#EkZalak547.. મણિલાલ મેઘજી રૂડાણી લોકો ને આટલો “મીઠડો” કેમ લાગે છે…? ન “ભાજપ ન કોંગ્રેસ” છતાં એ બાળકો થી લઈને બુઝુર્ગોમાં આટલી લોક ચાહના શુ કામ..?માનવસેવા ને સર્વોપરી રાખીને દરેક પરિસ્થિતિમાં દોડતું સાદગીભર્યું વ્યક્તિત્વ એટલે મણિલાલ કાકા મેઘાણી.(એ પછી બપોરના બે વાગ્યા હોય કે રાત્રી ના..!!મણીલાલ કાકાને હાદ કરો એટલે હાજરાહજૂર જ હોય એવા તો અનેક દાખલાઓ છે)
🔷 મણીલાલ આટલો મીઠડો કેમ….???
આ એવું ફેંકશીબલ પાત્ર છે..!!માત્ર પટેલો જ નહીં પણ તમામ જ્ઞાતિઓના લોકો અપેક્ષાઓ રાખે છે..!! અને લોકો ને ખૂબ ભરોસો છે કે મણીલાલ ને કાને વાત રાખશું એટલે એ આપણું કામ 100% કરશે જ,અને મણીલાલ કાકાએ ઢગલાબંધ લોકોના કાર્યો દિલ ખોલીને કર્યા છે.લોકોને તકલીફમાં ટેકો આપવો એ એમનો જાણે જીવનમંત્ર..
ચર્મ રોગથી પીડાતા દર્દીના નજીક બેસવું પણ અશય હતું ,તેવા સમયે મોટાભાગના લોકો ડ્રાઈવિંગ માટે રાજી ન હતા.તેવા કપરા સમયે અગરબત્તી અને સુગંધિત ધુપના સહારે મણિલાલ કાકાએ ગાડીને હંકારીને રાજકોટ હોસ્પિટલે પોહચાડીને જે મલમરૂપ કાર્ય કરેલ એની ચર્ચા તો આજે પણ ચોકે થાય છે..!પૈસાની પરવાહ કર્યા વગર આ પરોપકારી જીવડો મણિલાલ લોકોની પીડાને જાણે પોતાની પીડા માને છે..!
દાખલો લઈ લો હાલ નો જ “દર્શન પારસિયા” નો.એક નો એક પુત્ર જ્યારે મા-બાપની મરજી વિરુદ્ધ આધ્યાત્મિક જીવનનો રસ્તો આત્મસાત કરવા જઈ રહ્યો હતો ત્યારે તેને ઘર તરફ પ્રયાણ કરવા માટે મણિલાલ કાકા ઇસ્કોન મંદિર – અમદાવાદ મધ્યે એડીચોટીનું જોર લગાવામાં ભાઈઓ સાથે આગળ પડતા હતા.પોતાના ઘરના પ્રશંગો,તહેવારો કે વાવણી ની સીઝનમાં ખેતીવાડીના કાયોને એકબાજુ મૂકીને તકલીફમાં ટેકો આપે છે ને દોસ્ત એટલે જ મણિલાલ આટલો મીઠડો લાગે છે..(સેવાકીય કાર્યોના તો આવા તો હજારો દાખલા છે એના ઘણા લોકો સાક્ષી છે)
🔷 ન ભાજપ ન કોંગ્રેસ આ એવું વ્યક્તિત્વ છે જે કદાચ અપક્ષમાં પણ ફાર્મ ભરે તો લોકો વધાવી જ લે..!!
લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે દિશામાં સતત પ્રયાસ કરતા મણિલાલ કાકા કોઈપણ નાત જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદ લોકો સુધી મારી સેવા કઈ રીતે પોહચી શકે તેના માટે 24 કલાક 365 દિવસ હંમેશા તતપર જ હોય છે.
છેલ્લા 9 વર્ષથી નાના અંગીયાના પંચાયત કાર્યોથી સંકળાયેલા મણિલાલ કાકાના કાર્યોથી લોકો ખૂબ ખુશ છે.સાથે તેના મેળાવડા વ્યક્તિત્વથી લોકો સાથે અલગ સબંધ બંધાયો છે.આ એવું વ્યક્તિત્વ છે જેને આમ તો કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી અને કદાચ અપક્ષમાં પણ ફોર્મ ભરે તો લોકો વધાવી લે એ નક્કી.
🔷 તાલુકા પંચાયત અંગીયા -1 સીટ વિસ્તારના આવતા ગામડાઓને અનુભવ કામ લાગશે…
મણિલાલભાઈના ધર્મપત્ની સંગીતાબેન મણિલાલ મેઘાણીને કોંગ્રેસ પક્ષે તાલુકા પંચાયત નાના અંગીયા -1 સીટના ઉમેદવાર તરીકે ટીકીટ આપી છે.ત્યારે મણિલાલભાઈનો પંચાયત કાર્યોમાં 9 વર્ષોનો અનુભવ અને સામાન્ય માણસ સાથે સેટ થઈ જતો સ્વભાવ આ વખતે જો નાના અંગીયા સીટમાં આવતા ગામોના લોકો મણિલાલ ભાઈના ધર્મપત્નીને જીતાડશે તો બહોળો લાભ અવશ્ય થશે.
ઉપસરપંચ પદ પર બિરાજમાન મણિલાલ ભાઈ છેલ્લા પાંચ વર્ષમાં અંગીયા ગામ મધ્યે જરૂરિયાત વાળી જગ્યાએ લાઈટ સુવિધા,RCC રોડ તેમજ શેરીએ-શેરીએ આકર્ષક બ્લોક,નવી આંગણવાડી તેમજ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
🔷 મણિલાલ એટલે અંગીયા વિસ્તારની 108…!! તાજેતરમાં ચૂંટણી પ્રચાર એક બાજુ મૂકીને કેન્સર પેસેન્ટ સાથે અમદાવાદ પોહચેલ..
28 ફ્રેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે.અને તેમાં પણ તેમના ધર્મપત્ની સંગીતાબેન એ કોંગ્રેસ પક્ષ તરફથી અંગીયા -1 સીટ પર ઉમેદવારી નોંધાવી છે.તેવા સમયે મત વિસ્તારમાં આવતા ગામડાઓમાં પ્રચાર કાર્યક્રમ સ્થગિત કરીને,મિત્રો તારીખ 16,17,18 ફ્રેબ્રુઆરીના અમદાવાદ પોતે પેસેન્ટ સાથે ખુદ ગાડી હંકારીને રાતોરાત ઈમરજન્સી માં હોસ્પિટલ પોહચેલ..!અચાનક નાના અંગીયા ગામના એક 37 વર્ષના યુવાન ભાઈને કેન્સરની અસર જણાતા તાત્કાલિક ટ્રીટમેન્ટ માટે ગયેલ અને ટાઇમસર સારવાર મળી રહેતા એ ભાઈની તબિયત માં હાલ સુધારો છે.
પરોપકારી જીવન જીવતા મણિલાલભાઈ આગળ જ્યારે સેવાની વાત આવે ત્યારે તો તે ઘસાઈ જાય.આવા તો સેવાકીય કાયોની અનેક સ્ટોરીઓની સ્ટોરી લખાય પણ કહેવાનો મતલબ એટલો જ છે કે મને કોઈ ટેકો આપે કે ન આપે પણ હું તકલીફમાં સર્વેને ટેકો આપું એવા “પરોપકારીના જાણે ભેખધારી” મણિલાલભાઈના ધર્મપત્ની તારીખ 28 ફ્રેબ્રુઆરી રવિવારના રોજ તાલુકા પંચાયત અંગીયા વિસ્તારની ચૂંટણી લડી રહ્યા છે,ત્યારે આપણે સૌ ભારે મતદાનથી જીતાડીને મણિલાલ ભાઈ જેવા સેવાભાવી માણસોને મોટીવેટ કરીએ..
🔷 તાલુકા પંચાયત અંગીયા સીટ ને હાદ કરો ને હાજરાહજૂર હોય એવો ઉમેદવાર મળવા જઇ રહ્યો છે..!
લોક મુખે તો એવી વાતો ચર્ચાઈ રહી છે કે “કોંગ્રેસ કે ઉમેદવાર ખાસો મેલ્યો આય” મણિલાલ ભાઈના મદદરુપ થતો સ્વભાવથી આસપાસના ગામડાઓના લોકો મોટાભાગે પરિચિત છે..!લોકો ત્યાં સુધી વાકેફ છે કે અંગીયા ગામે થતી નાની મોટી સમસ્યાઓમાં મણિલાલ ભાઈ પોતે કારીગરો સાથે ઉભા રહીને પાણીની લાઈનો,ગટરની લાઈનો,રોડ લાઈટના કાર્યો,ગામમાં ડેન્ગ્યુ ઉપદ્રવ હોય ત્યારે મીની ટ્રેક્ટરથી દવાના સ્પ્રે છટકાવ જાત મહેનતે કરે છે..
આખરે સ્થાનિકોના સળગતા પ્રશ્નો સ્થાનિક ઉત્સાહી ઉમેદવાર જ ઉકેલશે એ નક્કી.કદાચ તમને મણિલાલ ભાઈનું પારખુ લેવું હોય તો રાત્રે બિન્દાસ મો.9427433288 માં કોલ કરી જોજો…
“જય હો”
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904