#EkZalak559. પંજાવાળી “બાયુંને” પછાડી મૂકે એવી સ્પિરિટ સાથે કાર ના સ્ટેરિંગ પર કાંડા વગર કરામત કરતા કોટડા જડોદરના કવિતાબેન કમલેશ ભાઈ રામાણીનો મોટીવેટ કરતો વિડિઓ ઝલક.. અગાઉ પણ અમે ઇન્ટરવ્યૂ લીધેલ છે, તેમાં રસોડાની રેસિપી,કાગળ પર રાઇટિંગ,સિલાઈ મશીન પરની મહારથ વગેરે નિહાળો (બાકી હિંમત ને દાદ દેવી પડે👌👌) cars drive without hand


🔷પંજાવાળી ‘બાયું’ ને પછાળી મૂકે…!!

તેવા ‘કાંડા વગર કરામત કરતા’ ભીતર થી મજબૂત ‘કવિતાબેન’ આમ તો નાનપણમાં એકદમ બરાબર હતા.પણ સર્જનહારને કશુક કવિતાબેનમાં નવું સર્જન કરવું હશે..!! એને દુનિયાને તાકાત બતાવી હશે કે આ વ્યક્તિ ‘યુનિક’ છે. એવા સમય અને સંજોગો ઉભા કર્યા કે ધાબા પર ભાઈ પતંગ ચગાવી રહ્યો હતો ને ત્યાં તેની પતંગ લાઈટના જીવતા વાયરમાં ફસાતા, તેને કવિતાબેનએ લોખંડ ના પાઇપ વળે પતંગ કાઢતા પ્રચંડ ‘શોર્ટને’ કારણે કવિતાબેનએ હંમેશા ને માટે બન્ને હાથના કાંડા ગુમાવી દેવા પડ્યા. (આપ સારી રીતે જાણતા હશો કે હાથના ‘કાંડાનું’ શુ મહત્વ છે..?)



આજકાલ કવિતાબેન મારૂતિ કાર પણ *કાંડા વગર” આશાની થી ચલાવી શકે છે.!! સ્ટેરિંગ પર મજબુત પક્કડ જોઈને સાઇકલ શીખવા પર બીક અનુભવતી લેડીશ માટે હિંમત જગાવતું જોશ ભર્યું ઉદાહરણ કવિતાબેનની ડ્રાઇવિંગ છે. આપ નિચે વિડીઓમાં નિહાળી શકો છો..




🔷 લોકો આત્મવિશ્વાસ ખોઈ બેસે ત્યાં..

આવી કઠિન અને કપરી પરિસ્થિતિમાં લોકો હતાશ, જાત ઉપરનો વિશ્વાસ ખોઈ બેસે, તો કોઈક નબળા મનના તો જીવન ટૂંકાવી નાખે, પણ મનના મક્કમ કવિતાબેનએ પીછેહઠ કરવાને બદલે આ પીડા નો પર્વત પીગાળી ને આ અણધાર્યા પહાડ જેવા પડકાર ને જેલવાનું સ્વીકાર્યુ..



22 જુલાઈ ના રોજ એક ઝલક ની ટીમ ઇન્ટરવ્યુ માટે કવિતાબેન અને કમલેશભાઈના ઘરે પોહચી ત્યાં અમે લોકો જોઈ ને દગ રહી ગયા..!! કવિતાબેન ની કામ કરવાની કમાલની ઝડપ.અમારી માટે ફટાફટ ‘ચા’ બનાવી એ પણ એક્દમ ટેસ્ટી. એક સામાન્ય વુમન ને શરમાવે તેવી કામપ્રત્યે ની ચપળતા અને અદભુત સ્પીડ.અભ્યાસ પૂરો 10પાસ એ નથી પણ ફટાફટ ‘રાઈટિંગ’ જોઈ ને જરૂર લાગે કે ઈંગ્લીશ લેન્ગવેજ પર મજબૂત પકડ કોઈ ગ્રેજ્યુએટ ને શરમાવે તેવી છે. સરળતાથી રોટલી વણી અને શેકી શકે છે. સિલાઈ મશીન પણ ચલાવે છે અને ઑફિસ માં કમલેશભાઈને કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરી ને મદદરૂપ પણ થાય અને પેઇન્ટિંગ પણ પરફેક્ટ કરી શકે છે.



આવું તો વગેરે-વગેરે ‘ઓલ રાઉન્ડર’ કાંડા વગર પણ ઘણુંબધું કરી શકાય એનું જીવતું જાગતું ઉદાહરણ ‘કવિતાબેન’ છે..



🔷 કવિતાબેનના હસબન્ડ કમલેશભાઈ..

સાલ 2012 થી હું કમલેશભાઈને સારી રીતે ઓળખું છું. નખત્રાણાના વથાણ ચોકમાં આવેલ ‘શિવમ’ કોમ્લેક્સના બીજા માળે કમલેશભાઈની ‘ઓફિસ’ હતી. ભાઈ જીવનમાં તો સ્ટ્રગલ કરે છે પણ દરરોજ આ બીજા માળે ઑફિસમાં પોહચવા પણ કમાલની સ્ફૂર્તિ દેખાડે છે.



સ્વભાવે હસમુખા, દરેક જણ ને સારી રીતે મીઠાશથી બોલાવવુ એ એમનો જીવનમંત્ર. માત્ર 2 વર્ષની ઉંમરમાં પોલિયાના એટેક ના કારણે કમર નીચેનો ભાગ ‘પેરાલિસિસ’ થઈ ગયો. પગ થી લાચાર કમલેશભાઈ ‘પગભર’ થવા માટે હિંમત હાર્યા વગર માતા અને પિતાના સહયોગથી સારો અભ્યાસ કર્યો અને આજે પોતાની ઓફિસમાં મકાનના નકશા, ડ્રાફ્ટીંગ, એલીવેશનના કામો કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે..

🔷 કવિતાબેનના અને કમલેશભાઈની ફર્સ્ટ મુલાકાત.

વર્ષો પહેલા કવિતાબેન અને કમલેશભાઈની એક ખાનગી ઑફિસમાં મુલાકાત થયેલ. અવારનવાર થતી મુલાકાત અને સોશિયલ મીડિયાના ઉપયોગથી આ બન્નેની દોસ્તી લવ-મેરેજમાં પરિણમી અને આજે ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે.



🔷 બે વર્ષ પહેલાં લીધેલ ઇન્ટરવ્યૂ નિહાળો…


કવિતા બેન સિલાઈ મશીન પર,કાગળ પર રાઇટિંગ,રોટલી વગેરે કાર્યો હાથના પંજા વગર કરી શકે છે તે આપ નીચે વિડીઓમાં નિહાળી શકો છો.



છીનવી લીધુ એ તો કુદરતની ઈચ્છા પણ જે છે તેનો કેવી રીતે સદઉપયોગ ઉપયોગ કરવો તે આ બન્ને ની જોડીનો સૌને ‘મૅસેજ’ આપ્યો છે.વધુમાં નીચે આપ વિડીઓરૂપે નિહાળી શકો છો..

ઇન્ટરવ્યુ.
નીતિન ભાદાણી.

✍મનોજ વાઘાણી..

9601799904




0 thoughts on “#EkZalak559.. કાર ના સ્ટેરિંગ પર કાંડા વગર કરામત કરતા કોટડા જડોદરના કવિતાબેન કમલેશ ભાઈ રામાણી.. cars drive without hand”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *