🔷 કેશરા પરમેશ્વરા ડિવિઝન થીમ કન્વીનરો જોડે સંગોષ્ઠિ…
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના ‘કેશરા પરમેશ્વરા ડિવિઝન’ ની મિટિંગ રવાપર લક્ષ્મીનારાયણ સમાજવાડી ખાતે મળી હતી.. જેમાં 13 થીમ કન્વીનરો ને અગામી દિવસો માં વિવિધ થીમ અંતર્ગત પ્રોગ્રામ તૈયાર કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું..
સામાજીક એક્ટિવિટી થી કઈ રીતે સંકળાયેલા રહે તેના અંતર્ગત અગામી દિવસોમાં થીમ કન્વીનરો ને વિવિધ કાર્ય કરવા પર પ્રમુખ સેવક શાંતિલાલભાઈ નાયાણીએ ભાર મુક્યો હતો. છેવાળા ગામમાં કાળી રાત્રે કાઈ તકલીફ પડે તો મને હાદ કરજો , હું હાજરાહજૂર થઈશ એવુ શાંતિલાલ એ અંતરની વાત કરી હતી..
અગામી દિવસોમાં યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન દ્વારા ગામડાઓમાં થીમ અંતર્ગત કાર્ય કરવામાં આવશે અને યુવાસંઘ થી વધારે યુવાનો કનેક્ટ રહે તે અંતર્ગત પ્રમુખ સેવક શાંતિલાલ ભાઈ એ કેશરા પરમેશ્વરા ડિવિઝનના કન્વીનરો ને માર્ગદર્શન આપ્યું હતું..
🔷 ‘સગપણ સમસ્યાઓ ને’ અંતર નો મુજારા સમાન ગણાવી..!!
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનની રવાપર શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી મધ્યે મિટિંગ મળેલ.. તેમાં આસપાસના ગામડાઓમાં માંથી મોટી સંખ્યામાં કાર્યકર જોડાયેલ. ગામડિયા ગામમાં થતી એક્ટિવિટી અંગે માહિતીઓ pro મનોજ વાઘાણી સુધી પોહચાડતા રહેશો.. જેથી આપણી એક્ટિવિટી ન્યુઝ પેપરના માધ્યમ થી દેશ દુનિયાના લોકો માહિતગાર થઈ શકે તેવું શાંતિલાલભાઈ નાયાણી એ જણાવેલ..
અંતરના બે બોલ અંતર્ગત કેશરા પરમેશ્વરા ડિવિઝન માં આવતા ગામડાઓ ના પ્રમુખ શ્રી ઓ એ સગપણ સમસ્યા એ મોટો યક્ષ પ્રશ્ન છે તેવું જણાવેલ.. અમે લોકો આજે ભગવાન લક્ષ્મીનારાયણ ની કૃપાથી ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છીએ સાથે ખેતી વાડી ની પેદાશો થી પણ ખુશ છીએ , પરંતુ દીકરા ના સગપણ સમયે જબરદસ્ત મુંજારો અનુભવી રહ્યા છીએ.. દીકરીના તો લગ્ન થઈ જાય છે પણ દીકરા ની સગાઈ સમયે કિલોમીટર નો પાણો નડે છે..!!
બહાર વસતા ભાઈઓ આપના જ છે, અને આપણા જ રહેશે.. પરંતુ બહારગામ આપણી દીકરીઓ તો પરણાવી છીએ પણ બહારગામથી કચ્છમાં કેમ કોઈ દિકરી યુ આવતી નથી..?? જો આપને આમ ચાલ્યું તો અહીં કુંવારા છોકરાઓની સંખ્યા માં છે એના કરતાં બમણો ભવિષ્યમાં ઉછાળો જોવા મળશે એ નક્કી..!! અમે 150 એકર વાડી કરી રહ્યા છીએ તેમ છતાં છોકરી મળવી મુશ્કેલ જણાય છે તેવું આસપાસ ના ગામડાઓ માંથી પધારેલ ટોચના કાર્યકતાઓ એ જણાવેલ..
અગામી દિવસોમાં ભાગેડુ લગ્ન , વહુ ઓ હાથ માંથી વછૂટી જાય છે અને મોટી ઉંમરે થતા છૂટાછેડાઓ પર ભાર પૂર્વક કાર્ય કરવા જેવું તો છે જ, આ દિશામાં યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન કાર્ય કરે તેવું સ્થાનિક કાર્યકરો એ જણાવેલ.. વધુમાં રવાપર યુવક મંડળના પ્રમુખશ્રી દીપકભાઈ એ જણાવેલ કે સગપણ સમસ્યા ઉકેલ માટે હું તન , મન ,ધનથી કાર્ય કરવા તૈયાર છું સાથે સગપણ સમિતિમાં મારું નામ બે-ધડક લખી નાખશો…
🔷 શબ્દો દ્વારા થીમ કન્વીનર ને પીઠ થાબળવામાં આવી..
નવીનભાઈ ભાવાણી & વિજયભાઈ ભગત એ વેબ કોમની સારી એવી કામગીરી કરેલ.. નવીનભાઈ ભાવાણી પોતાનું જીવન સામાજીક કાર્યમાં સમર્પિત કરેલ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી..!! પોતાને પગે ફ્રેક્ચર હોવાથી ડોક્ટર મિત્રો એ બે મહિના નો આરામ કરવા ફરમાવેલ , પરંતુ તે આરામ સમયે નવીનભાઈ એ વેબકોમનું કાર્ય દ્વારા દરેક કાર્યકતાઓ થી લઈને સૌ કોઈના ફેમીલી id , ફોટો વગેરે નું ઝડપી ઓનલાઈન કાર્ય કરેલ.. આ મિટિંગ દરમિયાન પ્રમુખ સેવક શાંતિલાલભાઈ નાયાણી એ સરાણીય કાર્ય ને જાહેરમાં વખાણેલ..
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન ના મહામંત્રીશ્રી રાજેશભાઈ સાંખલા એ આ કાર્યક્રમનું સંચાલન કરેલ અને રાષ્ટ્રગાન બાદ સૌ છુટા પડેલ..
જય હો
✍️ મનોજ વાઘાણી..
PRO, યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…