#EkZalak539.. કચ્છનું કરોડ વર્ષ જૂનું ઉલટ સ્થિત “કાળીયા ધ્રોને” 2021માં વિશ્વની 52 ફરવાલાયક સ્થળોના લિસ્ટમાં સમાવેશ કરતું “ન્યુયોર્ક ટાઇમ્સ”👌કુદરતે છુટા હાથે સૌંદર્ય વેર્યું છે એવું આ સ્થળ વરસાદી મોસમમાં જીવંત બન્ને છે.!#EkZalak525માં પશ્ચિમ કચ્છના પાંચ ધોધમાં કાળીયા ધ્રો નો વિસ્તૃત ઉલ્લેખ કરેલ છે..
🔷 છેલ્લા દાયકાઓમાં ગુજરાત ટુરિઝમ દ્વારા કરાયેલી ડીઝીટલ જાહેરાતો બાદ,કચ્છ પ્રદેશ પ્રવાસીઓને પોતાના તરફ આકર્ષવામાં સફળ રહ્યો છે..
કુદરતે કચ્છ ને સમુદ્ર,મીઠાનું રણ,બન્ની પાસેનો બન્ની ગ્રાસલેન્ડ,છાંરી ઢઢ અને વિશાળ ડુંગરાળ વિસ્તાર અને એમાંય બાવળ,બોરડી,ખાખરો,ખેર વગેરે અવનવી વનસ્પતિઓ ધરાવતું વન વિસ્તાર પણ આપ્યો છે.તેમાંયે વરસાદી મોસમમાં આ વનવગડાઓ ઓર રંગીન અને અનેક વનદીઠી જગ્યાએ ઝરણાં સાથે ધોધ વહી નીકળે છે એના ફોટો અને વિડિઓ જોવા મળે છે..
અમિતાભ બચ્ચનની “કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખાની” જાહેરાત બાદ કચ્છ તરફ પ્રવાસીઓ નો ભારે ઘસારો જોવા મળે છે.!વાઇટ રણ ને તો જોવા દર વર્ષે વિશ્વભર માંથી પ્રવાસીઓ આવે છે.તે સિવાય પણ મનમોહી લે તેવી કચ્છમાં ઘણીબધી જગ્યાઓ આવેલી છે.સોશિયલ મીડિયાના ભારે ઉપયોગ બાદ ધીમેધીમે લોકો અનેક જગ્યાઓ થી પરિચિત થાય છે અને ફોટો જોઈને આશ્ચર્ય પણ થાય છે કે આ જગ્યા કચ્છમાં…??
પશ્ચિમ કચ્છમાં ઉલટ સ્થિત “કાળીયા ધ્રોને” 2021માં વિશ્વની 52 ફરવાલાયક સ્થળોના લિસ્ટમાં “ન્યુયોર્ક ટાઇમ્સ” એ સમાવેશ કર્યો છે.તે પરથી વિચારી શકાય કે વરસાદી મોસમમાં આ જ્ગ્યા કેટલી રંગીન હશે..??કચ્છમાં કુદરતે છુટા હાથે સૌંદર્ય વેર્યું છે તેનો ઉલટ પાસેનો આ વિસ્તાર બેસ્ટ નમૂનો છે..!👌
🔷 કુદરતે બેનમૂન કરીગરી કરી હોય એવો ઉલટ પાસેનો “કાળીયા ધ્રો ઘોધ”
નદીના સપાટ પટ પર જે પથ્થરો પર વહેણની કોતરણીઓનો આકાર જોતા,વર્ષો પહેલા અહીં નદીનો બહુ તેજ પ્રવાહ વહેતો હશે એવું કહેવું જરાયે ખોટું નથી.ઓછા લોકો આ જગ્યાથી પરિચીત હશે.!ઘણાબધા લોકોએ તો આ નામ પણ પ્રથમ વખત સાંભવ્યું હશે…??આ “કાળીયા ધ્રો ઘોધ” જેવી જગ્યાઓ સારા વરસાદમાં જીવંત બન્ને છે.અહીં વહેલા ઝરણા અને ઘોધ અને આજુબાજુ ની સીનસીનેરી અને એમાં પણ સાંજના ભાગે આકાશે કેસરિયો કલરને જોતા તમે કોઈ વિદેશી ધરતી પર હો એવો અહેસાસ કરાવે સાથે પ્રકૃતિપ્રેમી ને પોતાના ચુંબકીય લગાવ લગાડવામાં “કાળીયા ધ્રો ઘોધ” સફળ રહ્યો છે..
ગુગલ મેપ પર આપ ”ulat” ઉલટ સર્ચ કરશો એટલે આપણે સીધું આ રમણીય સ્થળ બતાવશે.આ જગ્યા વિશે મને ગામ વિથોણના ”હનીફ રાજાએ” માહિતગાર કર્યો હતો..