#EkZalak535…મગજમારી તો મોટા કરવામાં છે..!!વાવીને વાતો કરવાથી ન થાય.દેવ-દર્શનમાં કે મંદિરે સાધુ સંતોને પગે લાગવામાં બિલકુલ માનતો નથી..!!પણ પાદરે પહેરો ભરવામાં અને લોક ઉપયોગી કાર્યોની સાથે છોડને પાણી પીવરાવામાં પ્રથમ પ્રાથમિકતા પ્રદાન કરતા વડીલશ્રી લાલજીભાઈ પ્રેમજી કેશરાણી..!ભૂખી નદી વચ્ચે 200 છોડને “છાંયડા” લાયક બનાવવી ને “વૃંદાવન” ઉભું કરતા ત્રણ “ત્રિપુટી” એટલે (લાલજીબાપા,અજુભાઈ રૂદાણી અને અમ્રતભાઈ વાલજીયાણી)
સરકાર શ્રી તરફથી દર ચોમાસામાં વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન થતું આવે છે અને સાથે વર્ષ દરમિયાન વૃક્ષારોપણના આંકડાઓ પણ જાહેર થતા હોય છે.કેટલા વૃક્ષોનો ઉછેર થયો અથવા તો પાણી વગર તરસીને છોડવા શોષાઈ ગયા એ જાહેરાત થઈ ખરી…???સરસ મઝાનો છોડ વાવી ને વોટ્સએપ ગ્રૂપમાં કે ન્યૂઝ પેપરમાં ફોટો અને સેલ્ફી ઓ કેટલાય ની જોઈ છે પણ એ મોબાઈલમાં માત્ર ફોટો પૂરતા. આંકડાઓ મુજબ જો આટલું વૃક્ષારોપણ થતું હોય તો મને તો લાગે છે એમેઝોન જંગલ અહીં પાંચ વર્ષમાં તૈયાર થઈ જાય..!!
મહેનતુ અને ખંતિલા તો ખરા પણ ગામના વડલે અને ઓટલે ભાઈબંધ જોડે ગપ્પા- ગોષ્ટિ કરવાની તો બધાને મોજ પડે પણ એમાંય જો આ નવરાશની પળ ના માત્ર બે-કલાક જો છોડવા ઉછેરવામાં આપીએ તો બે વર્ષમાં છાંયડા લાયક અવશ્ય બની શકે એવા ભાવથી અને બહુ લાડથી લાલજીબાપા, અજુબાપા અને અમૃતભાઈ આજકાલ ઉછેરી રહ્યા છે.
આ છોડવા જ્યારે “છાંયડા” લાયક બનશે અને કોઈ વટેમાર્ગુ કે દાદાના શરણે આવેલ દર્શનાર્થી ઉનાળામાં 45 ડીગ્રી તાપમાનમાં વટવૃક્ષ નીચે બેસીને શીતળ છાયાનો આશરો લઈને પરમ આનંદની અનુભૂતિ કરી રહ્યો હશે..!!ત્યારે એને જે તૃપ્તિ થશે, એના અંતરના આર્શીવાદ આ ત્રણ ત્રિપુટીને પણ અવશ્ય મળશે..
પહેલા તો બન્જર ટાઈપ અને લેવલ વગરની આશરે દોઢેક એકર જમીન અહીં ભિખારી નાથ દાદાના મંદિર આગળ હતી.દાદાની દેખરેખ રાખતી કમિટી અને સેવાભાવી લોકો દ્વારા સુધારો વધારો કરીને તેને બાઉન્ડરી બંધ કરવામાં આવી..અને મોટા અંગીયાની વોટર સપ્લાય દ્વારા અહીં પાણીની ફૂલ ટાઈમ વ્યવસ્થા પણ કરવામાં આવી છે
આ જમીન પર નવેસરથી લેવલિંગ કરીને આશરે 200ની આસપાસ જાતમહેનતે ખાડાઓ ખોડીને તેમાં જરૂરી ખાતર અને પાણીની કાયમી વ્યવસ્થા માટે ડ્રિપ પાથરીને લાલજીભાઈ,અજુભાઈ અને અમૃતભાઈએ વરસાદી મોસમમાં 200 નાના ઝાડવાઓ વાવ્યા તો ખરા પણ તેને ઉછેરવાની જવાબદારી પણ શિરે ઉઠાવી તે આપ નીચે તસવીરો માં જોઈ શકો છો..
