#પોઝીટીવપંચ 97.. અંગીયા આરોગ્ય કેન્દ્ર રસીકરણમાં રીટાબેન અગ્રેસર. ( આરોગ્ય સ્ટાફ,પંચાયત અને જાગૃત નાગરિકોની મહેનતથી લગભગ 96% લોકોએ લીધેલ બન્ને ડોઝ )
🔷 ગામળીયા ગામે એકી દિવસે 203 લોકોનું રસીકરણ કરવું બહુ મહેનત માગી લે..
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ પ્રસંગે સરકારશ્રી દ્વારા વેકસીનેશન મહા અભિયાન અંતર્ગત 203 લોકોને ડોઝ આપવામાં આવ્યો..
લોકો સુધી આગોતરી જાણકારી તેમજ સતત આરોગ્ય ટીમની તકેદારીના ભાગરૂપે કાર્યક્રમ સફળ થયો..
🔷 96% લોકોએ પ્રથમ ડોઝ લીધેલ..
આરોગ્ય ટીમની સાથે સરપંચ તેમજ ઉપસરપંચ શ્રી અને ગામના સેવાભાવી,જાગૃત,ઉત્સાહિત યુવાનો દ્વારા અંગીયા તેમજ આરોગ્ય કેન્દ્રને લાગુ પડતા ગામડાઓમાં સતત અપડેટના ભાગરૂપે આ સફળ વેકસીનેશન ની કામગીરી શક્ય બની હતી..
96% લોકો એ પ્રથમ તેમજ 85% લોકોએ જેમણે 84 દિવસ થઈ ગયા તેવા લોકોએ બીજો ડોઝ લીધેલ છે. અગામી ટુક સમયમાં ગામ અંગીયા 100% વેકસીનેશન કરવામાં સફળ થઇ શકે છે..
🔷 4% લોકો હજુ પણ વેકસીનેશન માટે બહાના બાજી કરી રહ્યા છે..!!
લોકો ને વેક્સીન અંગે કઈ બાબતે ગેર સમજ છે..? શા માટે વેક્સીન નથી લગાવતા..? લોકો રાજકોટ થી દયાપર સુધી વેક્સીન લગાવા આવ્યા છે એવા પણ દાખલા છે તો ક્યાંક લોકો 700/- રૂપિયા આપી ને વેક્સીન લગાવે છે. ( આપણા ગામમાં તો સ્ટાફથી લઈને વેક્સીન ની સગવડ સુપર છે )
🔷 100% વેકસીનેશન માટે સતત સેવા આપતા સેવાભાવીઓ..
રીટાબેનજોશી ,પૂજાબેન, વિક્રમભાઈ, અંશુયાબેન , કવિતાબેન, માયાબેન ,અર્જુનભાઇ,સરપંચ તેમજ ઉપસરપંચ તુલસીભાઈ અને મણીલાલ ભાઈ, તલાટી શ્રી વિરલબેન ભટ્ટ,રિયાબેન, ડો,ગઢવી સાહેબ, હંસાબેન ગુસાઈ તેમજ મનોજ વાઘાણી વગેરે લોકો વેકસીનેશન માટે સતત લોકોને જાગૃત કરી રહ્યા છે.
તેમજ આરોગ્ય સ્ટાફ ઘણીવખત બપોરના 1 વાગ્યા નું વેકસીનેશન પૂરું થવાનું હોય ત્યાં જમ્યા વગર 4 વાગ્યા સુધી સતત લોકોની સેવામાં હાજર રહેલા છે..
“જય હો”
ફોટો ક્લિક..
કવિતાબેન
✍️ મનોજ વાઘાણી
નાના અંગીયા
9601799904