#પોઝીટીવપંચ 40.. પુરૂષના હાસ્યમાંથી દુનિયાની કોઇ તાકાત ન માપી શકે કે જીંદગીમાં તે કેટલા ઘા સહન કરીને બેઠો છે..! બાપુજીનો દિવસ એટલે ફાધર્સ ડે અંગે થોડું જાણીએ જેમણું સંકલન કાંતિભાઈ રામાણી દ્વારા..
તમારૂં ઘર,પતિ-પત્નીનું સહજીવન કેન્દ્ર એટલે કે સંવાદી વાતાવરણ વાળું ગૃહસ્થાશ્રમ હોય તો ઈશ્વરને પણ ઓવારણાં લેવાનું મન થાય..
સ્ત્રીના રૂદન પરથી તેના દુઃખ દર્દની ઊંડાઇ માપી શકાય સાહેબ,પરંતુ પુરૂષના હાસ્યમાંથી દુનિયાની કોઇ તાકાત ન માપી શકે કે જીંદગીમાં તે કેટલા ઘા સહન કરીને બેઠો છે .
થકે હોતે હુએ થક કર કભી રોતે નહીં દેખા…
પિતાજી કો કભી મૈંને સોયે હુએ નહીં દેખા…
કવિઓને ને લેખકો ને સમજાવો કોઈ રિતે…….
“માં” વિષે તો ખૂબ લખાયું, કેમ ના પપ્પા વિષે?????
એની પણ કદર થવી જ જોઈએ સર્જનહાર તરીકે…..
પુત્ર જનમ્ ની ખુશાલીથી ખૂબ ઉભરાણો સૌ વચ્ચે.
બજાર,બેન્ક બધેજ મુન્નો રહ્યો એની જીભે.
દિકરી આવી ત્યારે પણ રાખી થી ભવ્ય ઉજાણી,
સાસરિયે ગયી તો પપ્પા ની આંખો બહુ ભીંજાણી.
આખું ઘર સચવાઈ રહે છે પપ્પાની છત નીચે.
છતાં, માં વિષે તો ખૂબ લખાયું, કેમ ના પપ્પા વિષે.
બાપ એટલે પરમેશ્વર ના પુરાણો કરતા વાસ્તવિક પુસ્તક..
“બાપ નું બલીદાન તો જુઓ, એને જશ સાથે કાંઈ લેવા દેવા નથી”.
જ્યારે
‘ મા’ ને ઇશ્વર માનીએ છીએ..
બાપ મેલા ઘેલા કપડા કે ચંપલ થી ચલાવી લેશે પરંતુ બાકી ના ને નવા લાવી આપશે…
બાપ એવો પરમેશ્વર છે જાણે ટેકો આપવા જીવતો જાગતો દેવ હાજર હોય..
થોડું કે નાનુ લાગે કે “ઓ માડી રે..”એમ બોલાઈ જાય…છે. જ્યારે ધસમસતી ટ્રક ની હડફેટમાં આવતા આવતા બચી જવાય તો મો માથી શબ્દ નીકળી જાય કે “ઓ બાપ રે રે…”
એ…જીવલેણ ઘડી માં બાપ જ યાદ આવે છે….
જેનો હાથ બાપ પકડે. પછી કોઈ ના બાપની તાકાત નથી કે હાથ છોડાવી શકે…
ઘણી વખત બાપ ની કિંમત સમજાય ત્યારે ખીલીએ ટાંગેલ માત્ર ફોટો જ હોય છે…..
માટે પિતા-બાપ-કે બાપુજી, જે નામ થી આપણે ઓળખતા હોઇએ, તેને..શત્ શત્ નમન કરીએ…
તેનું ઋણ સ્વીકારી આજના દિવસને યાદગાર બનાવીએ….
“જય હો”
ઈન્ફોર્મેશન સેન્ડર
Via whatsapp group..