🔷 વગડાઓ ખાલીખમ થયા છે ત્યારે…

શિયાળા સીઝનની શરૂઆતી દિવસોમાં નખત્રાણા મધ્યે ઉમિયા ગ્રુપ ‘સિક્સ એ સાઈડ ક્રિકેટ’ ટુર્નામેન્ટ રમાડી રહ્યું છે. જેમાં 16 ટીમો પાર્ટીસીપેટ થાય છે. અને અંદાઝે 8 એક ટીમો પેન્ડિંગ બોલતી હોય છે. ગૌ – સેવાના લાભાર્થે આ આયોજન હોવાથી અને વર્ષે દરમિયાન એકત્ર સંપૂર્ણ રકમ નો લીલોચારો અને પક્ષીઘરના વિતરણમાં ઉપયોગ થતા દાતાઓ પણ મન ખોલીને દાન લખાવે છે.


કચ્છના વગડાઓ હાલ ખાલીખમ છે. ગોવાળીયા મન રાજી થાય અને પશુઓની વગડાઓમાં વૉકિંગ થાય એવું હાલ તણખલા માટે વલખા મારતા પશુઓ માટે ઉમિયા ગ્રુપ જરૂરિયાતવાળી જગ્યાઓ પર પોતાના હાથે લીલોચારાનું નિરણ કરે છે, તે આપ આછેરી ઝલક તસવીરો પર જોઈ શકો છો.

🔷 છેલ્લા 4 વર્ષથી કરતા આયોજન..

નખત્રાણા તેમજ આસપાસના ગામડાઓના સેવાભાવી યુવાનો દ્વારા સ્થાપિત ઉમિયા ગ્રુપ , આજકાલ દાતાઓના હૃદયમાં અનોખું સ્થાન મેળવ્યું છે. છેલ્લા 4રેક વર્ષથી થતી સેવાકીય પ્રવૃત્તિ અને સફળ આયોજન દ્વારા હજારો પશુઓ સુધી લીલાચારા નું નિરણ થતું હોય છે. આ વર્ષની શરૂઆત રામેશ્વર – નખત્રાણા મધ્યે અંદાઝે 450 ગાયોને લીલોચારા નું નિરણ કર્યું હતું..

Hari Zalak Gruh Udhyog – NaNa Angiya Orgenic Agarbatti Product


આ સીઝન 2022 ટ્રોફીના મુખ્ય સ્પૉન્સર ‘એકવા પોઇન્ટ’ રાયપુરના ઓર્નર ‘કૈલાસ શેઠ અને શંકર શેઠ’ હતા અને તેઓ અગામી ટુર્નામેન્ટમાં દાતા માટે પણ પહેલ કરી છે. મિત્રો તમે રૂપિયાનું ટેનશન ન લ્યો, આયોજન કરો પૈસા તો થઈ રહેશે.! એવી ટેલિફોનિક ચર્ચામાં ઉમિયા ગ્રુપના પ્રમુખશ્રી રમેશભાઈ માવાણીને જણાવ્યું હતું..
અગામી દિવસોમાં ડિપોઝીટ રકમ માંથી પક્ષીઘર , પાણીના માટીના કુંડા અને લીલોચારો નિરણ કરીશું અને આવતા વર્ષે 2023માં ઉમિયા ગ્રુપ સીઝન – 5 રમાડશે..હાલ નખત્રાણા રામેશ્વર મધ્યે નિરણ દરમિયાન ની ઉમિયા ગ્રુપની આછેરી ઝલક..

‘જય હો’

✍️ મનોજ વાઘાણી..
નાના અંગીયા – 96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *