#પોઝીટીવપંચ 81. જ્યોતિર્લિંગ એટલે…?? સોમનાથનું મંદિર એ વાતની સાક્ષી પુરે છે કે સર્જનકર્તાની શક્તિ હંમેશા વિનાશકર્તાથી વધું હોય છે
🔷 જ્યોતિનું બિંદુ.
ભગવાન શંકર આ પૃથ્વી પર બાર સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયા છે. આ બાર સ્થળો ને જ્યોતિર્લિંગની સંજ્ઞા આપવામાંઆવી છે. શિવ તત્વના શક્તિ અને ભક્તિના સ્ત્રોત સમા બાર જ્યોતિર્લિંગ દેશના જુદા જુદા સ્થળે આવેલ છે.
🔷 આ બાર જ્યોતિર્લિંગનાં નામ છે –
સોમનાથ
મલ્લિકાર્જુન
મહાકાલેશ્વર
ઓમકારેશ્વર
કેદારનાથ
ભીમાશંકર
કાશી વિશ્વનાથ
ત્ર્યંબકેશ્વર
વૈદ્યનાથ
નાગેશ્વર
રામેશ્વર
ધૃષણેશ્વર
🔷 આવો જાણીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ વિષય વિશેષ..
સૌરાષ્ટ્રે સોમનાથ મહાદેવ… સાક્ષાત શિવ સ્વરૂપ ભગવાન સોમેશ્વરનું (સોમનાથનું) ભવ્યાતીભવ્ય મંદિર ગુજરાત રાજ્ય માં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું છે. સોમનાથ મહાદેવનું મંદિર ભારતનાં મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
ભગવાન સોમનાથ જે સત્યયુગમાં ભૈરવેશ્વર તરીકે, ત્રેતા યુગમાં શ્રાવણીકેશ્વર તરીકે અને દ્વાપરયુગમાં શ્રીગલેશ્વર તરીકે ઓળખાયા હતા. તેમના મહિમાનું સ્મારક તરીકે બાંધવામાં આવેલું આ સોમનાથ સાતમું મંદિર છે.
ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાનું પ્રથમ,સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લીંગ સોમનાથ છે. ઇતિહાસના વિદ્વાનો અનુસાર સોમનાથનું સ્થળ પ્રાચીન કાળથી તીર્થસ્થાન રહ્યું છે, કારણ કે તે ત્રણ નદીઓ કપિલા, હિરણ અને પૌરાણિક સરસ્વતી નો સંગમ સ્થાન હોવાનું કહેવામાં આવે છે.
પુરાણો અનુસાર સોમનાથનું મૂળ મંદિર નું નિર્માણ સૌથી પહેલા ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું.રાવણ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યાર બાદ ભીમદેવે પત્થરથી આનું નિર્માણ કરાવ્યું હતું.
શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરો માંથી એક, સોમનાથ મંદિર સુંદર સ્થાપત્યનો નમૂનો છે.શ્રીમદ્ ભાગવત,સ્કંદપુરાણ, શિવપુરાણ અને ઋગ્વેદ માં પણ સોમનાથ નો ઉલ્લેખ છે.
સોમનાથ મંદિર પર છ વખત આક્રમણકારીઓએ હુમલો કર્યો હતો. દરેક વખતે આ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું.મંદિરના વર્તમાન ભવન અને પરિસરનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટે કરાવ્યું છે. આને સન 1995 માં રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું.
સોમનાથનું મંદિર એ વાતની સાક્ષી પુરે છે કે સર્જનકર્તાની શક્તિ હંમેશા વિનાશકર્તાથી વધું હોય છે.
કહેવાય છે કે જ્યોતિર્લિંગના દર્શન કરવા માત્રથી જ વ્યક્તિને તેના બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને દૈહિક,
દૈવિક તથા ભૌતિક પાપો નષ્ટ થઈ જાય છે.
જય સોમનાથ
“જય હો”
ઇન્ફોર્મેશન સેન્ડર
Whatsapp group.