🔷 મનોરંજન સાથે સમાજ ભાવના વધે એ મુખ્ય ઉદ્દેશ્ય…

શ્રી લક્ષ્મીનારાયણ સમાજ – નાના અંગીયા પ્રેરિત અને નવયુવક મંડળ આયોજીત, આ સિક્સ એ સાઈડ ટુર્નામેન્ટ મંડળ 2018 થી રમાડવાનું ચાલુ કર્યું છે. કોરોનાકાળ ને કારણે લાસ્ટ 2 વર્ષ આ મનોરંજન ટુર્નામેન્ટ મુલતવી રાખવી પડી હતી..! હાલ સીઝન -3 નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે..


લક્ષ્મીનારાયણ સમાજ અંગીયાના કચ્છમાં રહેતા પરિવારોમાં ગાંધીધામ , ભુજ , માનકુવા વગેરે ગામડાઓ અને શહેરો ને પોતાની કર્મભૂમિ બનાવવી છે. પણ જ્યારે નાના અંગીયા લક્ષ્મીનારાયણ મંડળ દ્વારા ક્રિકેટનું આયોજન થાય ત્યારે આ એકત્રિત થવાનો લાહવો જરૂર માણે છે. સમાજ અને મંડળનો મુખ્ય ઉદ્દેશ્ય નવી જનરેશન એકબીજા થી પરિચિત થાય સાથે સમાજ પ્રત્યે ભાવના વધે , એકબીજાની નજદીક આવે એજ હેતુ…

🔷 મેઘસર ગ્રાઉન્ડમાં bret lee થી ઓળખાતા સ્વ.ભરતભાઇ હરિલાલભાઈ કેશરાણીની સ્મૃતિમાં આ સીઝન – ૩ નું આયોજન…

સ્વ.ભરતભાઈ કેશરાણી સરળ અને મેળાવડા સ્વભાવના હતા..! સ્માઈલ સાથે સંવાદ કરવાની શૈલી થી લોકો તેના દીવાના હતા.. આઠેક વર્ષ અગાઉ આસપાસના વિસ્તારમાં યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેઓ જરૂર ભાગ લેતા અને ભરતભાઈ એક ઝડપી બોલર હતા..


અંગીયાના તેજ બોલરો માં ભરતભાઇનું નામ તો આવે જ સાથે સાથી ખેલાડીઓ ભરતભાઇની સરખામણી બ્રેટ લી થી કરતા..!! તેઓ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર બ્રેટ લી ની જેમ બોલિગ કરતા..!! ગત વર્ષે આ સરળ સ્વભાવના ભરતભાઈને કોરોના લાગુ પડતા ,આપણી વચ્ચે હંમેશને માટે પ્રભુને પ્યારા થઈ ગયા..

🔷 12 ફ્રેન્ચાઈસી , 15 મેચોમા મહાદેવ રાઇડર્સ વિજેતા…

બરાબર સવારે 7.30 કલાકે લક્ષ્મીનારાયણ સમાજના પ્રમુખશ્રી હીરાલાલભાઈ પારશિયા , ઉપપ્રમુખશ્રી , મણીલાલ મેઘાણી, મહામંત્રી નરશીભાઈ પોકાર , લક્ષ્મીનારાયણ યુવક મંડળના પ્રમુખશ્રી અને જેમના નેજા હેઠળ સમગ્ર આયોજન થઈ રહ્યું હતું તેવા અરવિંદભાઈ શીવજીયાણી અને વડીલો અને ઉત્સાહિત યુવાનોનો ઉપસ્થિતમાં , શાસ્ત્રી કૌશિકભાઈ જોશીએ મંતત્રોચ્ચાર થી દીપપ્રાગટ્ય કરાવ્યું હતું…


બરાબર સવારે 7.50 કલાકે આ સ્વ. ભરતભાઇ હરિલાલભાઈ કેશરાણી સ્મૃતિ કપ સિક્સ એ સાઈડ ક્રિકેટ ટુર્નામેન્ટ 2022નું સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું.. ભારે ઉત્સાહ સાથે વિનુભાઈ કેશરાણીની કચ્છી કૉમેન્ટરીએ સોનામાં સુગંધ રૂપ રહી હતી. લોકોએ અને સમાજજો એ મનોરંજનનો ખુબ લાહવ્હો લીધો હતો.. રમ્યા વાળા ,જોવા વાળા તમામ આનંદમાં લિન થતા નજરે જોવા મળ્યા હતા..


સાંજે બરાબર 5.00 કલાકે શરદ નરશીભાઈ પોકારની ઉમિયા ફાઇટર અને મહાદેવ રાઇડર્સ વચ્ચે આ ટુર્નામેન્ટનો ફાઇનલ દિલધડક મુકાબલો જામ્યો હતો..જેમાં ઉમિયા ફાઇટર એ 64 રન બનાવ્યા હતા અને આ ટુર્નામેન્ટની 4 ઈનિંગમાં સતીશ વાઘાણી 30+ નો સ્કોર બનાવવી ને ડિકલેર થયા હતા. તેના જવાબમાં છેલ્લી ઓવરમાં મહાદેવ ફાઇટરે લક્ષ્ય હાશીલ કરીને આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન નો તાજ પોતાના નામે કર્યો હતો..

