રાઇટર સૌરભ પાંડે , ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી & ટીમના આ સાહસ ને સલામી આપવા, પીઠ થાબળવા નખત્રાણા તેમજ આસપાસના હજારો લોકો થિયેટર સુધી જવાના જ છે.. વ્યથા અને પીડા પર આધારિત 1990માં હજારો કાશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી ફિલ્મ..’The Kashmir Files’ નખત્રાણાની ધોરમનાથ મલ્ટીપ્લેક્સમાં.. (તારીખ 18 થી હાઉસફુલ ના પાટિયા લાગે તો નવાઈ નહિ..!!) ટીકીટની પડાપડી થશે એવી આશાના વાદળો બધાઈ રહ્યા છે..!! કાશ્મીર ફાઇલ પિક્ચરને કાબિલે તારીફ રીવ્યુ મળી રહ્યા છે એ જોતાં લોકો ટેલિગ્રામ પર જોવા ને બદલે મોટા પડદે જોવા ખૂબ ઉત્સુક છે..તેમાંય આગમન ફૂડ પોઇન્ટએ સ્પેશિયલ 20% ડિસ્કાઉન્ટ આપ્યું છે તો મોબાઈલ શોપ ધારક કે ટફન ગ્લાસ ફ્રી….


🔷 11 તારીખ થી લોકો મલ્ટીપ્લેક્સનો સંપર્ક કરી રહ્યા છે..


    ભારતભરમાં *કાશ્મીર ફાઇલ* ને થિયેટર બહુ ઓછા મળ્યા છે..!! સોશિયલ મિડિયામાં આપણે અચૂક મેસેજ જોયેલા હશે. ત્યારે પશ્ચિમ કચ્છમાં એકમાત્ર નખત્રાણા મધ્યે આવેલ બે સ્ક્રીન વાળી *ધોરમનાથ મલ્ટીપ્લેક્સના* ઓર્નર સુરેશભાઈ નાકરાણી નો લોકો The Kashmir Files’ પિક્ચર વિશે તારીખ 11થી સમ્પર્ક કરી રહ્યા છે.! ભાઈ પિક્ચર લાગી છે..?? ક્યારે લગાડશો..? વાયોર, નારાયણ સરોવર ,લખપત ,નલિયા થી લોકો ફોન ઉપર ફોન કરી રહ્યા છે..!! ગાડીઓ ભરાઈ ને ભુજ લોકો જોવા જાય છે..      લોકો ખૂબ ઉત્સુકતાથી The Kashmir Files’ પિકચર ની રાહ જોઈ રહ્યા છે. આવતીકાલ તારીખ 18 માર્ચથી નખત્રાણાની ધોરમનાથ મલ્ટીપ્લેક્સમાં પિક્ચરના દરરોજ ના 5 શો બતાવવામાં આવશે..


🔷 લોકો મોબાઈલ માં જોવા રાજી જ નથી..!


       યુવાનો થી લઈને સિનિયર સીટીઝન સુધાત ના લોકો The Kashmir Files’ પિકચર ને થિયેટરમાં જોવા માંગે છે. સૌ ને ખ્યાલ છે The Kashmir Files’ની થિયેટર HD બ્લુ પ્રિન્ટ લીક કરવામાં આવી છે. છતાં લોકો મોબાઈલ પર જોવાને બદલે મોટા પડદે જોવાનું ચૂકવાના નથી..  ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી, રાઈટ સૌરભ પાંડે  & ટીમના આ સાહસ ને પીઠ થાબળતા લોકો થિયેટર સુધી જવાના જ છે..અને જે લોકોને પૂછો બસ એટલું કહે છે.નખત્રાણાના થિયેટરમાં પિક્ચર લાગે એટલે જોઈ જ નાખવી છે..!!


🔷 ધ કાશ્મીર ફાઇલ્સ એક પિક્ચર નથી આ તો હકીકત છે.


     રાઇટર સૌરભ પાંડે અને ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી આ ઇતિહાસનું ખોવયેલું દસ્તાવેજ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પિક્ચર રૂપે પ્રકાશિત કર્યું છે. કોઈક એ 30 વર્ષ બાદ આ સાહસ કર્યું છે તેને સલામ કરવા સિનેમા હોલ સુધી તો જવું તો જોઈએ જ.


🔷 ટીકીટ બતાવો ને ડિસ્કાઉન્ટ મેળવો..


   ‘ધ કાશ્મીર ફાઇલ પિક્ચર ‘ ખાસ પ્રમોટ કે જાહેરાત કરવામાં આવી નથી છતાંયે લોકો નો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ જોયા બાદ લોકો ચોધાર આંસુએ રડે છે તો કોઈક વેદના વ્યક્ત કરે છે.    નખત્રાણા મધ્યે રૈયાણી ફેમિલીની *આગમન ફૂડ પોઇન્ટ* મધ્યે જો તમે *The kashmir files* પિક્ચર જોયું હશે અને ત્યાં ભોજન બાદ , કાઉન્ટર પર ટીકીટ બતાવશો તો બિલ પર 20% નું તુરન્ટ ડિસ્કાઉટ આપવામાં આવશે.

તો વથાણ ચોકમાં આવેલ Kkk કોમ્પ્લેક્ષ માં *માં આશાપુરા મોબાઈલ* શોપ પર મોબાઈલ ટફન ગ્લાસ ફ્રી શક્તિમાનના સ્પેરપાર્ટની ખરીદી પર ડિસ્કાઉટના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે..


જય હો


✍️ મનોજ વાઘાણી..

પ્રવક્તા , યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન..   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *