🔷 મકરસંક્રાંતિના રોજ પ્રથમ વખત આયોજન..
ઉતરાયણના તહેવારના રોજ હાલ પતંગ ચગાવવાનો ક્રેઝ ગામડાઓમાં ઓછો થતો જાય છે. પતંગ રશીકોની રાવ હોય કે પતંગને માફક આવે એવો પવન નથી..! પતંગ થી પખીઓ પણ ઘાયલ થાય એના કરતાં આનંદ ઉત્સવનું આયોજન કરીએ અને આખો દિવસ સાથે રહીને આનંદ કરીએ..
પાટીદાર સમાજ , યુવક મંડળ તેમજ મહિલા મંડળના સહયોગથી *શ્રી પાટીદાર મિત્ર મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં…
🔷 ધાવડા ધમાલ
🔷 ધાવડા સ્ટાર
🔷 ધાવડા માસ્ટર
🔷 ધાવડા ડાયમંડ
એમ ચાર ટીમો બનાવવામાં આવી હતી. જેમાં યુવક મંડળ ની ૪ ટીમ તેમજ વડીલોની ૧ ટીમની સાથે ૧ યુવા મહિલા ટીમ અને ૧ મહિલા મંડળની ટીમ ભાગ લીધો હતો.
જેમાં ફાઇનલ ધાવડા ધમાલ અને ધાવડા માસ્ટર વચ્ચે રમાની હતી. આખતે ધાવડા ધમાલે બાજી મારી હતી..
🔷 આનંદ ઉત્સવમાં છેલ્લે હનુમાન ચાલીશા પાઠ કરી છુટા પડેલ..
ખુબ જ સરસ અને સફળ પ્રોગ્રામમાં ધાવડા મોટા મધ્યે પાટીદાર મિત્ર મંડળ દ્વારા યોજવામાં આવ્યો.સમસ્ત પાટીદાર સમાજે આનંદ માણ્યો ત્યાર બાદ સાંજના સમયે હનુમાન ચાલીસા સમૂહમાં પાઠ કરીને અને જીલીને આનંદ મહોત્સવને પૂર્ણ જાહેર કર્યો હતો..
આખા દિવસનાં આ આયોજનને સફળ બનાવવામાં લોકો તેમજ સમસ્ત દાતા મિત્રોનો પાટીદાર સમાજ અને યુવક મંડળ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે..
લી.
પાટીદાર સનાતન સમાજ
પાટીદાર યુવક મંડળ
પાટીદાર મહિલા મંડળ
ધાવડા મોટા
ફોટો & ઇન્ફો સેન્ડર..
શૈલેષ ડાયાણી – ધાવડા મોટા
✍️ મનોજ વાઘાણી – 96017 99904
નાના અંગીયા – કચ્છ

આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…




