#EkZalak494… નખત્રાણા-કચ્છના જાગૃત અને સેવાકીય કાર્યોમાં હંમેશા પ્રવૃતિશીલ યુવાન અનિલભાઈ રાજગોરનો ઓનલાઇન માર્કેટની વસ્તુઓની ટૂંક સમયમાં થનાર હોમ ડિલિવરી સામે વિરોધ,વેદના અને વ્યથા સાંભળો એમના મુખે.. (ઓનલાઇન પાર્શલ હોમ સર્વિસથી કચ્છમાં કોરોના વાઇરસના કેસો વધવાની ભીતિ સેવવતા સામાજીક અગ્રણી અનિલભાઈ રાજગોર)

      દિલ્હીનું તાજેતર નું ઉદાહરણ તમે જોયું..?? પીઝા હોમ ડિલિવરી કરતો બોય જ કોરોના પોઝિટિવ નીકળ્યો..!લો બોલો બેદરકારીનું બીજું ઉદાહરણ રાજકોટમાં શાકભાજી વેચતો ફેરિયાનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો એટલે મિત્રો આ લોકો જેમના સંપર્કમાં આવ્યા હશે તેઓ ને તો ફરજીયાત પણે ક્વોરન્ટાઇન થવું જ પડશે..!!તેમાં પણ જો જેટલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા એને શારીરિક તકલીફ તો પડવાની છે સાથે બીજી કેટલીયે મુસીબતો સામનો કરવાનો થશે,આ નાનકડી સાવધાની રાખવામાં કરેલ ભૂલને કારણે, પરિણામ કદાચ જીવ પણ આપીને ચૂકવવું એ પડે..!!કાલની કોને ખબર છે..??
કચ્છ જિલ્લામાં અત્યારે માત્ર ત્રણ જ કોરોના પોઝીટીવ દર્દી છે.સ્થિતિ એકદમ નિયંત્રણમાં છે એવું તારણ કાઢી શકાય તે પાછળનું મુખ્ય કારણ એ કે સરકારી વહીવટી તંત્ર,પોલીસ,મેડિકલ સ્ટાફ તેમજ કોરોના સામેના જંગમાં જોડાયેલ દરેક સેવાભાવીઓની સેવાકીય મહેનતનો રંગ દેખાય છે.
      નખત્રાણાના વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિમાં ધબકતું હૃદય,પોતાના કાર્યો થકી લોકોમાં ઊંડી છાપ છોડનાર અને લોકોના દર્દથી વાકેફ,આ વિસ્તારમાં રહેલ સ્થાનિક વેપારીઓની હમેશા ચિંતા કરતા અનિલભાઈ રાજગોર.આ લોકડાઉનમાં ઓનલાઇન કંપનીઓને વેપાર કરવાની સરકારશ્રી તરફથી છૂટછાટ મળવાના સંકેતો મળી રહ્યા છે ત્યારે કચ્છ બહારથી આવનાર ઓનલાઇન ખરીદદારી કરેલ વસ્તુઓનું જો હોમ ડિલિવરી કરવામાં આવશે તો કચ્છમાં કોરોના વાઈરસના કેસો વધવાની શક્તાઓ રહેલી છે.અને છેલ્લા 1 માસથી આ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરનાર સ્થાનિક વેપારીઓને આ વિદેશી કંપનીઓના ઓનલાઇન વેપારથી આર્થિક ફટકો પડશે તેવું એમનું માનનવું છે.
     અનિલભાઈ લોકોને એવો પણ મેસેજ આજકાલ આપી રહ્યા છે.એમનું એવુ માનવું છે લોકોની સંકટસમયની સાંકળ સ્થાનિક વેપારીઓ છે.કુદરતી આફતો જ્યારે-જ્યારે આવી છે ત્યારે રાશનની અને અન્ય જીવન જરૂરિયાતનો જથ્થો આપણે સ્થાનિક વેપારીઓ જ ઉપલબ્ધ કરાવે છે નહીં કે ઓનલાઇન શોપીંગ મોલવાળા..!!અત્યારે લોકડાઉનમાં તમે અનુભવ પણ કર્યો હશે…??સ્થાનિક વેપારીઓ જ કામ આવ્યા ને..??મોલવાળા તો મુસીબતમાં ક્યાં ગયા..?બીજું મિત્રો તમે જે લોભામણી ડિસ્કાઉન્ટવાળી ખરીદી કરો છો તે વિદેશી કંપની એ અત્યારે ભારત કોરોના સામે લડી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી રાહત ફંડમાં આ ઓનલાઇન કંપનીઓનું યોગદાન કેટલું..?? શૂન્ય ને..?? (અનિલભાઈ નો વિરોધ જ આ છે)
       સ્થાનિક વેપારીઓ પણ જો ડિસ્કાઉન્ટ જેવા કોઈ ઉપાયો શોધે,માર્જિન પણ મોલ જેવું રાખે અને ગ્રાહકને પરવડે એવી વસ્તુઓ ઉપલબ્ધ કરાવે તો ફરીથી ગામડાના ગ્રાહક ગામમાં જ સચવાઈ રહે 100%
કોરોના સામેની ફાઈટમાં કચ્છને સુરક્ષિત રાખવું હશે તો અનિલભાઈ જેવા જાગૃત નાગરિકના પડખે આપણે ઉભા રહેવું જ પડશે અને કદાચ સરકારશ્રી આ વિદેશી કંપનીઓ ને છૂટછાટ આપે તો આપણે રાષ્ટ્રહિતને શિરોમાન્ય રાખીને ઓનલાઇન ખરીદી જ બંધ કરી દઈએ..મિત્રો આ ઓનલાઇન વસ્તુઓની વેચાણની સરકાર છૂટ ન આપે એનો આપણે સૌ વિરોધ કરીએ અને આ અનિલભાઈનો વિડિઓને વધુમાં વધુ શેર કરીને સરકાર સુધી પોહચાડીએ..

‘જય હો’

વેપારીની વ્યથા..
અનિલભાઈ રાજગોર

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *