#EkZalak564.. સતેશ્વર મહાદેવના સાનિધ્યમાં અને લીલી ઝાડીઓથી ઘેરાયેલા ડુંગરો વચ્ચે પ્રકૃતિની નજદીક હોવાનો અહેસાસ કરાવતું , આંબાઓથી ભરચક , સતેશ્વર ફાર્મ મધ્યે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયનનો પાંચ તારીખે , લક્ષ્મીનારાયણ સ્વરૂપે પરિવારનું મિલન થયેલ.. ( ખાતેદારીમાં યજમાન ખીરસરા ને બાકી કહેવું પડે .! ખડીયાખૂટ ઉભા હોય 👌👌 મહેમાનો ને મીઠડો અવકારથી લઈને મીઠાઈઓ ખવરાવીને , મીઠડો રાજીપો વ્યક્ત કરતું ખીરસરાનું નવયુવક મંડળ..
🔷 સવારે 9.00 થી 9.30 કલાકે લક્ષ્મીનારાયણ સમાજવાડી ખાતે સૌ એકત્રિત થયેલ..
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયનના પમુખ સેવક ટાઇમના પાક્કા માણસ છે.. આગોતરી જાણ મુજબ સૌ પ્રથમ લક્ષ્મીનારાયણ સ્વરૂપે કુરબઇ થી કનકપર અને દેવીસર થી દયાપર સુધીના હોદેદારો , કન્વીનરો – કારોબારી સભ્યો ફેમેલી સંગાથે અચૂક ટાઈમસર શ્રી લક્ષ્મીનારાયણ સમાજવાડી મધ્યે એકત્રિત થયેલ.
બરાબર 9.15 કલાકે સમાજવાડીની સામે 200 મીટરના એરિયામાં આવેલ ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના સૌ કોઈ દર્શન કરીને પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. 9.25 કલાકે સમાજવાડી થી પ્રકૃતિની ગોદમાં આવેલ સતેશ્વર ફાર્મ તરફ ગાડીઓનો રવાના થઈ હતી..
🔷 જંગલમાં મંગલ એવું પૌરાણિક સતેશ્વર મહાદેવ ના દર્શન…
એ પણ કચ્છમાં..!! વરસાદ બંધ થયાના 3 મહિના બાદ, જ્યાં આજે પણ ધીમા , હનઝરતા ખડખડાટ વહેતા પાણી અને લીલી ઝાડીઓથી ઘેરાયેલા ડુંગરો વચ્ચે ,સૌ કોઈને મોહી લે તેવું નદી કિનારે આવેલ પૌરાણિક સતેશ્વર મહાદેવનું મંદિર.
સતેશ્વર મહાદેવ મંદિરે પૂજારીશ્રી એ મનત્રોચ્ચાર થી સૌ ને તિકલ કરેલ અને ખીરસરા વાસીઓ એ સતેશ્વર મહાદેવનો પરિચય આપ્યો હતો. ત્યાર બાદ નજદીકમાં મહેન્દ્રભાઈ અને પ્રવિણભાઈ માવાણીનું લીલુડા આંબાની ભરચક સતેશ્વર ફાર્મમાં એન્ટર થયેલ તેની આછેરી ઝલક આપ સમક્ષ..
🔷 કંકુ ચોખા દ્વારા પૂજન..
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયનના લક્ષ્મીનારાયણ સ્વરૂપે હાજર ફેમેલી મેમ્બરનું સંગીત સંગાથે દીકરી હેપ્પી, મોક્ષીબેન ,ધ્વનિબેન પ્રવીણભાઈ માવાણી દ્વારા કંકુ – ચોખાનું તિલક કરીને પોતાને આંગણે પધારેલ મહેમાનો ને મીઠડો આવકાર આપી ને સત્કારવામાં આવ્યા હતા તેની આછેરી ઝલક નીચે ફોટો રૂપી..
🔷 ફેમેલી પરિચય સાથે શાનદાર સ્ટેજ સંચાલન કરતા તુલશીભાઈ લીંબાણી અને નીતિનભાઈ ભાદાણી..
મોટી સંખ્યામાં હાજર યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયનના ગામે -ગામના હોદેદારો શ્રીઓ , કારોબારી સભ્યો પોતાની ફેમેલી સાથે જ્યારે યજમાન ખીરસરા અને સતેશ્વર ફાર્મના મહેમાન બન્યા ત્યારે તુલસીભાઈ અને નીતિનભાઈએ પોતાની આગવી શબ્દોની શાનદાર શૈલીમાં સૌનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું સાથે કોઈ મોટા પરિવારનું મિલન થયું હોય અને મામેરા સાથે સરખામણી કરી હતી..
