🔷 2 એપ્રિલ થી 7 દિવસ માટે..
વિથોણના 20 એક યુવાનો દ્વારા આ ઉમદા હેતુસર ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે..જેમાં દિલ ખોલીને દાતા પરિવાર દાન વર્ષાવી રહ્યા છે. આ વિસ્તારમાં અબોલા પશુપક્ષીઓ માટે સારવાર કેમ્પો, વગડાઓમાં પક્ષીઓ ને ચણ, ગામમાં કુતરાઓ ને રોટલો અને માંદા પશુ -પક્ષીઓ માટે ખાસ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જીવદયા પ્રેમી ખડેપગે હોય છે..!
વિથોણના 20 એક યુવાનો ને એક વિચાર એવો પણ આવ્યો, કદાચ કુદરતે સુજાડેલ હોય..? કે આપણે ભાગવત સપ્તાહ તો ઘણીબધી જોઈ અને સાંભળી પણ આપણે કોઈ દિવસ ‘જીવદયા’ માટે આ વિસ્તારમાં ભાગવત સપ્તાહનું આયોજન થયું હોય એવું નથી લાગતું. તો આપણે સૌ યુવાનો સાથે મળી ને આયોજન કરીએ તો કેવું રહે..?
Orgenic Agarbatti Product – Hari Zalak Gruh Udhyog -Nana Angiya
તારીખ 2 એપ્રિલ થી 9 એપ્રિલ સુધી વિથોણની પાવન ધરતી પર ભાગવત સપ્તાહનું આયોજન થવા જઇ રહ્યું છે..
🔷 આયોજનની તડામાર તૈયારીઓમાં વ્યસ્ત..
અબોલા નો બેલ્લી તરીકે ની છાપ ધરાવતા યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયનના ચેરમેન શાંતિલાલ નાયાણી અને તેમની જીવદયા પ્રેમી ની ટીમ ભાગવત સપ્તાહના આયોજનમાં કામે લાગી ગઈ છે..છેલ્લા 15 રેક દિવસથી પત્રિકાઓ મહેમાન , યજમાનનો સુધો પોહચતી કરવી , મંડપ ,લાઈટ , વગેરેની પાટીદાર સમાજવાડી – વિથોણ મધ્યે ચાલુ છે
જીવદયા માટે એક ઉત્સવરૂપ આ પ્રોગ્રામમાં ઉત્સાહિત યુવાનો તન , મન અને ઘનથી યોગદાન આપી રહ્યા છે. આ ભાગવત સપ્તાહના કન્વીનર શાંતિલાલ નાયાણી , સહ કન્વીનર ‘કાંતિલાલ મિસ્ત્રી , મંત્રી, ‘નરૂભા જાડેજા’ દર્શન સોની , ખજાનચી ‘ભરત લીંબાણી , જીતેશ દરજી, ભીખા ભાઈ રબારી , મેહુલ જોશી , રાજેશ શાહ ,ખરા શંકર જોશી , મેહુલ જાની , દિપક સોની , તુલસી લીંબાણી ,હિતેશ દરજી , પ્રકાશ વાળંદ , જીલુભા જાડેજા , વિનોદ નાયાણી , મનીષ વાલાણી , દિપક નાયાણી , કિશોર દરજી અને કેતન સુથારએ pro ની ભૂમિકા ભજવી છે. આ લોકો આયોજન કરી રહ્યા છે.
🔷 પાવન પ્રસંગોની આછેરી ઝલક..
સંત શ્રી ખેતાબાપા ની પાવનભૂમિ ઉપર સર્વ જીવોના કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યાસાસને ચાવડકાના સુપ્રસિદ્ધ યુવા કથાકાર શાસ્ત્રી શ્રી જગદીશભાઈ જોષી સંગીતમય શૈલી દ્વારા કથાનું રસપાન કરાવશે. જેમાં ૨૧ સદસ્યોની સમિતિ બનાવવામાં આવેલ છે. જેમાં મુખ્ય પોથીના યજમાન સ્વ. લાલજીભાઈ ડુંગરશી કંસારા પરિવાર છે.. કથા દરમિયાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે .
પ્રથમ દિવસે સવારે 8.30 કલાકે ભીડભંજન મહાદેવથી કથા મંડપ સુધી પોથીયાત્રા ત્યારબાદ સંત શ્રી દિલીપ દાદા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે
5 તારીખ ના કૃષ્ણ જન્મોત્સવ.
6 તારીખ ના ગોવર્ધન પૂજા
7 તારીખ ના રૂક્ષ્મણી વિવાહ
8 ના કથા વિરામ થશે
9 તારીખ ના નારાયણ યજ્ઞ રાખવામાં આવેલ છે
કથા દરમિયાન દરરોજ સાંજે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે.અને દરરોજ રાત્રે વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવેલ છે..
‘જય હો’
ફોટો સેન્ડર..
શાંતિલાલ નાયાણી..
✍️ મનોજ વાઘાણી..
પ્રવક્તા , યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન
96017 99904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…