🔷 સવારે 6.15 કલાકે…

     ગુરુવાર રાત્રે 10.00 કલાકથી શનિવારે વહેલી સવારે 5.30 કલાક ઝરમર થી ઝાપટા અને ક્યારેક ધોધમાર અવિરત વરસાદ નાના અંગીયા વિસ્તારમાં ચાલુ રહ્યો.. હાલ આર્ટિકલનું લખાણ કાર્ય થઈ રહ્યું છે ત્યારે પણ ઝીણા છાંટા ચાલુ જ છે. આમ તો હવામાન ખાતા દ્વારા 8 જૂન થી 11 સુધી ભારે વરસાદની આગાઈ કરવામાં આવી છે.

      અંગીયા ના લોકોને વરસાદ સમયે બે અપેક્ષા હોય એક ભૂખી બે કાઢે વહી જાય અને બીજો તળાવ ઓગને અને એવું જ થયું.. આમ તારીખ 8 ના સાંજના ભાગે તળાવ ઓગણી જશે એવી ગ્રામજનો ને અપેક્ષા હતી પણ તળાવનું તળિયું હાગવાળું હોવાને કારણે મોડી રાત્રે તો ઓગની જ જશે તેવું મણીભાઈ એ તારણ કાઢ્યું હતું. અને સવારે 6.15 કલાકે જેવું તળાવ ઓગનતા જ પહેલો ફોન તેમનો જ આવ્યો હતો..

🔷 આછેરી વિડિઓ ઝલકની લિંક..

🔷 ઓગણ્યાના 4 કલાકમાં વધાવવામાં આવ્યું..

    આજ વહેલી સવારે મેઘસર તળાવ ઓગની જતા સમગ્ર ગ્રામજનોમાં હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો.. દરેક ના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી..આશરે 13 રેક ઇંચ થી તરબોળ થતું મેઘસર તળાવ ઓગની જતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજજો ની હાજરીમાં વધાવવામાં આવ્યું હતું.

 ગામના પ્રથમ નાગરિક શ્રી મતિ હંસાબેન મહેન્દ્રભાઈ પારસિયા તેમજ તાલુકા પંચાયત સદસ્ય સંગીતાબેન રૂડાણી સાથે નાના અંગીયા ગ્રામપંચાયતના સદસ્ય અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ની ઉપસ્થિતમાં શાસ્ત્રી કૌશિક મૂળશંકર જોશી દ્વારા મંત્રોચ્ચારથી વધાવવામાં આવ્યું હતુ તેની આછેરી ઝલક..

‘જય હો’

✍️ મનોજ વાઘાણી (મુછાળા)
નાના અંગીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *