🔷  દિવાળીબાદ ના સમયે ગુલાબી ઠંડી..

     આછેરી વાતાવરણમાં ઠંડકની સીઝનમાં ડુંગળી (કારાડો)ના બીજનું વાવેતર કરી અને તેને વૈજ્ઞાનિક ઢબે ખાતર-પાણી પાઈને પોતાની આગવી કોઠાસૂઝ કામે લગાડીને  પીળીપતિ ના આ ડુંગળીના ટોપ લેવલના રોપા તૈયાર કરે છે. જે ડુંગળી સ્વાદમાં મીઠાસ સાથે રસવાળી અને ખાસ કરીને તેમાં ગાંઠ બંધાતી નથી..!!જેની માંગ આસપાસના વિસ્તારથી માંડીને નાના-અંગીયાથી નવસારી સુધીના ખેડૂતોમાં રહેલી છે..! હાલ આ રોપનું વેચાણ ચાલુ છે.

🔷 બરોડા ખાતે ઉચ્ચ અભ્યાસે ગયેલ..

    નાનપણથી જ ખેતી પ્રત્યે લગાવ અને બાપદાદા વારથી જ સૌ ને ખેતી થી જોડાયેલા જોઈને અંદરથી અંતરાત્મા બોલી ઉઠ્યો કે નિતનવું કરવું છે અને કચ્છ ની પ્રોડક્ટ કચ્છ અને કચ્છ બહાર મોકલાવી છે.


    નિતેશ ભાઈ મોટાપાયે સિઝન પ્રમાણેના ફ્રુટ – ફળ વગેરે ઓલ અવર ઇન્ડિયામાં સપ્લાય કરે છે આ બધી આવડત અને કેળવણી અભ્યાસ પરથી મળેલ છે તેવું નિતેશભાઈનું માનવું છે.

જય હો

✍️ મનોજ વાઘાણી
નાના અંગીયા – 9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *