#પોઝીટીવપંચ 109.. જતું કરે એ જીતે..! (એ જીત સમગ્ર ગ્રામજનોના હૈયે કનેક્ટ થતી હોય છે.) આમાં કોઈ નાના થઇ જવાની વાત નથી , આમાં તો સમગ્ર ગામનું ભલું થતું હોય અને અગામી 5 વર્ષ અંગીયા આગળ આવતું હોય તો વડીલોની વાતને હું શિરોમણી માનું છું એવું હેતલબેન અતુલભાઈ સોનીએ વિચાર્યું. જેનો જાહેરમાં આભાર નાના અંગીયાના બિનહરીફ સરપંચ *હંસાબેન મહેન્દ્રભાઈ પારસિયા* માની રહ્યા છે. *(આખરે અંગીયા ને મળ્યા ચૂંટણી પહેલા સરપંચ)*


છેલ્લા 7 એક દિવસોથી બુદ્ધિજીવીઓ , સેવાભાવીઓ અને ચૂંટણી ચાણક્યયો વચ્ચે નાના અંગીયા ગામે *ઇલેક્શન નહીં પણ સિલેક્શન થાય.* એ અંતર્ગત વડીલો મોડી રાત્રી સુધી વોર્ડ સભ્યો , સરપંચના દાવેદાર વચ્ચે સતત વાર્તાલાપ કરી રહ્યા હતા. *ચૂંટણી આવે અને એ સાલો નાનો- મોટો ડખ્ખો અને મનદુઃખ રૂપી ભાઈબંધને ભેગા* લેતા આવતો હોય છે.! *કોઈ વાદ , ન વિવાદ , બસ વિકાસ થાય* એવું નાના અંગીયાના વડીલો માત્ર વિચારી રહ્યા ન હતા પણ, સતત એ દિશામાં પ્રયત્નશીલ હતા તેનું આ આજરોજ નું ઉદાહરણ છે.
આજરોજ સવારના 10.30 થી બપોરના 2.00 કલાક સુધી ચાલેલ સમરસ અંતર્ગત વાર્તાલાપમાં આખરે 4 , 6 અને 8 વોર્ડ નંબરમાં ચૂંટણી યોજાશે. સાથે *હેતલબેન અતુલભાઈ સોનીએ* મન મોટું રાખીને વડીલોની વાતને એસેપ્ત કરી હતી અને હંસાબેન સરપંચ તરીકે *લીલી ઝંડી* આપી હતી.
ઉદાર હૈયાના , લોકો સાથે જભરો તાલમેલ અને પંચાયટી કાર્યોમાં સારી એવી પક્કડ ધરાવતા એવા જ્યારે પણ જરૂર હોય ત્યારે હાજરા હજુર હોય તેવા મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા* અમારા બનેવીશ્રી મહેન્દ્ર પરબતભાઇ પારસીયાના ધર્મપત્ની *હંસાબેનને નાના અંગીયાના બિનહરીફ સરપંચ* તરીકે ચૂંટવામાં આવ્યા છે.
ફરી એકવખત *હંસાબેન મહેન્દ્રભાઈ પારસિયા* જાહેરમાં *હેતલબેન અતુલભાઈ સોનીનો* આભાર વ્યક્ત કરે છે.

 



*જય હો*

✍️ *મનોજ વાઘાણી – નાના અંગીયા*
96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *