#EkZalak556. સુરાબાપા સ્થળ એટલે નખત્રાણા નગરનો જાણે 3D સેટેલાઇટ નઝારો.! ડેવલોપીંગ મોડ ને જોતા,નગરના પ્રજાજનો ને જાણે શ્રાવણીયા વરસાદની મીઠી સુગંધની જેમ એક હિલસ્ટેશનની મહેક આવવા લાગી છે..!!
🔷 સુરાબાપા સ્થાનક પર શાંતિનો અહેસાસ સાથે ત્યાંના વાતાવરણમાં રહેલી ઠંડક અને વહેલી સવારના કેશરીયા આકાશે પક્ષીઓના કલરવ લોકોને બે ઘડી બેસવા મજબૂર કરે છે..!!
સૂર્યોદય થવાની હજુ તૈયારીઓ થઈ રહી હોય અને જ્યાં લગભગ 80% લોકો સુતા હોય એ વહેલી સવારે ઝાકળની થોડીક-ઘણી ભીનાશવાળા વાતાવરણમાં ઠંડક સાથે કેશરીયા આકાશે વિવિધ પક્ષીઓના કલરવનો અદભુત અહેસાસ તો ખરો જ..! ડુંગરના એક છેડે બેસો તો વાડી -વિસ્તાર અને શહેરની બિલ્ડીંગ તો બીજી બાજુ ધડમ ડુંગર અને Nakhatrana – Bhuj Highway પર દોડતા સાધનો વચ્ચે ત્યાં ઉપર સ્થળ પર પ્રકૃતિપ્રેમી અને મેડિટેશન કરનાર માણસને શાંતિનો અહેસાસ કરાવતું સ્થળ એટલે સુરાબાપા સ્થાનક..
🔷 સુરાબાપા સ્થળ એટલે નખત્રાણા નગરનો જાણે 3D Satellite નઝારો.!
સુરાબાપા સ્થળ પર આવ્યા પછી નખત્રાણા વચ્ચે પસાર થતો લખપત – ભુજ હાઇવેની સાથે પ્રાચી નગરી,મણિનગર,જુનાવાસ – નવાવાસ,વથાણ ચોક,ઝીલ રેસિડેન્સી,બસ સ્ટેન્ડ,પોલીસ સ્ટેન્ડ વગેરે – વગેરે પુરા નગર અને વાડી વિસ્તારનો અદભુત નઝારો નઝરે પડે છે..તે આપ ફોટોમાં જોઈ શકો છો.
🔷 નખત્રાણા નગરને વર્ષોથી એક પર્યટન સ્થળની તલાશ છે..!!
છેલ્લા દોઢેક દાયકામાં ગામડાઓ માંથી ધંધાર્થે ઘણાબધા લોકો આવીને નખત્રાણાને કર્મભૂમિ બનાવી અને વસવાટ કર્યો.દાયકા પહેલાં દુકાનો અને પ્લોટના ભાવમાં આવેલ જબરદસ્ત તેજીએ કેટલાય ને રાતોરાત કરોડપતિ બનાવી દીધા.એપાર્ટમેન્ટ, દુકાનો,કોલોની વગેરે ખૂબ ડેવલોપમેન્ટ થયા અને આ નખત્રાણા ધીરેધીરે શહેરનું રૂપ ધારણ કરવા જઈ રહ્યું છે..
નખત્રાણા ને ક્રિકેટ ગ્રાઉન્ડ,બાયપાસ રોડ તેમજ ફરવાલાયક કહી શકાય તેવા સ્થળોનો હજુ પણ અભાવ છે..! બહાર ગામથી આવેલ મહેમાન હોય કે પછી રવિવારની રજા ની મઝા માણવા આ નગરના લોકોને Sant Shree Khetabappa Sansthan – Vithon “વિથોણ ખેતાબાપા સ્થાનક” અને Sanskardham – Deshlpar Kutch સંસ્કાર ધામ દેશલપર સુધી લાંબુ થવું પડે છે.જ્યાં બાગ બગીચા અને છોકરાઓ રમી શકે એવા નાના- મોટા હિંચકા ને પ્લેગ્રાઉન્ડ ઉપલબ્ધ છે..
જ્યારથી નખત્રાણાના સુરાબાપા સ્થાનક ડુંગર એરિયામાં ડેવલોપમેન્ટ ચાલુ થયું છે,ત્યારથી આ નગરના પ્રજાજનો ને જાણે શ્રાવણીયા વરસાદની મીઠી સુગંધની જેમ એક હિલસ્ટેશનની મહેક આવવા લાગી છે..
🔷 રોડ લાઈટ તેમજ સ્થાનક સુધી પગથિયાં અને ફોર વહિલ ગાડી ઉપર જઈ શકે તેવી સુવિધાઓ હાલ ઉપલબ્ધ..
સુરાબાપા સ્થાનકના સંચાલકો તેમજ સુરાણી – રામાણી પરિજનો,દાતાઓ સેવાભાવીઓ વગેરેના સહયોગથી સ્થાનક પર જવા માટે પગથિયાં અને ડેરી પાસે ડેવલપમેન્ટ થયું હતું..
છેલ્લા દોઢેક વર્ષ પહેલાં ગ્રામપંચાયત નખત્રાણા ના સહયોગથી શિખર પર સુરાબાપા સ્થાનક સુધી લાઇટની વ્યવસ્થા થઈ છે.અને લોકો રાત્રે પણ આરામથી જઈ શકે તે રીતના પગથિયાં પર લાઈટો ગોઠવવામાં આવી છે.ડુંગર પર ફોરવહીલ ગાડી જઇ શકે તે માટે રસ્તોઓ સરકારશ્રી ના ગ્રાન્ટ પરથી બનાવવામાં આવ્યા છે..
🔷 ભવિષ્યમાં શુ – શુ ડેવલપમેન્ટ થશે…?
ડુંગર પર સુરાબાપા સ્થાનક પાસે ઉબડખાબડ જમીનને લેવલ કરેલ.આ જમીનની ફરતે બાઉન્ડ્રી પર વિવિધ ફુલછોડનું વૃક્ષારોપણ તેમજ ત્યાં પાણીની સુવિધાઓ માટે ટાંકો અને બ્લોક પાથવારવા જેવી વગેરે સુવિધાઓ ડેવલોપ થશે..