🔷 તળાવના નવનીકરણ બાદ પ્રથમ વખત….

ભૂકંપના આસપાસના સમયગાળા દરમિયાન નાના અંગીયા ગામનું મેઘસર તળાવનું મોટી પાળ બાંધીને નવનીકરણ કરવામાં આવ્યું હતું.. આશરે 14 એક એકરના વિસ્તારમાં પથરાયેલુ તળાવ સારા ચોમાસા દરમિયાન પાણીથી તરબતર થઈ જતું હોય છે.અને આ નઝરે જોનારની આંખો ઠરે તેવા દ્રશ્યો સર્જાતા હોય સાથે એક મીઠી બળતરા લોકો વ્યક્ત કરતા હોય છે કે તળિયું સાવ નબળું છે નહીં તો પાણીનો સંગ્રહ જોતા ખરેખર બે વર્ષ પાણી ચાલે.. (ચોમાસાના ચાર મહિના બાદ તળિયા જાટક થઈ જાય છે..!!)

તળાવનું નવનીકરણ થયા બાદ ગાંડા બાવળો એ જાણે તળાવ વિસ્તારમાં ઠેક- ઠેકાણે પોતાનો કબજા નો વિસ્તાર વધાર્યો હતો..! એન્ટ્રી થી લઈને તળાવ અંદર , તળાવની ફરતે પાળ પર , પ્રવેશ કરવામાં ખૂબ મુશ્કેલ થાય એટલો બંધો મોટી સંખ્યામાં ગાંડો બાવળ ઉગીને મોટા ઝાડ જેવો નેઢું થઈ ગયેલ.


તળાવનું નવનીકરણ થયા બાદ પ્રથમ વખત મેઘસરને પૂરું સાફ સુફાઈ jcbની મદદથી કરવામાં આવી રહ્યું છે…



🔷 શ્રી ફળ વધેરીને સફાઈ અભિયાનનો સ્ટાર્ટઅપ આપતા સરપંચ શ્રી અને સભ્યશ્રીઓ….

સવારે 9.30 કલાકે આજરોજ આશરે 13એક એકરના વિસ્તારમાં મેઘસર તળાવની પાળ અને પુરા વિસ્તારમાં ગાંડો બાવળ ફેલાઈ ગયેલ જેને પોતાના સાફસફાઈ અભિયાનનો હિસ્સો માની ને તળાવ ને jCBની મદદથી સાફસફાઈ કરવાનો પ્રારંભ શ્રી ફળ વધેરીને નાના અંગીયાના પ્રથમ નાગરિક શ્રી મતિ હંસાબેન મહેન્દ્રભાઈ પારસિયા સાથે વોર્ડ સભ્યો હાજર રહી ને સ્ટાર્ટઅપ અપાવ્યો હતો તેની આછેરી ઝલક આપ સમક્ષ..

આ સફાઈ અભિયાન થી રમતપ્રેમીઓ અને ગ્રામજનો પોતાનો અંતરનો રાજીપો વ્યક્ત કરી રહ્યા છે.અને સોશિયલ મીડિયા મારફતે ગ્રામપંચાયત ને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે..

ફોટો ક્લિક..
શરદભાઈ પોકાર

✍️ મનોજ વાઘાણી
નાના અંગીયા -96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *