#EkZalak517…. છત્તીસગઢ રાજ્યના ખમતરાઈના ખમીરવંતા કચ્છી માડુ ”અશોકભાઈ પટેલ” (કોરોનાકાળમાં માનવતાનું અનોખું ”પડોશી પ્રેમનું” ઉદાહરણસમાં પાટીદાર બેલ્લી અશોકભાઇ પટેલની એવોર્ડતુલ્ય કામગીરીને બિરદાવતું અખબાર નવભારત ન્યૂઝ રાયપુર)
*કોરોનાકાળમાં અશોકભાઈનું એવોર્ડતુલ્ય કાર્ય..
એઇડ્સ જેવા લાંબેગાળે ખતરનાખ રોગ હોય એને તો લોકો આશરો આપતા જોયા છે..!એનું કારણ એ રોગ બ્લડ ટુ બ્લડ સંપર્કમાં આવતા પોઝિટિવ થાય છે.જ્યારે તમને ખ્યાલ છે કે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે (મતલબ જીવતા બોમ્બ સમાન) અને એના સંપર્ક માત્રથી તમે પણ કોવિડ – 19ના શિકાર બની શકો તેમ છો,એવા કપરા સમયે લોકોની વાહિયાત વાતોને એક કાનથી બીજા કાને કાઢી મુકીને જે સંક્રમિત છે તેના પરિવારની બીજી ચાર વ્યક્તિ સંક્રમિત થતા બચાવવા ખાતર પોતાના નીચેના ઘરમાં તાત્કાલિક ધોરણે વ્યવસ્થા ઉભી કરતા ખમીરવંતા કચ્છી માંડું અશોકભાઈ પટેલનું એવૉર્ડ તુલ્ય કાર્યની નોંધ ત્યાંના નવભારત અખબારે પણ લીધી છે..👌👌
• કોરોના દર્દીને પોતાના ઘરે જગ્યા આપી..
જ્યારે લોકડાઉન-1જાહેર થયું ત્યારે કોવિડ -19 અંગે માહિતીના અભાવને કારણે લોકો ખૂબ ડરેલા હતા..!!એ ટાઈમે તો ભારતભરમાં કોરોના પોઝિટિવના કેસ પણ 500ની અંદર હોવા છતાં એ ભય ભલભલા લોકોને ડરાવા કાફી હતો.હાલ એ સંખ્યા 15 લાખને પાર થવા જઇ રહી છે તેવા સમયે લોકો એકબીજાનો સંપર્ક બન્ને તેટલો તાળી રહ્યા છે સાથે એકબીજાથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે.જ્યારે છત્તીસગઢ રાજ્યની રાજધાની રાયપુરથી નજદીક ખમતરાઈ સ્થિત અશોક બાબુભાઇ પટેલના સામેના ઘરમાં રહેતા પડોશી કુટુંબના મોભી પોતાના રિલેટિવના સંપર્કમાં આવી ગયા હતા અને પાછળથી ખ્યાલ પડયો કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.પોતે પોતાના ઘરમાં જ ક્વોરોન્ટાઇન થઈ શકે એવી વ્યવસ્થા પણ ન હતી સાથે તેમના ઘરના સભ્યો સંક્રમિત થવાનો પૂરેપૂરો ભય હતો અને અન્ય લોકો પણ સંક્રમિત ન થાય એવા કપરા સમયે અશોકભાઈ પટેલએ ક્વોરોન્ટાઇન માટે પોતાના નીચેના ઘરમાં વ્યવસ્થા કરાવીને માનવતાની મિશાલ પેસ કરી છે..(એ ક્વોરોન્ટાઇન થયેલ વ્યક્તિનો રિપોર્ટ પણ પાછળથી પોઝિટિવ આવ્યો)
આમ અશોકભાઈ પટેલએ ખરેખર એવોર્ડતુલ્ય માનવ કલ્યાણનું કાર્ય કર્યું છે.જેમની નોંધ અખબાર જગતે તો લીધી છે સાથે ત્યાંની સરકારને પણ ખરેખર શાબાશીરૂપી પીઢ થાબળવી જોઈએ કેમકે આ પણ કોરોના વોરોઅર્સના સમકક્ષ કાર્ય છે…
‘જય હો’
ફોટો સેન્ડર..
રમેશ પટેલ – રાયપુર
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904