સૌ પ્રથમ સંસ્કૃતના શાંતાકારમ, ભુજગશયનમ શ્લોક સાથે સૌ હાજર લોકોએ પ્રાર્થના કરી હતી અને ત્યાર બાદ દેવીસર થી દયાપર અને કુરબઇ થી કનકપર સુધીના કારોબારી સભ્યોના પરિવાર એકબીજા થી પરિચિત થાય સાથે એકબીજા સાથે નજદીકી વધે અને અગામી બે વર્ષ સાથે રહીને કાર્ય કરવામાં સુગમતા રહે તે હેતુથી પ્રથમ પ્રમુખ સેવક શાંતિલાલ નાયાણી એ પોતાનો પરિચય લક્ષ્મી નારાયણ સ્વરૂપે આપ્યો હતો ત્યારબાદ લગભગ દોઢેક કલાક ફેમેલી પરિચય ચાલેલ..
🔷 તમે હોદ્દો લીધો છે તો મને હાજરી અવશ્ય જોઈશે – પ્રમુખ , સેવક શાંતિલાલ નાયાણીની પ્રમુખ સ્થાનેથી રજુઆતમાં ટકોર..
ટાઇમના ચોક્કસ અને હાદ કરો ત્યાં હાજરા હજુર , અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ એવા અનુભવી , સેવાભાવી પ્રમુખ સેવક શ્રી શાંતિલાલ ભાઈ નાયાણીએ અગામી બે- વર્ષ માટે તન,મનથી તમારો સમયદાન યુવાસંઘના કાર્યોમાં ચોક્કસ આપવો જ પડશે તેવી ટકોર કરી હતી..
છેવાળાના ગામડાઓ સાથે સંપર્ક માં શાંતિલાલ & ટીમ હરહંમેશ કનેક્ટ રહેશે અને તમે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયનની સ્વર્ણિમ ટીમ 2021 – 2023માં હોદ્દો લીધો છે તો તમને અવશ્ય હાજર તો રહેવું જ પડશે તેવું શાંતિલાલભાઈ એ જણાવ્યું હતું..
તો સલાહકાર શ્રી શૈલેષભાઇ પોકારે જણાવ્યું હતું કે યુવાનો જેટલા વ્યસનો થી દુર રહેશે તેટલી સમાજ પ્રગતિ કરશે સાથે શરીર પણ તંદુરસ્ત રહેશે તો YSK કમિશનર બાબુલાલ કેશરાણીએ જણાવ્યું હતું કે વધુમાં વધુ લોકો “યુવા સુરક્ષા કવચથી” જોડાઓ જેથી પાછળ પરિવારને આર્થિક રીતે પીઠબળ મળી રહે..
🔷 એકમાત્ર કચ્છ કડવા પાટીદારનો ઇન્ટરનેશનલ ક્રિકેટ પ્લેયર દિનેશ નાકરાણી..
હાલ જેમને T-20 ક્રિકેટ ફોર્મેટમાં સમગ્ર વિશ્વમાં વર્ષે 2021માં વધુ વિકેટ લેનાર, જેમને સમગ્ર જીવન ક્રિકેટ ને સમર્પિત કર્યું છે એવા મહેનતુ અને લાંબી સિક્સર મારવી તેના ડાબા હાથનો ખેલ એવા દિનેશ મગનભાઈ નાકરાણી યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન ના પરિવાર પરિચયમાં લક્ષ્મીનારાયણ સ્વરૂપે હાજરી આપી હતી.
કડવા પાટીદારોમાં મોટાભાગે ગમતા ફિલ્ડમાં જવા ઇચ્છતા બાળકોના મા – બાપની રજામદી હોતી નથી..!! ખરેખર દિનેશભાઇ નાકરાણીનું માનવુ છે કે જો ગમતા ફિલ્ડમાં પોતાને બાળક ને છૂટછાટો અને પ્રોત્સાહ આપશો તો તેનું ઉદાહરણ તમારી સામે જ ઊભું છે. વધુમાં દિનેશભાઈ એ જણાવ્યું હતું કે મારા પિતાશ્રી મગનભાઈ અને ભાઈશ્રી સુરેશભાઈએ ત્યાં સુધી છૂટ આપી છે , કે જ્યાં સુધી તારા હાથ પગ ચાલે ત્યાં સુધી માત્ર ક્રિકેટ રમજે. ઘરથી મળેલ મને આ પીઠબળ આજે મને આ લેવલ નો ક્રિકેટર બનાવ્યો છે.
