#EkZalak511.. આકાશી આફત સામે સચેત રહેવામાં છે સાચી સમજદારી.. (વરસાદી મોસમમાં આકાશી વીજળી થી બચવાના સરળ ઉપાય દર્શાવતો રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધીકરણ ભારત સરકાર દ્વારા વિડિઓ જારી )
આકાશી વીજળીનો ગઈ કાલે મોટોબનાવ બિહાર ખાતે બની ગયો.તેમાં 83 લોકોના દુઃખદ મોત થયા..!50 ઘેટાંના મોત..!!10 ગાય-ભેંસ વૃક્ષો નીચે વાડામાં બાંધેલ હતી,તેના આકાશી વીજળી પડવાથી પળભરમાં ભડથું થઈ ગઈ એવું હું અને તમે હવે અવારનવાર ન્યૂઝ ચેનલોમાં કે સમાચારમાં વાંચતા,સાંભળતા અને જોતા આવ્યા છીએ..!!સાચું ને..?તાજું ઉદાહરણ માંડવી તાલુકાના પાટીદાર ભાઈનું જ જોઈ લ્યો..? પોતાના વાડીમાં લીમડાના ઝાડ નીચે પોતાનું ટિફિન લેવા ગયા અને ઉપર ગડગડાટ કરતી વીજળી એ ઝાડ ઉપર પડતાની સાથે જીવ ખોવાનો વારો આવ્યો..😢😢
પહેલા વીજળી પડવાના બનાવો બહુ ઓછા થતા સાથે જાનહાની ના પણ સમાચારો સાંભળવા એટલા મળતા નહીં. આજકાલ ઉભા લીટા કરતી વીજળી પડવાના બનાવો વધી રહ્યા છે.ચાલુ વરસાદે ન્હાવામાં લોકો રિસ્ક અનુભવી રહ્યા છે અને જે દિવસે વરસાદ થયો હોય એના બીજા દિવસે સવારે ન્યૂઝ પેપરોમાં વીજળી પડવાના બનાવોના માઠા સમાચારોનો આંકડો છપાતો જ હોય છે.
વરસાદી મોસમમાં ખુલ્લી જગ્યામાં કામ કરતા ખેત મજૂરો હોય કે અન્ય,અચાનક જો આ ”આકાશી’ આફત આવે તો તેનાથી બચવા માટે શુ કરવું તેનો વિડિઓ રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધીકરણ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે.અને તેમાં કઇ જગ્યાએ વીજળી પડવાના ચાન્સ વધારે છે અને તેનાથી બચવા માટે નીચે વિડીઓમાં ઉપાયો બતાવ્યા છે..
‘જય હો’
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904