#EkZalak446.. નખત્રાણાની પચરંગી પ્રજાનો છેલ્લા 15 વર્ષથી પ્રેમ જીતીને પંચાયતમાં બેસી પ્રશ્નો હલ કરતા ઉપસરપંચશ્રી… લોકો જે સમસ્યાઓ લઇને આવે છે તેનું સમાધાન અને તેનું નિવારણ કરશે એજ વિશ્વાસ જ મારો એવોર્ડ (મીની બારડોલીમાં ચંદનસિંહ બાપુ)

       બાપુ એડવોકેટ છે એ વાતની હકીકત બહુ ઓછા લોકો જાણતા હશે..!! (વિરાણી રોડ પર ચક્કર મારશો અને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે) બાકી આ નખત્રાણાની પચરંગી પ્રજાને સમજવામાં ભલભલા થાપ ખાઈ ગયા છે,ત્યાં 15 વર્ષથી પોતાના કાર્યો થકી પ્રજામાં જે ચંદન જેવી જ સુવાસ છોડી છે.આજકાલ મોદી સાહેબના નામની હવા થકી તો ચાર થી પાંચ ટર્મ કામ વગર ટાઈમપાસ કરી જાય.અયા વિપરીત પરિસ્થિતિ વચ્ચે એકલવ્યની જેમ પોતે પોતાનું પ્રેરણાસ્ત્રોત બનીને પોતાની આગવી કોઠાસૂઝ અને ગ્રામવિકાસના કાર્યોના દમ પર જે ઉપસરપંચ પદ પર રહીને પહેચાન બનાવી છે એ ખરેખર નોંધનીય છે.સારા-સારા વગદાર લોકોનો જ્યાં પાંચ વર્ષમાં પરસેવો છૂટી જાય છે ત્યાં 15 વર્ષથી ઉપસરપંચ પદે નોટઆઉટ ચમકતો ચહેરો એટલે ચંદનસિંહ રાઠોડ…
      ખોટું સહન કરવું જેના સ્વભાવમાં નથી અને લોકોને કહી રીતે મદદરૂપ થવું એના માટે સતત પ્રયત્નશીલ ચંદનસિંહ બાપુ બહુ ઓછા બોલકા ખરા..!!આવાજ પાહાડી ને ધારદાર તો ખરો,ઉપરથી ભૂખરી આંખો ચહેરાની ચમક વધારે છે.બાપુ સાથે બેઠક આમ તો નથી થઈ,પણ અવારનવાર રસ્તે મળી જવાય ત્યારે બાપુ કહે વાઘાણી આજકાલ ઝલક બહુ ઓછી આવે છે..??એ વાતની પરખ કરતા ખ્યાલ આવે છે,વાંચનના પણ જભરા શોખીન ખરા.
     આમ તો ચંદનસિંહબાપુ જે ત્રણ ટર્મથી ઉપસરપંચ પદ પર છે એજ વાત મને તેના તરફ બહુ આકર્ષિત કરે છે.કેમકે મોટા બેનરવાળી ફિલ્મ કે મોટા ડાયરેક્ટર અને એક્ટરની ફિલ્મોએ થિયેટરમાં 10 દિવસ માંડ કાઢે મતલબ લોકોનો પ્રતિભાવ ને પ્રતિસાદ કાયમી મળતો નથી ત્યાં લોકોનો અવિરત પ્રેમ જીતવો નાનીસુની વાત નથી..
     જેટલું જોયું છે,જાણ્યું છે એટલું લખ્યું છે.બાકી તો બાપુ સાથે બેઠક કરશુંને ચીરપરિચિત થશું ત્યારે તેની અત્યાર સુધીની જીવનયાત્રામાં અનેક ઉતારચડાવને ઉબડખાબડ પર પ્રકાશ પાડશું…
      પ્રજાના પ્રશ્નો હલ કરતા રહો અને આવનાર સમયમાં પણ આવીજ રીતે અવિરત મોટા હોદ્દાઓ હાશીલ કરી પ્રજાનો ખૂબ પ્રેમ પામીને નોટઆઉટ રહો તેવી મનોજ વાઘાણીની શુભેચ્છાઓ..
       ચંદનસિંહ બાપુ જેવા હજારો ‘એક ઝલક’ ના ફોલોઅર્સ આર્ટિકલ વાંચે છે.અને આવનાર આર્ટિકલ કોના વિશે હશે એ જાણવાની વાંચકોની ઉત્સુકતા એજ એક ઝલકનો સાચો એવોર્ડ એવું હું દ્રઢપણે માનું છું..

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904



—- Thank You —-


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *