નોતરી કરી હતી અને યુવાસંઘ સેન્ટ્રલ , કાઉન્સિલ અને તેના થીમ લીડરો અને ક્યાં રિજીયનને ક્યુ કાઉન્સિલ કનેક્ટ થાય તેનીઓળખાણ કરાવી હતી. રાત્રી 3.30 વાગ્યા હતા છતાં કાર્યકરોને નવું શીખવાની સ્ફુર્તિ ગજબ હતી..

🔷 યુવાસંઘ નો ઇતિહાસ…

   યુવાસંઘ ને ચાલુ વર્ષે 50 થઈ રહ્યા છે એટલે કે સ્વર્ણિમ વર્ષ ઉજવવા જઈ રહ્યું છે અને એ ટીમ ના આપણે સૌ હિસ્સો છીએ એ ખરેખર ગૌરવની વાત છે. 1972 થી યુવાસંઘની સ્થાપના થઇ. વડીલો ને શા માટે યુવાસંઘની સ્થાપના કરવી પડી...??
   આપણા વડીલોએ કઠિન પરિશ્રમ વેઠયો છે , સમાજ ને ઉચ્ચ સ્તર પર લાવવાની તાકાત ઉભી કરવા ખૂબ પરસેવો રેડયો છે. ભૂતકાળમાં  વર્ષો પહેલા આપણી સમાજમાં દિકરાઓની અછત હતી, તેવા સમયે ઊંઝાના પટેલોમાં આપણી નિયાણીને પરણાવતા પણ ત્યારે અન્યાય થતો કેમકે મુરતિયો બતાવા સમયે એક હોય અને પરણ્યા સમય બીજો વગેરે આવી અનેક વિકટ પરિસ્થિતિ થી લડવા યુવાસંઘની રચના કરવામાં આવી તેવું યુવાસંઘ નો ઇતિહાસની માહિતી આપતા ગ્રીનલેન્ડ કાઉન્સિલ સેકેટરી 'મીનેશ વાડિયા' એ જણાવ્યું હતું...

🔷 યુવાસંઘ નું ત્રી – સ્તરીય માળખું અને પ્રોટોકોલ..

   ગ્રીનલેન્ડ કાઉન્સીલ પ્રેસિડેન્ટ CA પંકજ પારસિયાએ સરસ મઝાનું સરળતા થી સોસરવું નાના મગજમાં સ્ટોર થઈ જાય એ પ્રકારે પ્રોજેક્ટર પર ત્રી સ્તરીય માળખું સમજાવ્યું હતું.. 
   સૌ પ્રથમ સમાજના કાર્યો હોય, ઉત્સવ, પ્રોગ્રામ તેને સફળ કેમ બનાવવા..? તેના માટે સેન્ટ્રલ થી રિજીયન અને ત્યાર બાદ જે તે યુવા મંડળો આ પ્રકારની સંકલની સાંકળ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવે છે અને ચેરમેન જે તે યુવા મંડળોમાં જાય , અધ્યક્ષ ના શુ પ્રોટોકોલ હોય તેનું માર્ગદર્શન CA પંકજભાઈ પારસિયા દ્વારા આપવામાં આવ્યું હતું..

🔷 1 કલાક 22 મિનિટ અને 22 સેકન્ડ મોટીવેટ માસ્ટર ડો. વસંતભાઈ ધોળુની વાણી પર સૌ પાણી – પાણી…

  કચ્છ રીજીયનની 'કર્મશીલ કાર્યશાળા' પ્રસંગે પોતાની આગવી શૈલીમાં એકી બેઠકે તમને બેસવા મજબુર કરે તેવી સ્પીચ દ્વારા 1 કલાક ,22 મિનિટ અને 22 સેકન્ડ ક્યારે પુરી થઈ ગઈ, એનું કોઈને પણ ભાન ન રહ્યું..!! આપણે એમ થાય કે વસંતભાઈ હજુ પણ બોલે જ પડ્યા.. વસંતભાઈ બોલતા હોય ત્યારે એક ચિત્તે , એકી બેઠકે કદાચ તમે પલાઠી વાળી ને બેસેલા હો અને પગ ઉગી રહ્યા હોય તો પણ ગેરેન્ટી તમે ઉઠો નહિ એ તાકાત વસંતભાઈની સ્પીચમાં છે એ મહેસૂસ કરી..

   મિશન અને તેના ઉદેશ્ય વિશે ઊંડી સમજણ વસંતભાઈ ધોળુએ  પ્રોજેક્ટર દ્વારા આપી હતી. 13 થીમ અને તેનું શું કાર્ય હોય તેની રૂપરેખા આપી હતી. દરેક થીમ લીડરો પોતાના કાર્ય થકી બેસ્ટમાં બેસ્ટ કઇ રીતે આપવું તે દિશામાં હમેશા પ્રયત્ન શીલ રહેવું.. ખાસનો ખાલીપો , કોઈક કાર્યકર ઉપસ્થિત ન હોય ત્યારે તેનો કેવો ખાલીપો વર્તાયો..? લેટર દ્વારા કાર્યકરને પીઠ થાબળવી . વ્યસનનું દુષણ  કેટલી હદે યુવાનો ને બરબાદ કરે છે, તેના ઘાતક પરિણામો પરિવાર ભોગવે છે તેના સારાંશ રૂપે વસંતભાઈ ટૂંકું ને ટચમાં ક્યુ હતું..

 13 થીમ કન્વીનર ને પોતાના સ્થાન પર ઉભા કરીને કાર્યની સમજણ આપી હતી અને જય સનાતન  , છે ટનાટન દે ધનાધન સૂત્ર સાથે મોટીવેટ કર્યા હતા.

 કચ્છ રિજીયનની 'કર્મશીલ કાર્યશાળા' ના વિડિઓ ekzalak youtube ચેનલ પર જોવા મળશે..

🔷 વડીલો અને તેના અનુભવો…

   વડીલો તો સાચા માર્ગદર્શન છે. પણ યુવાનો ક્યારેક ભૂલ કરે તે ... 

👉 જે ભાઈઓ આ કાર્યશાળામાં જોડાયા નથી એમને ઘણુંબધું વનજાવ્યું છે એવું હું માનું છું..!! આપણે કાર્યશાળામાં સમાજને વિકાસના પંથે , નવી રાહે કેવી રીતે લઇ જશું..? જો આવી રીતે ભેગા થશું તો ચોક્કસ કાંઈક કરી શકીશું – રાજેશભાઈ દિવાણી (ઉપપ્રમુખ – ABBKP સમાજ)

👉 સમાજ ને અગામી દશ વર્ષમાં કઈ દિશામાં લઇ જશું તેના પાયા પુરવાનું કામ અત્યારથી કરવું પડશે અને સમાજની અંદર સારા કાર્ય તો યુવાસંઘ જ કરશે – પશ્ચિમ કચ્છ ઝોન સમાજ પ્રમુખ ‘રતનશીભાઈ ભીમાણી’

👉 13 વર્ષ મહિલા પોલીસ સ્ટેશનમાં કાર્ય કરી ચૂકેલા અને સમાજમાં ભાગેડુ લગ્ન થી બહુ ચિંતિત એવા સમાજ અને યુવાસંઘ જ્યારે પણ અમારા મહિલા સંઘ ને હાદ કરશે ત્યારે અમે હાજરા હજુર હોઈશું – મહિલા સંઘ મંત્રી
‘ઉર્મિલાબેન ડાયાણી’

🔷 વર્તમાન પ્રેસિડેન્ટનો દ્રષ્ટિકોણ….

  યુવાસંઘ કચ્છ રિજીયન ચેરમેન શાંતિલાલ નાયાણીએ સૌ પ્રથમ વરસાદી વાતાવરણમાં સૌ કાર્યકરો આભાર વ્યક્ત કર્યો હતો. તમે હાજર રહ્યા ખરેખર આપણે જંગ જીત્યા..! તમારો ઉત્સાહ મારો આત્મવિશ્વાસ છે.
  તમારા બધામાં ટેલેન્ટનો ભંડાર પડ્યો છે.. બસ તેને યોગ્ય દિશામાં કાર્ય કરવાની સમજ આપણે આજરોજ કાર્યશાળામાં મળી અને અગામી 1 વર્ષમાં આપણે 13 થીમ પર જબરદસ્ત કાયો કરવાના છે..

🔷 ભાઈ તરીકેની ભૂમિકામાં પૂર્વ કચ્છ રિજીયન ચેરમેન – સુરેશભાઈ ભગત અને અશોકભાઈ ઠાકરાણી..

એક જમાનો હતો જ્યારે અમે યુવાસંઘમાં જોડાયા ત્યારે ભચાઉ થી નખત્રાણા મિટિંગમાં ટ્રકમાં બેસી ને આવતા અને પાછા એ મોડી રાત્રે મિટિંગ પુરી કરીને ટ્રકમાં ને ત્યાંથી ઘરે પગે જતા..!! સુરેશભાઈ એ લીડરશીપ અને ટાઈમ મેનેજમેન્ટ ની સમજણ આપી હતી.. 

  એક સમય હતો મહેનત નો, જે મહેનત કરી જાણતા તેની વાહ - વાહ થતી..! ત્યારબાદ સમય આવ્યો નેતૃત્વ નો. બાદમાં પૈસા નો અને એજ્યુકેશન નો સમય ચાલ્યો અને હાલ નોલેજ નો જમાનો ચાલી રહ્યો છે..ભવિષ્યમાં આવશે નેટવર્કનો અને યુવાસંઘ દ્વારા મજબૂત નેટવર્ક ઉભું થઈ શકે છે..અશોકભાઇ કાર્યશાળા દરમિયાન યુવા પ્રતિભાઓ ને જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા..

🔷 સમાજ અને યુવાસંઘ…

 મિત્રો તમને કાર્ય કરતા અને તમારામાં પડેલ ટેલેન્ટને જોતા હું ખરેખર અંદરથી ગડગદિત થઈ જઉં છું.. ગત રાતે સંગીત સંધ્યમાં મારા સનાતની દીકરા - દીકરિયું એ રમઝટ બોલાવી હતી એ ભજનના શબ્દો મારા હૃદયને કનેક્ટ થયા હતા. એક એક કિંમતી મોતી ને યુવાસંઘ એ માલા બનાવવાનું કામ બહુ અનોખું કર્યું છે. ખરેખર કચ્છ રિજીયન તમને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા પડે તેમ છે..

વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાનમાં લેતા હવે મિત્રો સમય એવો નિર્માણ થયો છે. સમાજ ક્યાં સુધી કીધા રાખશે..? સામાજીક અને ધાર્મિક બાબતે આપણે જ સતપંથી જોડે સબંધ ન રાખવા એવી તાકાત મિત્રો જાતે જ ઉભી ન કરી શકીએ..? એ પણ આપણા ભાઈઓ છે પણ એને પલોટવા માટેની તાકાત સ્વયંભૂ ઉભી કરવી પડશે..

 ઈશ્વરનું તો મિત્રો ભજન અને સ્મરણ હોય..! તમે જે કાંઈ કરો તે ને જ સાધના બનાવી દે જો, એ પછી સંશોધન હોય, કોઈ ગીતની રચના હોય , પુસ્તકનું લેખન હોય કે પછી સામાજીક સેવા, તે જ સાચી આરાધના , ઉપાસના અને સાધના છે - જેન્તીભાઈ લાકડાવાળા..

  યુવાસંઘની સોચ મિત્રો એવી હોય એક કણબી નો દીકરો કે દીકરી સંગીત ક્ષેત્રમાં હોય , રમત ગમતમાં હોય કે બિઝનેસ ક્ષેત્રમાં તેને દરેક ભારતવાસી ઓળખતો હોય..! કોઈ કણબી આ લેવલનું વ્યક્તિત્વ ધરાવતો હોય ત્યારે કોને ગૌરવ ન થાય..? આનંદ નો પાર ન રહે..! હું ઇચ્છું છું કે મારી સમાજમાં કોઈ ધીરુભાઈ અંબાણી , સચિન તેંડુલકર કે પી.વી સિદ્ધુ , લતા મંગેશકર વગેરે કક્ષાનું વ્યક્તિત્વ ઉભું કરવાનું પ્લેટફોર્મનું કાર્ય યુવાસંઘ કરશે..

🔷 થીમ કેલેન્ડર & ગોલ…

 95% કચ્છ રીજીયનની નવી ટીમ એ કાર્યશાળામાં જે કાર્યોના પાઠ શીખ્યા છે ને..? દરેક થીમ લીડરો બમણા જોશ સાથે ઉપસ્થિત સેન્ટ્રલ મેમ્બર, રિજીયન હોદેદારો વચ્ચે શેર કર્યા હતા.. દરેકમાં અનોખી શક્તિઓ છુપાયેલી છે માત્ર યોગ્ય માર્ગદર્શન , રાહની જરૂર હોય છે..
 અગામી 1 વર્ષ માટે કચ્છ રીજીયન એ દરેક થીમ કન્વીનરો એ પોતાના કાર્યો નું કેલેન્ડર રજૂ કર્યું હતું. આ કેલેન્ડર બનાવવા માટે 5 વિભાગમાં ટિમો બનાવી હતી. જેમાં સેન્ટ્રલ ના હોદેદારો જોડાયા હતા..

🔷 ‘સુવિધા કાર્ડ’ હુકમનો એક્કો સાબિત થઈ શકે છે..!

કચ્છ રિજીયન ના બિઝનેસ કન્વીનર મયુર ભીમાણી એ પોતાના કાર્યો અંગેની સૂચિ જાહેર કરી હતી. તેમાં તેમને કણબી to કણબી ને જોડવા સુવિધા કાર્ડ અંગે સૌ ને માહિતગાર કર્યા હતા..

યુવાસંઘ ની Ysk યોજના જેમ સફળ રહી તેમ સુવિધા કાર્ડ અંગે વિચાર વિમર્શ કરવા જેવો ખરો. ભવિષ્યમાં આ સુવિધા હુકમનો એક્કો સાબિત થઈ શકે તેમ છે..!

🔷 કાર્યશાળા ના મીઠડા અનુભવો…

 યુવાસંઘ ની અનેક પ્રવૃત્તિઓ થી , મિશન અને સમિતિ અને તેના ઉદ્દેશયો થી અમે માહિતગાર થયા. અમને કાર્ય કરવા અંગે નું માર્ગદર્શન મળ્યું સાથે નિમણુંક પત્ર દ્વારા રિજીયન એ અમારું સન્માન કર્યું અમને ખૂબ ખુશી થઈ..
 વરસાદી મોસમમાં કેશરા પરમેશ્વરા અને નારાયણ ડિવિઝન એ કચ્છ રીજીયન ની બે પાંખ છે. આ બન્ને પાંખ ની મદદથી કાર્યની ઉડાન માટે કચ્છ રીજીયન તૈયાર છે..

વેબકોમ કન્વીનર -વિજય ભગત
CCM મેમ્બર – ખીમજી પારસિયા
કેશરા પરમેશ્વરા પ્રમુખ :- કિશોર સાંખલા..

🔷 દાતા અને થીમ કન્વીનરો ના સન્માન..