🔷 ધાર્યા ન હતા તેને અણધાર્યા પરફોર્મન્સ કર્યા…!!

ટુર્નામેન્ટની સૌ પ્રથમ મેચમાં જ વર્ષો બાદ, મેદાનમાં ઉતરેલા અરવિંદ ભગતએ 34 રન નોટ આઉટ ઇનિંગ રમીને સૌને ચોંકાવી દીધા, તો આ ટુર્નામેન્ટના અનલક્કી ખેલાડી તેમના જ ભાઈ ‘મયુર ભગત’ રહ્યા હતા.. જેઓ એ બે મેચમાં ઓપનિંગ બેસ્ટમેન તરીકે ક્રિઝ પર એક પણ બોલ રમ્યા વગર બન્ને મેચમાં એક પણ બોલ રમ્યા વગર ‘રન આઉટ’ થનાર મયુર ભગત પ્રથમ ખેલાડી છે. !!


કિશોરભાઈ સામાણી જેઓ મંડળના ઉપપ્રમુખ પણ છે. તેઓ એ 45+ની ઉંમરે 1 ઓવરમાં 4 વિકેટ લઈને સામેની ટીમ ને 18 રન ના સસ્તા સ્કોરમાં આઉટ કરીને તરખાટ મચાવી દીધો તો શૈલેષ નાનજીભાઈ કેશરાણીએ સેમિફાઇનલમાં સામેની બહુચર બુલ ફાઈટરને 4 બોલમાં 3 રન ની જરૂર હતી અને 4 બોલ ડોટ કરાવ્યા. લગભગ આ ટુર્નામેન્ટ માં 90+ રન આરામ થી ટીમો ચેસ કરી જતી હતી.આમાંના મોટા ભાગના ખેલાડીઓ વર્ષે 1 વખત જ ક્રિકેટ રમે છે…

🔷 ટુર્નામેન્ટ ના બેસ્ટ પર્ફોમન્સ ખેલાડીઓ…

▪️ મેન ઓફ ધ સિરીઝ..
સતીશ વાઘાણી (44 બોલ 129 રન 1 વિકેટ)

▪️ ફાઇનલ મેન ઓફ ધ મેચ…
વિકાસ સામાણી (30 રન નોટ આઉટ)

▪️ બેસ્ટ બેસ્ટમેન…
આશિષ ભગત ( 19 બોલ 74 રન)

▪️ બેસ્ટ બોલર…
કિશોરભાઈ સામાણી (1 ઓવરમાં 4 વિકેટ વિથ હેટ્રિક)

▪️ બેસ્ટ વિકેટ કીપર
શૈલેશ કેશરાણી ( 5 કેચ)

▪️ હાઈ એસ્ટ સિક્સર..
મનોજ વાઘાણી (2 મેચ 9 સિક્સ)

▪️ હાઈ એસ્ટ ફોર..
કુલદીપ પારશિયા (17 ફોર)

▪️ રનર્સઅપ ટીમ

ઉમિયા ફાઇટર.
(સતીશ વાઘાણી , શરદ પોકાર , કુલદીપ પારશિયા ,જશવંત રૈયાણી ,ઈશ્વર પારશિયા , સુરેશ રૂદાણી)

▪️ ટુર્નામેન્ટની વિજેતા ટીમ

મહાદેવ રાઈડર્સ..
(વિકાસ સામાણી , અમિત પારસીયા , રમેશ મેઘાણી , યશ નાકરાણી , શૈલેષ કેશરાણી , ચિંતન કેશરાણી)

ફાઇનલ સેરેમની ઉજવણી બાદ લક્ષ્મીનારાયણ સમાજ નાના અંગીયાના પ્રમુખશ્રી હીરાલાલભાઈ પારશિયાએ પોતાનો અંતરનો રાજીપો વ્યક્ત કરીને આર્શીવાદ આપ્યા હતા અને આ સિક્સ એ સાઈડ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૩ ની આભારવિધિ સમાજના મહામંત્રી શ્રી નરશીભાઈ પોકારે કરી હતી અને દાતા પરિવાર તેમજ આ ટુર્નામેન્ટમાં તન ,મન અને ધનથી સહયોગ કરનાર સૌ કાર્યકતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સંચાલન મનોજ વાઘાણીએ કર્યું હતું…

ફોટો ક્લિક…
શરદ પોકાર , હર્ષ રૂદાણી ,
નંદ સામાણી , ચંદાબેન મેઘાણી.

✍️ મનોજ વાઘાણી..
નાના અંગીયા – 96017 99904

One thought on “#પોઝીટીવપંચ 125.. (85 વર્ષના તંદુરસ્ત મેઘજીબાપા)”
  1. Tournament na safal ayojan maate saune hardik abhinandan💐💐
    Jai laxminarayan🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *