#પોઝીટીવપંચ 99.. સરહદની પેલેપાર: કારુંઝર ડુંગર Mahadev Baradની કલમે..


કચ્છ જિલ્લો એ ભારત અને પાકિસ્તાન ની ઇન્ટરનેશનલ બોર્ડર ને મળે છે, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામા ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા પછી ઘણા લોકો સ્થાંતરણ કરી ને આવ્યા અને બનાસકાંઠામા સુઈ ગામથી લઇ ને છેક કચ્છના લખપતના કપુરાશી સુધી બોર્ડર પર પાકિસ્તાનથી હિન્દુઓ આવી ને અલગ અલગ સમયમા વસ્યા છે, જેમાં ૧૯૪૭ થી છેક ૧૯૫૦ સુધી તેમજ ૧૯૫૬ મા અને છેલ્લે મોટા પાયે પાકિસ્તાનથી હિન્દુઓ ૧૯૭૧ મા આવ્યા હતા.આવી જ રીતે ગુજરાત બહાર ની વાત કરીએ તો સુઈગામથી છેક રાજસ્થાન સુધી પાકિસ્તાનથી આવેલા હિન્દુઓ વસેલા છે! એવીજ રીતે હાલ પાકિસ્તાનમા થરપારકર નામનો વિસ્તાર છે ત્યાં હિન્દુઓની વધારે વસતી છે જેમાં હિન્દુઓમા સોઢા રાજપૂતો મેઘવાળ કોલી ભીલ લોહાણા સિંધી તેમજ ૧૮ કોમ હાલમાં રહે છે!


Kutchmitra

આજકાલ ત્યાં હિંદુઓ ઉપર અત્યાર પણ બહુજ થાય છે, ખાસ કરી ને હિન્દુઓની દીકરીઓ ને ઉપાડી ને જબરન લગ્ન કરવા અને ધર્મ પરિવર્તન કરાવવું જેવા બનાવો અવારનવાર બનતા જોવા મળે છે, જે આપણે ન્યૂઝ પેપરમા કે સોશીયલ મીડીયા દ્વારા જાણતા હોઈએ છીએ! વાગડ વિસ્તારનામા થરપારકર વિસ્તારમાંથી આવેલ લોકો દૂધમા સાકાર ભળે એમ ભળી ગયા અને રાપર તાલુકામા માંજુવાશ આડેસર પાસે સોઢા કેમ્પ તેમજ પ્રાગપર પાસે વાળંદવાંઢ તેમજ ડાભુંડા રાપરમા અલજીબાપુ સોઢા અને સાથે બીજી ઘણી સમાજ આવી જેમના નામ ઉપર થી રાપરમા અલજી બાપુ વાસ ઓળખાય છે!

ડાવરી અને વેરસરા ગામ પણ છે હાલમાં તેમણે ત્યાં ના ગામોના નામ યાદ છે ત્યાં શું શું હતું કેવા ગામો હતો કેવું વાતાવરણ હતું તમામ યાદ છે અને ક્યારેક ક્યારેક જૂની વાતોના સભારણા કરતા પણ હોય છે જે સભળાવી એક લાહ્વો છે!કોઈ સારા લેખક એ આગળ આવી ને સુઈ ગામથી કપુરાશિ સુધીમા આવેલા હિન્દુઓ ઉપર એક બુક્સ લખવી જોઈએ તેમને પડેલી તકલીફો અને ત્યાં ખોયેલાં સ્વજનો અને ઘર પરિવાર જમીન અને રૂપિયા બધું જ મૂકી ને રાતો રાત આવ્યા અને એ પણ ૧૬ ગાઉં નું રણ પર કરી ને આવ્યા અહીંયા ભારત માં આશ્રિત કેમ્પમા બે બે વર્ષ સુધી રહ્યા તેમને પડેલી તકલીફો એક બુક્સ રૂપે આવનારી પેઢીઓ ને આપવી જોઈએ અહીંયા આવ્યા પછી જેમણે પાકિસ્તાનમા નોકરી હતી તેમને નોકરી મળી બધાજ ને જમીન ભારત સરકારે આપી અને કાયમ માટે ભારતીય થઈ ગયા આ બધુ જ વર્ષો જતા આવનારી પેઢીઓ ભૂલી જશે એટલે એક પુસ્તક રૂપે પ્રગટ થવું જોઈએ!

હવે વાત કરીએ થરપારકરમા આવેલ પ્રખ્યાત કારુંઝર ડુંગર ચાલો જાણીએ જે ડુંગર સાથે રુંપલો કોલી એક સુરવીર થઈ ગયો જેમણે અંગ્રેજો ને ધૂળ ચટાડી ને થરપારકર વિસ્તારમાં પ્રવેશતા રોક્યા હતા જે આ ડુંગરોમા રહેતા હતા!

કરૂણઝાર પર્વતમાળા પાકિસ્તાનના સિંધમાં થરપારકર જિલ્લાની દક્ષિણ-પૂર્વ ધારમાં સ્થિત છે.આ રેન્જ આશરે 19 કિલોમીટર લાંબી છે અને 305 મીટરની ઉચાઇ સુધી પહોંચે છે! પર્વતો કચ્છના રણની ઉત્તરીય ધાર પર જિલ્લા થરપારકર નજીક નગરપરકરમાં સ્થિત છે. તેમાં મોટે ભાગે ગ્રેનાઇટ રોક છે અને સંભવત ભારતની અરવલ્લી શ્રેણીનું વિસ્તરણ છે.અરવલ્લી શ્રેણી એ આર્ચેન સમયગાળાની છે અને આ રીતે સૌથી જૂની રોક સિસ્ટમોમાંથી એક છે.કરૂણઝાર વિસ્તાર ભૌગોલિક રીતે આસપાસ નો વિસ્તાર રણથી ભિન્ન છે અને વિસ્તાર માં ખૂબ મર્યાદિત છે.પર્વતમાળા લગભગ 19 કિલોમીટર લાંબી અને 305 મીટર ઉચાઈ પર છે. મુખ્ય શ્રેણીની પૂર્વમાં નાની ટેકરીઓ આવેલી છે જે છૂટાછવાયા છે અને વનસ્પતિથી ઢકાયેલી છે.આ પહાડોમાંથી અખલેશ્વર અને સરધરો અને અસ્થાયી પ્રવાહો, ભેતીની અને ગોર્ધ્રો, જે વરસાદની ઋતુ દરમિયાન વહે છે તેમાંથી બે બારમાસી ઝરણા ઉત્પન્ન થાય છે.

આ વિસ્તારના લોકોને પાણી પહોંચાડવા કરૂંઝાર ડેમ આવેલો છે.ચોમાસાની ઋતુમાં વરસાદનું પાણી પર્વત પરથી નીચે વહી જાય છે અને વીસથી વધુ પ્રવાહો, ભટિયાણી, મૌ, ગોર્દારો, રાણાસેર, સુખપુર, ખાટારી, મદનવાહ, મૂંદરો, ભોડેસર, લોલરાય, દ્રૌ, પુરાણહમાં કચ્છના રણમાં વહે છે.આ પર્વતમાળાની આબોહવા ખડકાળ ભૂપ્રદેશને કારણે ભારે છે, ચોમાસાને કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં માત્ર ઠંડીનો સમય છે. કરૂંઝાર વિસ્તારના સ્થાનિક લોકો માટે આર્થિક મહત્વ ધરાવે છે, તે છોડના ઔષધીય મૂલ્યોથી સમૃદ્ધ છે આ છોડમાં શતાવરી, અને જંગલી ડુંગળીનો સમાવેશ થાય છે.આ પર્વત આર્થિક દૃષ્ટિએ એટલો નોંધપાત્ર છે કે ત્યાં એક સ્થાનિક કહેવત છે કે “કરૂંઝાર નિયમિતરૂપે સો કિલો સોનું મેળવે છે.”

કરૂંઝારનો ઉલ્લેખ સિંધી અને ગુજરાતી કવિઓની ઘણી કલમોમાં થયો છે. દંતકથાઓ અને સદવંત અને શારંગા, હોથલાલ પરી (પ્રકૃતિની પરી), ઓઢો જામ (સિંધી લૌર) અને ભેરિઓ ગારોરી ની વાર્તાઓ છે. હોઠલાલ પરી એ કરૂંઝાર પર્વતોમાં એકલી દેખાય છે અને હોવાનું મનાય છે.જૂના સમયમાં, કરૂંઝાર “કિનોરો” તરીકે પણ પ્રખ્યાત હતા.પર્વતમાળાના ઘણા ઐતિહાસિક મહત્વ છે, જેમ કે ભોડેસર તલાવ, સરદો, ગૌ મુખી, પુનરાજ ગદર, નાના, ચંદન ગદર, ભૌન જો ભીશેરો, અને ભૌનરો.ભૂતકાળમાં, ઘણી વ્યક્તિઓને નજીકના રાજ્યોના રાજાઓ દ્વારા કરૂંઝારમાં દેશનિકાલ કરવામાં આવતા હતા! આ ડુંગર મા આવેલ એક પવિત્ર કુંડ છે જ્યાં થરપારકર ના લોકો અસ્થી વિસર્જન માટે આવે છે જે પવિત્ર કુંડ છે!

“જય હો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *