#EkZalak560.. शरीर को ऊर्जावान रखने के लिए ओर Covid-19 काल के यादो को समाप्त करने के हेतु Vithon पाटीदार युवक मंडल द्वारा शानदार कबड्डी का आयोजन किया गया। (देखिए वीडियो जलक)
શરીરને ઉર્જાવાન રાખવા તેમજ covid-19ના કપરા કાળની કારમી યાદોને ભુલાવવા વિથોણ પાટીદાર યુવક મંડળએ કબડ્ડીનું આયોજન કર્યું હતું…
🔷 માર્ચ 2020 પછી લગભગ સામાજીક પ્રસંગો તેમજ વિવિધ રમતો પર covid-19ની અસરો જોવા મળી…
નખત્રાણાના વિસ્તારના મોટી પાટીદારોની વસ્તી ધરાવતા ગામડાઓમાં વિથોણ ગામે રમત-ગમત અને સામાજીક કાર્યક્રમોનું અવારનવાર આયોજન થતું રહે છે.
લોકપ્રિય અષાઢીબીજ,બોક્સ ક્રિકેટ, સિક્સર ક્રિકેટ, વોલીબોલ, વિથોણ પ્રીમિયમ લિંગ, બેન્ડ મિન્ટન , 1 મિનિટ , કબડ્ડી વગેરે રમત અને ઉત્સવો માટે ગામ વિથોણ જાણીતું તો છે જ સાથે 51 ફૂટ ઉંચી હનુમાનજી ની પ્રતિમા અને લોકોનું આસ્થા નું કેન્દ્ર ખેતાબાપા સ્થળ તો ખરું જ…
Covid -19નું સંક્રમણ અને લોકડાઉનને કારણે છેલ્લા 2 વર્ષેથી થતા વિવિધ રમતો સાથે ઉત્સવોના આયોજન પર અસર જોવા મળી હતી.. કોરોનાકાળ ની હૃદયને કંપાવવી મુક્તિ યાદો ને ભૂલવવા વિથોણ પાટીદાર યુવક મંડળ એ યુવાનો શારીરિક તેમજ માનસિક રીતે મજબૂત બને તે અંતર્ગત સુંદર કબડ્ડીનું આયોજન કર્યું હતું..
🔷 एक झलक के माध्यम से आप विथोंन पाटीदार युवक मंडल की कबड्डी का वीडियो देख शकते है।
🔷 કબડ્ડી ના આયોજન ને સફળ બનાવનાર દાતા પરિવાર તેમજ યુવાનો અને બેસ્ટ પર્ફોર્મન્સ કરનાર ખેલાડીઓની સૂચિ…
કોરોના ના કપરા કાળની કારમી યાદોને માનસપટલમાથી દૂર કરવા માટે વિથોણ પાટીદાર યુવા ગૃપ દ્વારા કબડ્ડી સીઝન-2 નુ સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચ ટીમોએ ભાગ લીધો અને શિવમ્ ભગત ની ટીમ વિજેતા બની અને વિવેક વાલાણી ની ટીમ રનર્સ અપ રહી, બેસ્ટ ડિફેન્ડર શિવમ્ ભગત અને બેસ્ટ રેડર વિવેક વાલાણી બન્યા હતા, વિજેતા ટ્રોફી ના દાતાશ્રી ધીરજભાઈ ભગત (ગાયત્રી સ્ટોર્સ-વિથોણ) અને રનર્સ અપ ટ્રોફી ના દાતાશ્રી વિનોદભાઈ ભગત બન્યા હતા, આ બે દિવસીય કાર્યક્રમ ને સફળ બનાવવા સફળ બનાવવા મનીષ વાલાણી, મિતુલ માનાણી, વિવેક વાલાણી, દર્શન સુરાણી, ભાવીન રૂડાણી અને રાજુ સુરાણીએ જહેમત ઉઠાવી હતી અને રેફરી તરીકે મિતુલ માનાણી, ચંદ્રેશ રૂડાણી અને નિકુંજ ભગતે સેવા આપી, સ્કોરર તરીકે જય સામાણી રહ્યા હતા..