#EkZalak520… લોકડાઉન + અનલોક 1 & 2 એમ પોણા 5 મહિનામાં 400 ઉપર સફળ ડિલિવરી સાથે 80 ઓપરેશન તેમજ 5000થી વધારે દર્દીનું ચેકઅપ કરનાર,એ દિશામાં સતત પ્રયત્નશીલ એવા તબીબ જેમને એકપણ રજા રાખ્યા વિના હોસ્પિટલમાં હાજરાહજૂર રહીને માનવસેવા એજ સર્વોપરી સૂત્રને સાર્થક કરતું પાત્ર એટલે ડો.શક્તિસિંહ વાઘેલા સાહેબનું…(કચ્છ જિલ્લા સેવા સદને 15મી ઓગસ્ટના વિશિષ્ટ સન્માન કર્યું તે વેળાની આછેરી તસ્વીરી ઝલક….💐💐💐💐)



• 120 કિલોમીટર દૂરથી ડિલિવરી માટે આવતા ત્રણ તાલુકાના લોકો….

કચ્છ જિલ્લો વિસ્તારમાં મોટો અને એમાં પણ પશ્ચિમ કચ્છના છેવાડાના લખપત,અબડાસા અને નખત્રાણા તાલુકાના ગામડાઓના લોકોને મેડિકલ હેલ્પની પ્રાથમિક સુવિધા નખત્રાણાની હોસ્પિટલ પુરી પાડે છે.તેમાં પણ સ્ત્રી રોગ નિષ્ણાત અને સગર્ભા સ્ત્રીઓની મોટાભાગે ડિલિવરી નખત્રાણાની જાણીતી દેવાશિષ હોસ્પિટલમાં થતી હોય છે.!120 કિલોમીટર દૂર છેવાડાના કોટેશ્વર-નારાયણ સરોવર, લખપત વગેરે ગામડાઓના લોકો મોટા ભાગે પ્રેગ્નન્સી થી પ્રસુતિ સુધીની ટ્રીટમેન્ટ ડો.શક્તિસિંહ વાઘેલા સાહેબ પાસે કરાવતા હોય છે.આ ત્રણ તાલુકાની જવાબદારી એકલા સાહેબ અને તેના સ્ટાફના શિરે છે..હોસ્પિટલમાં દિવસ -રાત opd થી ઓપરેશન રૂમ અને સગર્ભાને સાંત્વના આપી ડિલિવરીમાં નોર્મલને નજદીક પોહચાડવામાં સતત પ્રયત્નશીલ રહેતા ડો.શક્તિસિંહ વાઘેલા સાહેબે છેલ્લા પાંચ મહીનાથી (22-3-20 થી 15-8-20) હોસ્પિટલમાં એક પણ દિવસ રજા રાખી નથી અને સતત હાજર રહીને 5000થી વધારે દર્દીનું ચેકઅપ કરીને એક માનવસેવા એજ પ્રભુ સેવા સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે..



• દર મહિને અંદાજીત 100 ઉપર ડિલિવરી..

દેવાશિષ હોસ્પિટલમાં ગાયનેક વિભાગ તરફ જોઈએ એટલે બન્ને બાજુના બાંકડાઓમાં દર્દીની લાઈનઓ ફૂલ હોય..!પ્રેગ્નન્સી ચેકઅપથી પ્રસુતિ માટે આવેલ દર્દીઓ અંદાઝે ત્રણ તાલુકાઓ પરથી આવતા હોવાથી દરરોજ અંદાજિત ત્રણ થી ચાર ડિલિવરી થતી હોય છે.સફળ ડિલિવરી માટે સાહેબ મોટાભાગે હોસ્પિટલમાં હાજર રહી, દર્દીને કોઈ અગવડ ઉભી ન થાય તેના માટે સતત પ્રયત્ન કરતા હોય છે અને દર મહિને 100 થી 120 સફળ ડિલિવરી કરતા હોય છે.લોકડાઉન + અનલોક1 & 2 દરમિયાન અંદાજીત પોણા પાંચ મહિનામાં 400થી વધારે ડિલિવરી નખત્રાણાની જાણીતી હોસ્પિટલ દેવાશિષમાં ડો.શક્તિસિંહ સાહેબ અને તેના સપોર્ટ સ્ટાફે કરેલ..



• લોકડાઉન દરમિયાન 80 ઓપરેશન..

કોરોનાકાળમાં ઇમરજન્સીના ભાગરૂપે મોટાભાગે સાહેબ હોસ્પિટલમાં હાજર રહી અને સ્ત્રીઓની જટિલ ગણાતી ગર્ભાશયની ગાંઠ વગેરે નાના-મોટા 80 ઉપર સફળતમ ઓપરેશન દેવાશિષ હોસ્પિટલમાં ડો.શક્તિસિંહ વાઘેલા સાહેબે કરેલ..

• સાતમ -આઠમના એક દિવસે 20 ડિલિવરી કરાવેલ..

સાહેબ સોશિયલ મીડિયા માધ્યમમાં એક્ટિવ એટલે વાર-તહેવારે પોતે હોસ્પિટલમાં હાજર રહેવાના હોય અને દર્દીને અગવડ ઉભી ન થાય એ હેતુથી અવારનવાર ખાસ મેસેજ મોકલતા હોય છે,કે હું આ તહેવારે હોસ્પિટલમાં હાજર જ હોઇશ અને અન્ય કોઈ ડોક્ટર પાસે તમારી ફાઇલ ચાલુ હોય તોય કોઈ વાંધો નહિ અમારા અહીં દરેકનું સ્વાગત જ છે.અને સ્ટેટ્સ અને પોસ્ટમાં ઘણીવાર તમે મેસેજ પણ વાઇરલ થતા જોયા હશે..આ વખતે સાતમ -આઠમ ના પણ હાજર રહીને લગભગ એકદિવસમાં અંદાઝે 20 જેટલી ડિલિવરી કરાવી હતી..



• કચ્છ જિલ્લા સેવા સદન દ્વારા વિશિષ્ટ સન્માન…

નખત્રાણા વિસ્તાર તેમજ લખપત,અબડાસા અને નખત્રાણા એમ ત્રણ તાલુકાના દર્દીઓને કોવિડ-19ના સમયમાં હોસ્પિટલમાં હાજરાહજૂર રહીને જે સેવા આપી તે બદલ 15મી ઓગસ્ટના રોજ કચ્છ જિલ્લા સેવાસદન દ્વારા નખત્રાણા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ખાતે નાયબ કલેક્ટર પ્રવિણસિંહ જેતાવત સાહેબએ ડો.શક્તિસિંહ સાહેબનું વિશિષ્ટ સન્માન કર્યું હતું…


શરીરે સ્વસ્થ,દર્દીઓની સેવામાં વ્યસ્ત અને મનથી મસ્ત રહો તેવી આપશ્રીને શુભેચ્છાઓ…

‘જય હો’

✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

— Thank You —


0 thoughts on “#EkZalak520… લોકડાઉન + અનલોક 1 & 2 એમ પોણા 5 મહિનામાં 400 ઉપર સફળ ડિલિવરી સાથે 80 ઓપરેશન કરનાર ડો.શક્તિસિંહ વાઘેલા સાહેબનું……..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *