Site icon Ek Zalak

પોઝીટીવપંચ 166… એકમાત્ર અંગીયા વિસ્તારમાં થતો કારાડો (પીળીપતિ)

  દિવાળીબાદ ના સમયે ગુલાબી ઠંડી..

     આછેરી વાતાવરણમાં ઠંડકની સીઝનમાં ડુંગળી (કારાડો)ના બીજનું વાવેતર કરી અને તેને વૈજ્ઞાનિક ઢબે ખાતર-પાણી પાઈને પોતાની આગવી કોઠાસૂઝ કામે લગાડીને  પીળીપતિ ના આ ડુંગળીના ટોપ લેવલના રોપા તૈયાર કરે છે. જે ડુંગળી સ્વાદમાં મીઠાસ સાથે રસવાળી અને ખાસ કરીને તેમાં ગાંઠ બંધાતી નથી..!!જેની માંગ આસપાસના વિસ્તારથી માંડીને નાના-અંગીયાથી નવસારી સુધીના ખેડૂતોમાં રહેલી છે..! હાલ આ રોપનું વેચાણ ચાલુ છે.

બરોડા ખાતે ઉચ્ચ અભ્યાસે ગયેલ..

    નાનપણથી જ ખેતી પ્રત્યે લગાવ અને બાપદાદા વારથી જ સૌ ને ખેતી થી જોડાયેલા જોઈને અંદરથી અંતરાત્મા બોલી ઉઠ્યો કે નિતનવું કરવું છે અને કચ્છ ની પ્રોડક્ટ કચ્છ અને કચ્છ બહાર મોકલાવી છે.


    નિતેશ ભાઈ મોટાપાયે સિઝન પ્રમાણેના ફ્રુટ – ફળ વગેરે ઓલ અવર ઇન્ડિયામાં સપ્લાય કરે છે આ બધી આવડત અને કેળવણી અભ્યાસ પરથી મળેલ છે તેવું નિતેશભાઈનું માનવું છે.

જય હો

મનોજ વાઘાણી
નાના અંગીયા – 9601799904

Exit mobile version