🔷 ડાર્લિંગ જેવા ‘મીઠડા શબ્દ પ્રયોગથી’ ભલભલા લોકોના ધોતિયા ઢીલા થઈ ગયા..!!
સોશિયલ મીડિયા એ એવું પ્લેટફોર્મ છે, જેમાં લોકોને તળેટી થી ટોચ સુધી પોહચતા હજારો લોકોને જોયા છે.! લાખો લોકો youtube , Facebook , instgram વગેરે પ્લેટફોર્મ દ્વારા લાખો , કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.
Youtube પર તો તમે 200 વર્ષ સુધી લગાતાર વિડિઓ જુવો તોય ખૂટે એમ નથી..!! ટાંચણી થી લઈને ટાઇટેનિક બનાવી શકાય એવી ટિપ્સ પણ બતાવવામાં આવે છે. સારી સત્સંગની વાતો એ છે અને સેક્સી પણ..!
આજકાલ facebook પર લુચી , નટડીયું છોકરીયું ફ્રેન્ડ રિકવેસ્ટ મૂકે અને ત્યારબાદ જેવી accept કરો એટલે ડાર્લિંગ , jaanu જેવા મીઠડા શબ્દપ્રયોગ કરીને પોતાની પ્રેમજાળમાં ફસાવે અને પછી જબરદસ્ત ફોસલાવે…! જીવનમાં જાણે jaanu , ડાર્લિંગ જેવા શબ્દો સાંભળ્યા ન હોય અને આ હરખપડુંડા યુવાનો ભોળવાઈ ને આ નટડીયું સામે નગ્ન થઈ જાય છે..! પછી તો આખો એ વિડિઓ રેકોર્ડ કરીને બ્લેકમેઇલ કરે, સોશિયલ મીડિયામાં શેર કરી મુકવાની ધમકી આપીને હજારો , લાખો રૂપિયા ખીચા માંથી ખખેરી નાખે છે.
🔷 નખત્રાણા પંથકમાં 10 થી 15 યુવાનો ફસાઈ ચુક્યા છે..
કોઈને કહેવા જેવા રહ્યા નથી..! પરંતુ , કોઈ તો અંગત પણ હોય ને જેમની આગળ બધી લાગણીઓ ઠાલવે..છેલ્લા 4 એક મહિનાઓથી આ ફેસબુક પર પોતાની પ્રેમજાળમાં ફસાવીને પૈસા પડાવવાનો બનાવવો વધતા જણાઈ રહ્યા છે..સૌ પ્રથમ facbook પર ફ્રેન્ડ રિકવેસ્ટ મૂકે અને સાથે તમારા મિત્ર ને પણ એટલે તમે જેવી accept કરો એવામાં તમારા મિત્રને તમે એ ફલાણી લુચીના mutual ફ્રેન્ડ છો એવું બતાવે એટલે આ લોકોનું નેટવર્ક આગળ વધતું જણાય..
સમાજ , કુટુંબ અને સગાસંબંધીઓ આગળ બહેજતી ન થાય , એ બીકે આ યુવાનો અંદરોઅંદર એટલા મુંજાયેલા છે.! પોતાનો વિડિઓ વાઇરલ થશે એ બીકે ‘હજારો રૂપિયા ખર્ચી’ રહ્યા છે. નખત્રાણા પંથકમાં 10 થી 15 યુવાનો આના ભોગ બની ચુક્યા છે અને હજુ આંકડો વધારે હશે તો નવાઈ નહિ.!
🔷 યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન અને જાગૃત નાગરિક યુવાનો ને એલર્ટ કરી રહ્યું છે.. ચેતજો પાટીદાર
આ નટડીયુ આગળ નગ્ન થઈને હજારો રૂપિયા આપી દીધેલા યુવાનીયાઓ અને એમના મિત્રો ને થયું કે હજુ વધારે યુવાનો આ પ્રેમજાળનો ભોગ ન બન્ને તે માટે લોકો સુધી ઝડપથી આ માહિતી પોહચે, લોકો જાગૃત બને… હજુ અંદરોઅંદર આ પ્રેમજાળના ભોગ બનેલા હશે કોને ખબર…? ચેતી જવા નો સમય આવી ગયો છે. ફેસબુક પર અજાણી વ્યક્તિ થી ફ્રેન્ડશીપ કરતા પહેલા હજાર વિચાર કરજો નહિ તો એ એમના ઈશારા પર તમને નચાવશે..
દિકરી જોયા વગર ફેસબુક થી સંપર્કમાં આવી જાય છે, પછી પસ્તાવો થાય છે. પસ્તાવો થાય એનાથી પહેલાં ચેતો આજે દુનિયામાં ફાયદો ઉથવવા વાળા ઘણાં છે, કોઈ આપણો ફાયદો ઉઠાવે એનાથી પહેલાં પાટીદાર ચેતે..
જાગૃત નાગરિકો, કચ્છ ન્યુઝ અને યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન આ બાબતે દરેક યુવક મંડળ , મહિલા મંડળ તેમજ યુવાનો ને એલર્ટ કરી રહ્યું છે.આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી વહેલી તકે પોહચતો કરજો નહિ તો એ પૈસા અને પ્રતિષ્ઠા બન્ને ખોઈ નાખશે..
‘જય હો’
✍️ મનોજ વાઘાણી..
પ્રવક્તા , યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન.
96017 99904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…