ક્રિકેટ માત્ર ભારત જ નહીં દુનિયાભરના દેશોમાં રમાય છે અને તમારી રમત ધારદાર હશે તો અન્ય દેશો તમને તેની ટીમનો હિસ્સો બનાવશે. સાથે જેઓ ને ક્રિકેટ માં રસ હોય તેને માર્ગદર્શન અને તમારા ઘેર જો માતા પિતા રજા ન આપતા હોય તો તે ને મનાવવાની જવાબદારી દિનેશભાઇએ નાકરાણીએ લીધેલ હતી..
🔷 ઉદાર દિલના દાનવીર એવા પ્રવિણભાઈ માવાણી સાથે તેમના ભાઈ મહેન્દ્રભાઈ અને પિતાશ્રી વાલજીભાઈની પરિવાર સાથે આછેરી ઝલક..
1 મહિના અગાઉ જ પ્રવીણભાઈ માવાણીએ મન થી ઠાની લીધું હતું કે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયનનો પ્રથમ સ્નેહ મિલન તો મારા સતેશ્વર ફાર્મ મધ્યે થાય અને એમાંય લક્ષ્મીજી સાથે આવે તો અમો ધન્યતા અનુભવશું. જે કાંઈ પણ ખર્ચ થશે તે બધો અમે કરીશું ,બસ તમે મહેમાન થઈને આવો એવો જેમનો મીઠડો આવકાર અને અતિથિ દેવો ભવ ની ભાવના જ પશ્ચિમ કચ્છ રિઝિયન ને ખેંચી લાવી..ઉદાર હૈયાના ભામાશા એવા મહેન્દ્રભાઈ , પ્રવીણભાઈ અને તેમના પિતાશ્રી વાલજીભાઈ માવાણીએ ત્યાં માહોલ અને પ્રેમભાવ જોઈને ફરી વખત પણ જો મારા આંગણે આવો રૂડો પ્રોગ્રામ થશે તો અમે આવકાર માટે તૈયાર છીએ..
🔷 પ્રીતિ ભોજનની આછેરી ઝલક…
સિડયૂઅલ પ્રમાણે સમયસર ચાલતો સુમધુર કાર્યક્રમમાં ખીરસરા રોહા નવયુવક મંડળના ભાઈઓ પ્રમુખશ્રી લખમશીભાઈ માવાણીના માર્ગદર્શનમાં રિઝિયન ને પ્રીતિ ભોજન કરાવતા નજરે પડે છે.
🔷 સ્પોર્ટ્સ કન્વીનર દ્વારા વિવિધ રમતોની આછેરી ઝલક..
બપોરબાદ ના મનોરંજન સેશનમાં સ્પોર્ટ્સ મંત્રી જીગર ભગત , ચંદ્રેશ રૂદાણી તેમજ નીતિનભાઈ ભાદાણી અને વિપુલભાઈ ધનાણી વિવિધ રમતોમાં “હાઉશી ગેમ , એક મિનિટ , સંગીત ખુરશી તેમજ બેસ્ટ ઢોલ કોમ્પિટિશન જેવી રમતો રમાડવામાં આવી હતી અને પ્રોત્સાહન રૂપે વિનરને હોદેદારો દ્વારા ઇનામો પણ આપવામાં આવ્યા હતા..
🔷 આભાર વિધિ….
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયનના મહામંત્રી શ્રી રાજેશભાઈ સાંખલાએ આભાર વિધિ કરતા ટૂંકમાં જણાવ્યુ હતુ કે છેવાડા ગામનો સભ્ય પોતાનો કિંમતી સમયદાન આપીને હાજરી આપી એ સંઘ પ્રત્યેની લાગણી દર્શાવે છે.આગળ પણ આવી જ રીતે જ્યારે હાકલ પડે ત્યારે હાજર રહેશો અને પોતાની જવાબદારી પ્રત્યે વફાદાર રહેશો.અત્રે ખીરસરા રોહા યુવક મંડળ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો..
સ્નેહમિલનનું સંચાલન પશ્ચિમ કચ્છ રિઝિયન ના સહ મંત્રી તુલસીભાઈ લીંબાણી તેમજ નારાયણ ડિવિઝનના મહા મંત્રી શ્રી નીતિનભાઈ ભાદાણીએ કર્યું હતું. અને જેમના ડિવિઝનના નેજા હેઠળ આ સંપૂર્ણ પ્રોગ્રામ યોજાઈ રહ્યો હતો તેવા માર્ગદર્શક નારાયણ ડિવિઝન ના પ્રમુખશ્રી નવીનભાઈ રવજી ભાઈ પોકારેએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ખીરસરા રોહા યુવક મંડળે આયોજનમાં સહકાર આપ્યો હતો તે બદલ યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન આપનો ખુબ ખુબ આભાર માને છે.
*જય હો*
ફોટો ક્લિક..
ભાવિન માવાણી
✍️ મનોજ વાઘાણી – નાના અંગીયા
PRO. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન..
96017 99904