#પોઝીટીવપંચ 31.. રવાપરના વગડાઓમાં 40+ તાપમાનમાં ઘાસના તણખલા માટે ફાંફા મારતી ગૌવડીઓને છેલ્લા 2 માસથી લીલાચરાનું નીરણ કરતા રવાપરના હિન્દુ યુવા સંગઠનના ભાઈઓ..(દાતા પરિવારના ખૂબ સારા સહયોગ થી આ કાર્ય શક્ય બન્યું છે તેવું હિરેનભાઈ નાકરાણીએ જણાવેલ)



🔷 એપ્રિલ અને મેં મહિનામાં ભારે ગરમી દુધાળા પશુઓની હાલત બેહાલ કરી મૂકે છે…


માર્ચ બાદ એપ્રિલ અને મેં મહિનામાં વૈશાખી વાયરા આ પંથકમાં ગરમીનું સામ્રાજ્ય સર્જે છે.રણ પ્રદેશ તરફથી આવતા ગરમ પવન વાતાવરણમાં પારો ઓર ઊંચકાવી નાખે છે.આ એવી સીઝન અને સમય હોય જેમાં ડેમો – તળાવોમાં પાણી તળિયા ઝાટક હોય અને વગડામાં ઘાસ તો નહીં બરાબર જ..



માનવ જાતે તો ગરમી સામે રક્ષણ મેળવવા જાત-જાતની સગવડો અને સાધનો વસાવ્યા છે.પણ આ અબોલા પ્રાણીઓ જાય ક્યાં..?દુધાળા પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ કુદરત સામે ટકવા માટે રઝડ પાટ કરતા હોય.ક્યારેક જંગલી પ્રાણીઓ વાડી વિસ્તારમાં કે ગામની ગલ્લી સુધી આવી ચડતા હોય છે..!!



🔷 રવાપરના હિન્દુ યુવા સંગઠન ના ભાઈઓ દ્વારા છેલ્લા 2 માસથી….

ગામની ગાવડીઓ ને ઉનાળાની42+ temprecherગરમીમાં વગડાઓ સુધી માત્ર આંટો મારવા પૂરતું જવું ન પડે તે માટે દાતા પરિવારના ખાસ સહયોગ થી અને રવાપર ના હિન્દૂ યુવા સંગઠનના ભાઈઓ દ્વારા ગૌ-શાળા મધ્યે વડલાના છાંયડે છેલ્લા 2 માસથી લીલોચારોનું નિરણ કરવામાં આવી રહ્યું છે તેની નીચે તસ્વીરી ઝલક…



“જય હો”

ફોટો સેન્ડર..
હિરેન નાકરાણી – રવાપર કચ્છ.

✍️ મનોજ વાઘાણી
નાના અંગીયા – કચ્છ
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *