#પોઝીટીવપંચ 36.. હીંચકે હીંચવાનો “તહેવાર” એટલે સૂકી નદીમાં ઉજવાતો “દિતવાર” (જુના આનંદના દિવસો વિશે વડીલ પોતાના પૌત્રને માહિતગાર કરતા નજરે પડે છે..)
🔷 એ આનંદ નો અવસર દિતવાર…
મિત્રો આજે જેઠ મહીનાનો પહેલો રવિવાર એટલે આપણા કચ્છના કડવા પાટીદારો મા ઉજવવા માં આવતો તહેવાર એટલે દિતવાર.દિતવારના ગામ મા પાખી પાળવામાં આવતી.આપણી બેન દિકરીયુ ગામમાં નજીકની વાડીયુમા,આબાની ડાળે ઘરેથી રાઢવા લઈ જતી ને એ રાઢવાથી હીચકા બાધીને પોતાની બહેન પણીયુ સાથે હીચકે હીચીને આનદ લેતી.પોતાના ઘરની શક્તિ પ્રમાણે ઘરેથી કેરીયુ ને નાસ્તો લઈ જતી.
એ આનંદના દિવસો ને હવે ખાલી વાગોળવાના રહ્યાં.તે વખતના તહેવાર આનંદ જ કાઇ અલગ હતા.બપોર પછી મંદિરના પટાગણ આખાગામની બહેનો ભેગી થતી ને ઠોલ વાગતો.પછી ગામની નજીકની શુકી નદીની રેતમા રમત રમતી,જેને ઇડી ઇડો એવુ કહેવામાં આવતુ.પછી આખા દિવસના આનંદની અલક મલકની વાતો ને વાગોળતા વાગોળ તાં પોતપોતાના ઘરે પ્રયાણ કરતી..
આ જેઠ મહીના ના પહેલા રવીવારના હીચકે હીચવાના તહેવારને દિતવાર કહેવામાં આવતો.
“જય હો”
વિડિઓ સેન્ડર..
Via વોટ્સએપ ગ્રુપ..