🔷 કોરોનાકાળમાં ગામ નાના અંગીયાનો સૌથી ઓછી વયનો યુવાન ભરતભાઇ કેશરાણી (34) ભોગ બનેલ…

માત્ર 34 વર્ષે સૌને હંમેશા ને માટે અલવિદા કરીને આંખો ભીંની કરી જનાર ભરતભાઇ સરળ અને મેળાવડા સ્વભાવના વ્યક્તિ હતા..નાની ઉંમરે બિઝનેસ ક્ષેત્રે ડંકો વગાડનાર ભરતભાઇ સમાચાર સાંભળીને નાના અંગીયામાં રીતસરનો સન્નનાટો છવાઈ ગયો હતો..! માનવામાં ન આવે એવી વાત ખરેખર હકીકત બની હતી ત્યારે હ્ર્દતને આધાર રૂપ તો હતી જ..
ભરતભાઇના જ્યારે દુઃખદ સમાચાર સાંભર્યા ત્યારે લગભગ 90% લોકોએ સ્ટેટ્સ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિય કરી હતી તે ભરતભાઇની લોકપ્રિયતા… ભરતભાઇ લોકોના હૃદયમાં ખરેખર આજે પણ જીવંત છે. મંદિર શણગાર હોય કે નાટક (રંગમંચ) પરનું લેડીશ પાત્ર અને પ્રસંગોપાત સમાજ શણગાર તેનો સમાજ પ્રત્યે પ્રેમ આજે પણ લોકો યાદ કરે છે..
સરળ સ્વભાવની સુંવાસ ફેલાવી સૌ લોકોને પોતાના કરીને રૂલાવી જનાર , ભરતભાઇ નાના અંગીયા ગામના કોરોનાકાળમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓમાં સૌથી નાની ઉંમરના હતા..

🔷 ysk કમિશનર બાબુલાલ કેશરાણી એ યુવા સુરક્ષા કવચ અંગે…

નાના અંગીયા મધ્યે લક્ષ્મીનારાયણ યુવક મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ શિવજીયાણી તેમજ મહામંત્રીશ્રી હિતેશભાઈ મેઘાણી ને જણાવ્યું હતું કે સ્થાનિક મંડળમાં દરેક મેમ્બર યુવા સુરક્ષા કવચથી જોડાઈ જાય અને કોઈ રહી ન જાય તેની ખાસ સક્રિય થઈને તકેદારી રાખશો…

🔷 અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ દ્વારા દ્રુતીય ચેક અર્પણ…

ગત રોજ રાત્રે 7.30 કલાકે નાના અંગીયા ગામ મધ્યે હરિલાલ મેઘજીભાઈ કેશરાણીના નિવાસસ્થાન મધ્યે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના અને સ્થાનિક લક્ષ્મીનારાયણ સમાજ અને યુવક મંડળના હોદેદાર શ્રી વચ્ચે યુવાસંઘ વતી યુવા સુરક્ષા કવચની સહયોગ નિધિ રૂપે રૂપિયા 3 લાખનો સ્વ.ભરતભાઇ હરિલાલ કેશરાણીનો દ્રુતીય ચેક અને શોક સંદેશ પત્રક તેમના પિતાશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો..


આ યુવા સુરક્ષા કવચ પ્રસંગે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના પ્રમુખ સેવક શાંતિલાલ નાયાણી , ysk કમિશનર બાબુલાલ કેશરાણી, પૂર્વ પ્રમુખ અને સલાહકારશ્રી શૈલેષભાઇ પોકાર ,CCM મેમ્બર ખીમજીભાઈ પારશિયા, ysk કન્વીનર નવીનભાઈ ધોળું તેમજ નારાયણ ડિવિઝન ysk કન્વીનર સુરેશભાઈ હડપાણી તેમજ PRO મનોજ વાઘાણી અને સ્થાનિક લક્ષ્મીનારાયણ સમાજના પ્રમુખશ્રી હીરાલાલ પારશિયા , ઉપપ્રમુખશ્રી મણીલાલ મેઘાણી , મહામંત્રીશ્રી નરશી ભાઈ પોકાર , યુવક મંડળના પ્રમુખશ્રી અરવિંદ ભાઈ શિવજીયાણી , ઉપપ્રમુખશ્રી કિશોરભાઈ સામાણી , મહામંત્રી હિતેશભાઈ મેઘાણી ,સલાહકાર શાંતિલાલ ચોપરા, તેમજ અમિતભાઈ પારશિયા સહિત સામાજિક આગેવાનો હાજર રહેલ…

જય હો

✍️ મનોજ વાઘાણી..
PRO. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *