#પોઝીટીવપંચ 30 .. ચિત્રમાં ચેમ્પિયન…!!કચ્છની વિદ્યાર્થીની રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં દેશમાં પ્રથમ..
🔷 માતૃછાયા કન્યા વિદ્યાલય – ભુજની વિદ્યાર્થીની..
ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ધોરણ–૬માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની “ક્રિશા પુનિતભાઈ ઉપરાણીયા માધાપરએ” સનરાઈઝ ફાઉન્ડેશન – ભારત સક્ષમ ગ્રુપ દ્વારા યોજવામાં આવેલી રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં સમગ્ર દેશના પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
તેમણે આ સિદ્ધિ બદલ કચ્છનું ગૌરવ વધાર્યું છે.સંસ્થાના સચિવ પવન દ્વિવેદી,અધ્યક્ષ વિનય મિશ્રા, નેશનલ કો.ઓર્ડીનેટર કિશોરસિંહ જાડેજા, સંજય કુમાર, લખવિંદર સિંઘ, રેણુ ચૌહાણ, અનીશા બાનુ વગેરે વિદ્યાર્થીનીને બિરદાવવા સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપી હતી..