કચ્છ રિજીયનની કાર્યશાળા ને સફળ બનાવવા માટે આપણી પાસે ભામાશા અને લક્ષ્મીજી સ્વરૂપે દાતાઓ મળેલ હતા તેમાં કિશોરભાઈ સાંખલા , હસમુખભાઈ પારસિયા , રાજેશભાઈ સાંખલા , કિશોરભાઈ દિવાણી , ચંદ્રેશ રૂડાણી , હસમુખ નાકરાણી , આર્ય ગ્રુપ વગેરે દાતાઓના કચ્છ રિજીયને મોમેન્ટ દ્વારા સન્માન કર્યા હતા..સાથે 13 થીમના 52 રિજીયન અને ડિવિઝન કન્વીનરો નિમણુંક પત્રક આપ્યા હતા..
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે નારાયણ ડિવિઝન પ્રમુખશ્રી અને મંત્રી નવીન પોકાર અને નીતિન ભાદાણી છેલ્લા 10 એક દિવસ થી જેટ ગતિ એ લાગેલા તેના સપોર્ટ માં જીગર ભગત , વિવેક કેશરાણી, તુલશીભાઈ લીંબાણી , જયસુખ પોકાર વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી હતી..

🔷 કાર્યશાળામાં ઉપસ્થિત..

 કચ્છ રિજીયનન કર્મશીલ કાર્યશાળા રીજીયન ચેરમેન શાંતિલાલ નાયાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ABKKP સમાજ ઉપપ્રમુખશ્રી જેન્તીભાઈ રામાણી , રાજેશ દિવાણી , પશ્ચિમ ઝોન સમાજ પ્રમુખ 'રતનશીભાઈ ભીમાણી' ઉપ પ્રમુખ 'ધીરજ ભગત' મંત્રી અને કચ્છ રીજીયનના ipc 'છગનભાઇ ધનાણી' યુવાસંઘ સેન્ટ્રલ માંથી IPP ડો. વસંત ધોળુ , ગ્રીનલેન્ડ કાઉન્સિલ પ્રેસિડેન્ટ ' CA પંકજ પારસિયા' , સેકેટરી 'મીનેશ વાડિયા' અને મહિલા સંઘ માંથી 'ગંગાબેન રામાણી' મંત્રી ઊર્મિલાબેન ડાયાણી આમંત્રણ ને સન્માન આપીને આ કાર્યશાળામાં મહેમાન બન્યા હતા..

🔷 દુઆ – છંદ સાથે જોઈન્ટ સેકેટરી નું સ્ટેજ સંચાલન…

'બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા..
બુઢાપામાં વાળ બદલે 'લખન' ન બદલે લાખા...

  સરસ મઝાના આવા તો અનેક દુઆ છંદ દ્વારા કચ્છ રિજીયન ના જોઈન્ટ સેકેટરી 'તુલશીભાઈ લીંબાણી' એ રમઝટ બોલાવી હતી જાણે પોતીકો ડાયરો ચાલી રહ્યો હતો એવો અહેસાસ કરાવ્યો હતો અને તુલશીભાઈ પર સૌ વાહરી ગયા હતા..

🔷 રાષ્ટ્રગાન સાથે આભારવિધિ…

ઉપસ્થિત સૌ સેન્ટ્રલ મેમ્બર, રિજીયનના હોદેદારો તેમજ સર્વે મેમ્બરએ કાર્યશાળામાં કાર્યો ના પાઠ શીખતાં આ નવા નિશાળીયા ને જોઈને ખૂબ ખુશ થયા, બે દિવસ કેમ નીકળી ગયા કોઈને ખબર સુધા ન રહી.. કર્મશીલ કાર્યશાળા નું સફળ આયોજનના અંતે ઉપસ્થિત સૌ નો આભાર વ્યક્ત કરતા કચ્છ રીજીયન ના સેકેટરી 'રાજેશ સાંખલા' ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ નો જય ઘોષ અને રાષ્ટ્રગાન સાથે આ કાર્યશાળા ને પૂર્ણ જાહેર કરી હતી..

‘જય હો’

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
પ્રવક્તા, યુવાસંઘ કચ્છ રિજીયન…

Exit mobile version