🔷 ગત વર્ષે 25 મેમ્બર એવા દિવંગત થયા જેઓને ysk લાભ ન મળ્યો..!! – નારાયણ ડિવિઝન કન્વીનર ( સુરેશભાઇ હડપાણી)
કાલ કોને જોઈ છે..? કાળ તો તમને ગમે તે ઘડીએ , ગમે ત્યાંથી ઉપાડી લેશે.. આપણા પાટીદાર પરિવારોમાં મોટાભાગે ઘરમાં કમાનાર 1 વ્યક્તિ હોય છે, સુખે થી ચાલતા, બધી રીતે વેલસેટ ઘણા પરિવારો ને આપણી આસપાસ કોરોનાકાળમાં ‘અપસેટ’ થતા જોયા છે.
કોરોનાકાળ દરમિયાન આમ તો 129 ની આસપાસ દિવંગત સભ્ય સંખ્યા હતી, પરંતુ કોઈ કારણોસર 25 દિવંગત ‘ysk પ્રીમિયમ’ ભરવાનું ચુકી ગયા જેના કારણે તે પરિવાર યુવા સુરક્ષા કવચ (ysk) 10,00,000/- દસ લાખ રૂપિયા થી વંચિત રહ્યા તેવું સુરેશભાઈ હડપાણીએ જણાવ્યું હતું..
🔷 પ્રયત્ન કરશો તો પુણ્ય ચોક્કસ મળશે – છગનભાઇ ધનાણી
અમદાવાદ ખાતે તારીખ 12/06/2022ના યુવાસંઘની ysk થીમ અંતર્ગત પ્રેસિડેન્ટ, કન્વીનરો વગેરે જોડે સ્વર્ણિમ સંવાદ સભા યોજવામાં આવી ત્યારે વિથોણ મધ્યે વિનોદભાઈ નાયાણીને ysk ચેક અર્પણ સમયે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના ઇમીડિયેટ પ્રેસિડેન્ટ છગનભાઇ ધનાણીએ ઉપસ્થિત વિથોણ યુવક મંડળ તેમજ મહિલા મંડળ સમક્ષ સરસ વાત મૂકી હતી. આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાકાળને કારણે , આ વખતે 104 દિવંગત થયા જેથી આ વખતે ysk સભ્યોને પ્રીમિયમ ગત વર્ષની સરખામણી વધારે આવ્યું છે.
આ વખતે આપણે સૌ ને ખૂબ મહેનત કરવી પડશે , પ્રયત્ન કરવા પડશે અને ખાસ કોઈ પ્રીમિયમ ભરવામાં કોઈ વંચિત ન રહી જાય તેની તકેદારી આપણે સૌ ને રાખવી પડશે. સતત સ્થાનિક મંડળો ને એક્ટિવ રહેવું પડશે મિત્રો..તમે પ્રયત્ન કરશો તો પુણ્ય ચોક્કસ મળશે..
🔷 YSK પ્રીમિયમની ઓનલાઈન & ઓફલાઇન કામગીરીમાં લાગેલા ઉત્સાહિત યુવાનો..
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનમાં નારાયણ ડિવિઝન અને કેશરા પરમેશ્વરા ડિવિઝનમાં આવતા ગામો માં મોડી રાત્રી સુધી ઉત્સાહિત યુવાનો લેપટોપ લઈને ‘ઓનલાઈન & ઓફલાઇન’ ysk પ્રીમિયમ ભરી રહ્યા છે. પોતાની સમાજમાં કોઈ પ્રીમિયમ ભરવાનું ચુકી ન જાય તેની ખાસ કાળજી રાખી રહ્યા છે. સમાજ પત્યે પોતાની ફરજરૂપી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે…
તેમાં વિથોણ મધ્યે એકાંતરે ત્રણ ચરણમાં ysk પ્રીમિયમ ભરવામાં આવ્યું તો નવી મંજલ ખાતે ખુદ નારાયણ ડિવિઝનના ysk કન્વીનર સુરેશભાઈ હડપાણી રાત્રીના 11.30 સુધી પ્રીમિયમની નોંધ કરતા જોવા મળ્યા હતા તો કેશરા પરમેશ્વરા ડિવિઝનના કન્વીનર જીતેન્દ્રભાઈ ચૌહાણ સતત મંડળોમાં સંપર્કમાં છે. અંગીયા ખાતે મયુર ભગત છેલ્લા 25 દિવસથી નોંધ કરી રહ્યા છે. દરેક ગામોમાં હાલ પુરજોશમાં યુવાનો yskનું કાર્ય કરી રહ્યા છે.
🔷 કોઈ વ્યક્તિ ysk પ્રીમિયમ ભરવાનું ચુકી ન જાય – યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન ચેરમેન ‘શાંતિલાલ નાયાણી’
શાંતિલાલ નાયાણી તેમજ મિશન હરસુખભાઈ નાકરાણી સતત આ દિશામ પ્રયત્નશીલ છે અને દરેક યુવક મંડળોના પ્રેસિડેન્ટ અને સેકેરેટરી જોડે સંપર્કમાં છે. તેઓ કોઈ વ્યક્તિ ysk પ્રીમિયમ ભરવાનું ચુકી ન જાય તેવું ભારપૂર્વક સંદેશો આપી રહ્યા છે.
આ વખતે ઓનલાઈન ઘણાબધા સભ્યો પ્રીમિયમ ભરી રહ્યા છે અને જેઓ ઓનલાઈન સિસ્ટમથી માહિતગાર નથી તેઓ ઓફલાઇન કહી રીતે ઝડપી ભરી શકે તેની વ્યવસ્થા અને સગવડ સ્થાનિક યુવક મંડળ ઉભી કરે..
🔷 હાલ યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના ysk કન્વીનર તેમજ ડિવિઝન કન્વીનર 24 / 7 સેવા આપી રહ્યા છે..!
પ્રીમિયમની ભરવાની અંતિમ તારીખો આવી રહી છે, સાથે આજે નવા સમાચાર એ મળી રહયા છે કે અમદાવાદ ખાતે ysk સંવાદ સભામાં 15/6 પ્રીમિયમ ભરવાની અંતિમ તારીખ નક્કી થઈ ત્યારે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના ysk કન્વીનર નવીનભાઈ ધોળુ , નારાયણ ડિવિઝન કન્વીનર ‘સુરેશભાઈ હડપાણી’ તેમજ વેબકોમ કન્વીનર ‘નવીનભાઈ ભાવાણી’ સતત એક્ટિવ છે.
Ysk બાબતે યુવક મંડળો ને પડતી અગવડો ને દુર કરવાના તેઓ ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે.
🔷 અગામી બે વર્ષમાં સંપૂર્ણ ઓનલાઈન થઈ જશે..
ઝોન સમાજના પ્રવક્તા સાહેબ શાંતિલાલ નાકરાણીએ જણાવ્યું હતું કે ysk સિસ્ટમ અગામી બે વર્ષમાં સંપૂર્ણપણે ઓનલાઈન થઈ જશે. આ સગવડને કારણે યુવક મંડળનું કાર્યભાર અમુક અંશે હળવો થઈ જશે…
🔷 આ પ્રશંગે...
વિથોણ ખાતે સ્વ. વિનોદભાઈ નાયાણીના દ્રુતીય ysk ચેક અર્પણ સમયે ઉપસ્થિત..
સત્યનારાયણ સમાજના પ્રમુખશ્રી ‘બચુભાઈ નાયાણી’ , ઝોન સમાજના સેકેટરી અને ઇમીડિયેટ પ્રેસિડેન્ટ છગનભાઇ ધનાણી , ઝોન સમાજ પ્રવક્તા ‘શાંતિલાલ નાકરાણી’ ઝોન સમાજના ઉપપ્રમુખ ‘ધીરજભાઈ ભગત , ઝોન સમાજના કારોબારી સભ્ય ‘ઝવેરભાઈ કેશરાણી’ તેમજ યુવાસંઘ CCM મેમ્બર ખીમજીભાઈ પારસિયા, યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના સુરેશભાઈ હડપાણી , ભરતભાઈ છાભૈયા , ભરતભાઈ ઠાકરાણી , pro મનોજ વાઘાણી તેમજ સ્થાનિક વિથોણ યુવક મંડળ તેમજ મહિલા મંડળ ઉપસ્થિત રહેલ અને સંચાલન યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન સેકેટરી ‘તુલશીભાઈ લીંબાણીએ’ કરેલ
‘જય હો’
✍️ મનોજ વાઘાણી..
પ્રવક્તા , યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…