#EkZalak563.. 5 દેશો વચ્ચે રમાતી Taftygas આંતરરાષ્ટ્રીય યુથ ગેમ આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ 2021માં કચ્છી ખેલાડી રોની (રોનક હરેશભાઈ પારસિયાની) પસંદગી..(નેપાળ મધ્યે રમાયેલી ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાને મળેલ સિલ્વર મેડલ)
🔷 લોહીના ગુણોમાં આવેલ વોલીબોલ…
શુટિંગ વોલીબોલમાં બાહુબલી તરીકે જાણીતા બાબુલાલ ભાઈ & ટીમે કચ્છની મોટાભાગની ટુર્નામેન્ટમાં વિજેતા ટ્રોફીઓ પોતાના નામે કરી છે તેના જ બન્ને સુપુત્રો વોલીબોલમાં સારી પકડ ધરાવે છે..
તેમાં રોનક પારસિયા ગુજરાત વોલીબોલ ક્ષેત્રમાં યોજાતી ટુર્નામેન્ટઓમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. અને એની રમત પણ દર્શકો ને જકડી રાખે તેવી જોવા લાયક હોય છે.નાનપણથી જ વોલીબોલ રમતની પ્રેક્ટિસ અને પિતાશ્રીના માર્ગદર્શન સાથે તાલીમ તેમને આ લેવલ સુધી પોહચાડયો છે..
ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ , નેપાળ , ભૂટાન દેશો વચ્ચે યોજાતી taftygas આંતરરાષ્ટ્રીય યુથ ગેમ આયોજીત ટુર્નામેન્ટ 2021માં આ વખતે covid-19 ને કારણે દેશ નેપાળ મધ્યે માત્ર બે જ ટીમો ભાગ લઈ શકી હતી..
નેપાળ ટીમ અને ભારત વચ્ચે રમાયેલી વોલીબોલ ટુર્નામેન્ટમાં ભારે રસાકસી બાદ આખરી પળો માં બાજી નેપાળ તરફ રહી હતી. યજમાન ટીમ વિજેતા રહી હતી અને ભારતને ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલથી સઁતોષ માનવો પડ્યો હતો..
🔷 Taftygas આંતરરાષ્ટ્રીય યુથ ગેમ આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ ભારતની ટીમ..
ઝીલ .એમ. સાવલીયા ,
નેવીલ .એસ. આલગીયા ,
સાજ .એસ. આલગીયા
રોનક .એચ. પારસીયા