#EkZalak566… એકમાત્ર અંગીયા વિસ્તારમાં થતો કારાડો (પીળીપતિ) ડુંગળીના રોપનું વૈજ્ઞાનિક ઢબે પ્રથમ પ્રયાસે ટોપ વાવેતર કરતા ખેડૂતપુત્ર નિતેશ વાલજીભાઈ મેઘાણી..


દિવાળીબાદ ના સમયે ગુલાબી ઠંડી..
આછેરી વાતાવરણમાં ઠંડકની સીઝનમાં ડુંગળી (કારાડો)ના બીજનું વાવેતર કરી અને તેને વૈજ્ઞાનિક ઢબે ખાતર-પાણી પાઈને પોતાની આગવી કોઠાસૂઝ કામે લગાડીને પીળીપતિ ના આ ડુંગળીના ટોપ લેવલના રોપા તૈયાર કરે છે. જે ડુંગળી સ્વાદમાં મીઠાસ સાથે રસવાળી અને ખાસ કરીને તેમાં ગાંઠ બંધાતી નથી..!!જેની માંગ આસપાસના વિસ્તારથી માંડીને નાના-અંગીયાથી નવસારી સુધીના ખેડૂતોમાં રહેલી છે..! હાલ આ રોપનું વેચાણ ચાલુ છે.

બરોડા ખાતે ઉચ્ચ અભ્યાસે ગયેલ..
નાનપણથી જ ખેતી પ્રત્યે લગાવ અને બાપદાદા વારથી જ સૌ ને ખેતી થી જોડાયેલા જોઈને અંદરથી અંતરાત્મા બોલી ઉઠ્યો કે નિતનવું કરવું છે અને કચ્છ ની પ્રોડક્ટ કચ્છ અને કચ્છ બહાર મોકલાવી છે.
નિતેશ ભાઈ મોટાપાયે સિઝન પ્રમાણેના ફ્રુટ – ફળ વગેરે ઓલ અવર ઇન્ડિયામાં સપ્લાય કરે છે આ બધી આવડત અને કેળવણી અભ્યાસ પરથી મળેલ છે તેવું નિતેશભાઈનું માનવું છે.


Contect..
Nitesh meghani
94280 84237
જય હો
મનોજ વાઘાણી
નાના અંગીયા – 9601799904



આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…