નાના અને મોટા અંગીયા બન્ને ગામની વચ્ચે આવેલી ભૂખી નદી સ્થિત “દાદા ભીખારીનાથનું” શીખરબંધ મંદિર આવેલુ છે.બે વર્ષ અગાઉ 2018માં બન્ને ગામના સેવાભાવીઓ,દાતાઓ અને ઉત્સાહી યુવાનોના સહયોગથી મંદિરનો તૃતીય જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.આ તૃતીય જીણોધ્ધાર આયોજનમાં છગનભાઇ પારસિયા (monex) ઘનશ્યામભાઈ પારસિયા, હંસરાજભાઈ પારસિયા,હભુભાઈ રબારી,લાલજીભાઈ કેશરાણી,મોહનભાઇ પારસિયા (Om Cable) ઇકબાલ ગાંચી (સરપંચ મોટા અંગીયા) તુલસીભાઈ ગરવા,મણીલાલ મેઘાણી (સરપંચ નાના અંગીયા) રતનશીભાઈ રૂડાણી, નરશીભાઈ પોકાર,જેન્તીલાલ પારસિયા (જશરાજ) વેરશી ભોપા,સોના કરના,દિનેશભાઈ રૂડાણી,રવજી પરબત,દાનાભાઈ પારસિયા,દિનેશ નાકરાણી, વગેરે ભાઈઓ આ આયોજનને સફળ બનાવા જહેમત ઉઠાવી તે નીચે આપ વિડીયો રૂપે નિહાળી શકો છો સાથે તે સમય વૃક્ષારોપણ અને અત્યારે જે બાઉન્ડરી બંધ જમીન છે તે પહેલાં કેવી દેખાઈ રહી હતી તે 2018માં ડ્રોન કેમેરાથી શૂટ થયે મંદિરનો વિડિઓ નિહાળો..
કશુંક વાવીએ તો ચારેક વર્ષમાં લોકોને બે ઘડીની મોજ અને ઉનાળાના બળબળતા ભઠમાં હૈયાને ઠંડક વળે એવો શીતળ છાયડો મળી રહે એવો વિચારના બીજ ત્રણ ત્રિપુટી “લાલજીભાઈ,અજુભાઈ અને અમૃતભાઈમાં રોપાણા હતા.પોતાનો કિંમતી સમયદાનની સાથે તન,મન અને ધનથી નદી કિનારે આ ત્રણ ત્રિપુટીએ ગુલમહોર,વડ,પીપળો,લીમડો, બદામ વગેરે વિવિધ પ્રકારના એમ આશરે 200 ઝાડ વાવ્યા છે,સાથે તેની સારી રીતે દેખરેખ નાના બાળકો ની જેમ કરી રહ્યા છે.આસપાસ ગામના લોકો પણ સારો એવો સહયોગ આપી રહ્યા છે.એવું આ સેવાભાવી ત્રિપુટી જણાવી રહ્યા છે..
સેવાકીય કાર્યોમાં સદાય અગ્રેસર અને હાદ કરો ત્યાં હાજરા હજુર રહેતા આ ત્રણેય વડીલને આપ નાના અંગીયામાં ભૂતકાળમાં ઉજવાયેલા સામાજીક અને ધાર્મિક ઉત્સવોની જૂની ફોટોગ્રાફીમાં અચૂક જોવા મળી જાય છે.!!છોડવા ને ઝડપથી કેમ મોટા કરવા એ તો વર્ષો જૂનો આ લોકોનો તરઝૂબો છે.
આજની તારીખે શરીરને સ્વસ્થ રાખવા ખેતી વાડીએ પુત્રને જરૂરત મુજબ મદદરૂપ થાય પણ ખરા.તદ્દ ઉપરાંત લાલજીબાપા અંગીયાની ગૌ સમિતિમાં વર્ષોથી સેવા આપી રહ્યા છે.અજુભાઈ રૂદાણીએ 90ના દાયકામાં નાના અંગીયામાં મહાભારતના રથ નું અને પોતાની વાઇટ કલરની જીપનું પણ જબરદસ્ત આલ્ટ્રેશન કરેલું એ એની માસ્તરીના તે સમયે સૌ ગ્રામજનોએ દર્શન કરેલા.મતલબ સામાજીક કે ધાર્મિક પ્રવૃત્તિઓમાં હાજરી અચૂક જોવા મળે છે.હનુમાન જ્યંતીના રોજ લોટનો પ્રસાદ બનાવવામાં આ ત્રણેય ત્રિપુટીની હાજરી અચૂક હોય છે..
આપ અન્ય માટે ખરેખર પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે અને ઇષ્ટદેવ સદાય આપણે તાજા,માજા અને સાજા રાખે એવી પ્રાર્થના..
“જય હો”
નાના – અંગીયા
9601799904
