🔷 આસપાસના ગામડાના લોકો…

જીયાપર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના સહયોગ અને મહિલા મંડળ દ્વારા આયોજીત આ આનંદમેળામાં જાત મહેનતે તૈયાર કરેલ નાસ્તાઓ, વિવિધ વાનગીઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.. લોકોને ચટાકેદાર નાસ્તાઓ સ્વાદ ઘર આંગણે મળી રહે તેવો મેળા જેવો માહોલ દ્રશ્યમાન થયો હતો..!


મહિલા મંડળ દ્વારા અગાઉ પોતપોતાના સગાસંબંધીઓ ને ટેલિફોન માધ્યમથી આમંત્રણ આપવામાં આવે છે. આસપાસના મંગવાણા , માધાપર , કુરબઇ , દેશલપર , સુખપર રોહા , ખીરસરા , નવી મંજલ વગેરે ગામો માંથી આનંદમેળામાં મોટી સંખ્યામાં બહેનો આંનદમેળામાં મોજ માણવા આવે છે..

🔷 છેલ્લા 2 વર્ષથી…

જીયાપર મહિલા મંડળ દ્વારા છેલ્લા 2 વર્ષથી આનંદમેળા નું આયોજન થઈ રહ્યું છે. આ આનંદમેળા ને સ્ટાર્ટઅપ કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી ચેરમેન જયાબેન બાબુલાલ ચોપરા તેમજ મહિલા મંડળના પ્રમુખ પાર્વતીબેન રતિલાલ ચોપરાના વરદહસ્તે પ્રોગ્રામ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો..


પીઝા, મન્ચુરિયન, સેવપુરી, પાઉંભાજી, પાણીપુરી , દહીંપુરી , ભેલ , ચાટ ,દેશી રાબ, બદામ સેક ,આઈસ્ક્રીમ વગેરે જેવા ચટાકેદાર નાસ્તાઓ તો ઓર્ગેનિક અગરબત્તી , મસાલા , રમકડાં જેવા સ્ટોલ જોવા મળ્યા હતા..
જીયાપર લક્ષ્મીનારાયણ સનાતન મહિલા મંડળ આ આનંદમેળાના કાર્યક્રમ સફળતાનો શ્રેય જીયાપર લક્ષ્મીનારાયણ યુવકમંડળને અર્પિત કરે છે. યુવક મંડળના ભરપૂર સહયોગ ને કારણે લગાતાર બે વર્ષથી આ સફળ આયોજન થઈ શકે છે.

‘જય હો’

ફોટો સેન્ડર..
નવીનભાઈ પોકાર
જીયાપર

✍️ મનોજ વાઘાણી..
પ્રવક્તા, યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *