#EkZalak557… મુન્દ્રા વિસ્તારનો Sonu સુદ એટલે સેવાભાવી સેંઘાણી..!! દરેક પરિસ્થિતિઓમાં માનવસેવાના કાજે દોડતા હરેશભાઇ મોહનલાલ સેંઘાણીને ઈશ્વરે સંપતિ તો આપી છે,પણ એનાથી મોટું હૃદય આપ્યું છે.મુન્દ્રા વિસ્તારમાં કોવિડ – 19 મહામારી સમયે લોકોને ઓક્સિજન – એમ્બ્યુલન્સ અને આર્થિક રીતે પડદા પાછળ રહીને ભામાશાની ભૂમિકા ભજવી છે…


🔷 મુન્દ્રા વિસ્તારમાં શૂન્ય માંથી સર્જન કરી ચૂકેલા અને માનવસેવા એજ સર્વોપરી સૂત્રને સાર્થક કરનાર ભાઈ શ્રી હરેશભાઇ સેંઘાણી..


સાદું જીવન અને ઉચ્ચ વિચાર સાથે હરહંમેશ સામાજીક તેમજ જરૂરિયાતમંદો લોકોને મદદરૂપ થવાના કાર્યો માટે નાનપણથી જ સતત પ્રયત્નશીલ એવા જેમને માનવસેવા એજ સર્વોપરી સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે.તેવા માત્ર 39 વર્ષીય સેવા ભાવી ભામાશા ભાઈશ્રી હરેશભાઇ મોહનભાઇ.સેંઘાણી..



મૂળ રાયણ ગામના વતની અને હાલ જેમને મુન્દ્રા કચ્છને કર્મભૂમિ બનાવી છે.આજથી 17રેક વર્ષ અગાઉ રાયણ થી મુન્દ્રા મધ્યે કામકાજે આવેલ હરેશભાઇની આર્થિક પરિસ્થિતિ આજના સમયથી તદ્દન વિરુદ્ધ હતી.પણ મન મક્કમ અને કઠિન પરિશ્રમ હમેશા ફળશ્રુતિ જ આપે અને એવું જ બન્યું.આજે પરિસ્થિતિ ટોચ પર છે અને કામકાજે હરેશભાઇ સાથે તેમના ભાઈઓ મોટાપાયે ડામર પ્લાન્ટ ચલાવે છે.માત્ર એક દાયકામાં શૂન્ય માંથી સર્જન કરીને સાબિત કર્યું છે..
હરેશભાઇ જરૂરિયાતમંદો તેમજ સમાજને હમેશા પડદા પાછળ રહીને સતત ગુપ્તરીતે મદદરુપ થતા હોય છે.ઘણા લોકો પાસે પૈસા છે પણ દિલ હોતું નથી અને યોગ્ય જગ્યાએ વાપરતા પણ નથી ત્યારે એ લોકો માટે હરેશભાઇ ખરેખર ઉદાહરણસમાં છે. આજે ઈશ્વરની ખૂબ મહેરબાની થી ભાઈશ્રી હરેશભાઇ લોકોને ખૂબ મદદરૂપ થાય છે અને આર્શિવાદ તેમજ લોકો તેમને દુઆઓમાં યાદ કરે છે..




🔷 COVID-19 મહામારી સમયે લોકોને ઓક્સિજન – એમ્બ્યુલન્સ અને આર્થિક રીતે પડદા પાછળ રહીને ભામાશાની ભૂમિકા ભજવી…

આપણે માનીએ છીએ કે દરેક વ્યક્તિ અંદરથી સારો જ છે.પણ આસપાસની પરિસ્થિતિ ક્યારે અને કેવી સર્જાય એ કોને ખબર..?આ કોરોનાકાળમાં ભલભલા વિચલિત થઈ ગયા ત્યારે લોકોને નિસ્વાર્થ ભાવે મદદરૂપ કઈ રીતે થઈ શકાય એ તો હરેશભાઈ એ શીખવ્યું.અચાનક થયેલ એક્સિડન્ટ કે અણધારી આવી પડેલ માંદગી,સમાજ કે સ્નેહીજન ની સાથે તેમની દરેક પરિસ્થિતિઓમાં પડખે એક પડછાયાની માફક હરેશભાઇ ઉભેલા..



આ મહામારીના એવા સમયે જ્યારે Oxygenની જબરદસ્ત અછત અને લોકોમાં ભયંકર ડર બેસી ગયો હતો કે જો કોરોના સંક્રમણથી જરા અમથી પણ અસર થઈ અને ખુદને અથવા તો પરિવાર કે નજદીકના સંબંધી ને જો હોસ્પિટલાઈઝ થવાનો વારો આવશે તો કરીશું શુ…? નથી બેડ કે ઓક્સીજન..
Covid-19 થી સંક્રમિત થવાના ભયથી લોકો જ્યારે ઘરોમાં છુપાઈને બેસેલા.સગા કે સ્નેહીઓ હોસ્પિટલે સાથે ચાલવા તો ઠીક પણ ફોન ઉપાડવાએ તૈયાર ન હતા એવા કપરા સમયે લોકોની વ્હારે,સાથે તન-મન અને ધનથી આ 39 વર્ષના યુવાન હરેશભાઇ સેંઘાણી સાથે ઉભેલ..

🔷 હરેશભાઇ સાથે ટીમ સભ્યો…

જ્યારે પરમાર્થ નું કાર્ય થતું હોય ત્યારે પરમેશ્વર કોઈ અને કોઈને સાથીદાર તરીકે મૂકે અને એવું જ બન્યું.આ મહામારીમાં લોકો સુધી મદદ પોહચાડવા એકલા નું કામ નથી,આપણે સૌ માનીએ છીએ.ટીમ વર્ક તેમજ હોશીલા અને જોશીલા બિન્દાસ ટીમ સભ્યોની જરૂર પડે અને તેવા જ હરેશભાઇ ને ટીમ સભ્યો મળ્યા.તેમાં જીતુદાદા,ઘનશ્યામભાઈ,પંકજ પટેલ,કપિલભાઈ, પ્રતિકભાઈ, કિરણભાઈ શિવજીયાણી,હરેશ વેલાણી,જીજ્ઞેશભાઈ,સુનિલ રૂડાણી,દિલીપસિંહ તેમજ વિજયસિંહ અને રવિ યાદવ વગેરે ટીમ સભ્યો મુન્દ્રા વિસ્તારમાં ખડેપગે લોકોની સેવામાં હાજરા હજુર રહેલ..




🔷 લોકો ઓક્સિજન માટે વલખા મારતા હતા એવા કપરા સમયે હરેશભાઇ અને ટીમ સભ્યોએ અવિરત ઓક્સિજન બોટલની સેવા પૂરી પાડી હતી..

આપ નીચે આપેલ કચ્છ પત્રિકાના અહેવાલમાં વાંચી શકો છો.ભારતભરમાં ઓક્સિજન બોટલની રીતસરની રદ વાગી રહી હતી તેવા સમયે ઓક્સિજન બોટલની વ્યવસ્થા સમયની તસવીરો..



🔷 સામાજીક ક્ષેત્રે હરેશભાઇ…

નાની ઉંમરે મુન્દ્રા પાટીદાર યુવક મંડળના પ્રમુખ પદ,મંત્રી પદ તેમજ સલાહકાર સમિતિના સભ્ય પદની સેવાઓ આપી ચૂકેલા છે..




🔷 વિવિધ સંસ્થાઓ દ્વારા હરેશભાઇ ના સન્માન ની તસવીરી ઝલક..




🔷 next આર્ટિકલમાં અન્ય હરેશભાઇના સેવાભાવી સાથીદારોની સેવાકીય પ્રવૃતિઓ..

આર્ટિકલ ખૂબ લાંબો થઈ જતા અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ હરેશભાઇના અન્ય સાથીદાર મિત્રોને યોગ્ય ન્યાય મળે તે માટે અલગથી આર્ટિકલ લખીશું.જેમાં Dr.Nilesh bhai & Dr. Avinash ભાઈ સાથે કિરણભાઈ શિવજીયાણીએ ઈમરજન્સી માં ઓક્સિજન ફિલ્ટર મશીન આલ્ટ્રેશન કરીને એક સફળ પ્રયોગ દ્વારા કેટલાય લોકોને જીવતદાન આપ્યું છે.આ સેવાભાવી મિત્રો પર next આર્ટિકલ..



તનથી તંદુરસ્ત,મન થી મક્કમ અને જીવનમાં જબરદસ્ત રહો તેવી હરેશભાઇ અનેક ઘણી શુભેચ્છાઓ….

“જય હો”

ફોટો સેન્ડર..
કિરણ શિવજીયાણી
Aqva point – Mundra

✍️ મનોજ વાઘાણી
નાના અંગીયા – કચ્છ
9601799904



0 thoughts on “#EkZalak557… મુન્દ્રા વિસ્તારનો Sonu sood એટલે સેવાભાવી સેંઘાણી..!!Covid-19 મહામારી સમયે લોકોને ઓક્સિજન – એમ્બ્યુલન્સ અને આર્થિક રીતે પડદા પાછળ રહીને ભામાશાની ભૂમિકા ભજવી છે…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *