#EkZalak456… તમતમારે તહેવારને માણો તણાવ મુક્ત રીતે..!!કેમકે અમે તત્પર છીએ તમારી સેવામાં..સગર્ભા સ્ત્રીઓ માટે સંજીવની સમાન ડૉ.શક્તિસિંહ વાઘેલા..(દિવાળી વેકેશનમાં 24*7 દેવાશિષ હોસ્પિટલ-નખત્રાણામાં અવેલેબલ)

        હિરો કે સુપરહિરો એ નથી..!!કે જે રીલ લાઈફમાં બોડી દેખાડીને કે ટિકળીટાઈટ થઈ ને ભનીઠંની ને માત્ર એક પગે હોન્ડાથી ધૂળમાં ડમરી ઉડાડીને તમને 2 થી 3 કલાક માટે ઈમ્પ્રેસ કરે..!!!જો તમે ઓબ્ઝર્વેશન કરો તો સાચા હીરો તો તમારી આસપાસ જ છે..!!હું એવા લોકોને સુપરહિરો માનું છું જે બીજા માટે જીવે છે..!!જે લોકો આસપાસ કશુંક બહેતર કરવા,લોકોને મદદરૂપ થવા બહેતર પ્રયત્ન અને પ્રયાસ કરતા હોય છે.એ લોકો ખરેખર હીરોની વ્યાખ્યાને બંધબેસતા હોય છે..ગાયનેકોલોજિસ્ટ ડૉ ની સાચી કિંમત એ લોકો જાણતા હોય છે જે લોકોના ઘેર (સારા ખુશીના સમાચાર કાનુડો કે લક્ષ્મીજી પધારવાના હોય)એ પણ આપણા મોટા તહેવારો જન્માષ્ટમી કે ખાસ કરીને મોટા ભાગના ડોકટરો દિવાળી વેકેશનમાં હાજર ના હોય ત્યારે એ પ્રશ્નો ભલભલા પરિવારના મોભી કે મરદ કેવો મુજવે..??
        જ્યાં ડોકટરો અખબારમાં પંદર દિવસ પહેલા ટચૂકડી જાહેરાત અને હોસ્પિટલમાં આગળ પાટિયા મારે અમે ફલાણી તારીખથી હાજર રહેશું નહીં.ત્યાં અમારા સુપરહિરો ડોકટર DrShaktisinh Vaghela શક્તિસિંહ વાઘેલા કોઈપણ અખબાર કે પ્રેસમાં જાહેરાત વગર,એક નાનકડી પાવતીમાં લખાણ કરીને મેસેજ ફોરવર્ડ કરે કે ભાઈ હું દેવાશિષ હોસ્પિટલમાં દિવાળી વેકેશનમાં હાજર હૈશ અને તમારી ફાઇલ ભલે કોઈ પણ ડોક્ટર પાસે ચાલતી હોય એ મારે વાંધો નથી.બસ તમે તમારો કેસ લઈને અમારી પાસે અવેલેબલ રહેજો અમે તમારી સેવામાં 24 * 7 ટાઈમ હાજરાહજૂર હઈશું અને આસપાસની જનતા પોતાના વોટ્સએપ,ફેશબુક,ઇન્સ્ટાગ્રામ dp અને પ્રોફાઈલ રાખે ત્યારે અંતરથી ઉદગાર નીકળે ભાઈ TVવાળા તો ઠીક ભાઈ સાચા સુપરહિરો તો ડૉ.શક્તિસિંહ વાઘેલા છે.જેનો સારો સંદેશો લોકો શેર કરે છે..
        જેમને પોતાના કામ પ્રત્યે લગન સાથે દર્દીને જલ્દી સ્વસ્થ કરવાનો સંતોષ અને માનવસેવા એજ સાચી પ્રભુસેવા જેમનો જીવનમંત્ર એવા પ્રેરણારૂપ પાત્ર સ્ટેમીનામેન સુપરહિરો ડૉ.શક્તિસિંહ વાઘેલા (દેવાશિષ હોસ્પિટલ-નખત્રાણા)
મિત્રો થોડીક રીક્વેસ્ટ છે.જો સાહેબ ડિલિવરીના દર્દી માટે પોતાનું વેકેશન ભૂલીને જો રજાનો કે મોજનો સમય સેવામાં સમર્પિત કરતા હોય તો આપણે કશું એ નહીં તો માત્ર પોસ્ટ શેર કરીએ જેથી મદદરૂપ દર્દી સુધી આ સારા સમાચાર વહેતા થાય…

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

— Thank You —

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *