#પોઝીટીવપંચ 112.. વૈદિક ઘડિયાળ નામના અર્થ સાથે…!!!

🕉️ 1:00 વાગ્યાના સ્થાન પર *ब्रह्म* લખેલું છે જેનો અર્થ થાય છે;
બ્રહ્મ એક જ છે બે નથી.

🕉️ 2:00 વાગ્યાના સ્થાને *अश्विनौ* લખેલું છે તેનો અર્થ થાય કે;
અશ્વિની કુમારો બે છે

🕉️ 3:00 વાગ્યાના સ્થાને *त्रिगुणाः* લખેલું છે તેનો અર્થ થાય ત્રણ પ્રકારના ગુણો:
સત્વ રજસ્ અને તમસ્

🕉️ 4:00 વાગ્યાના સ્થાને *चतुर्वेदाः* લખેલું છે તેનો અર્થ થાય વેદો ચાર છે;
ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ

🕉️ 5:00 વાગ્યાના સ્થાને *पंचप्राणा* લખેલું છે જેનો અર્થ થાય પાંચ પ્રકારના પ્રાણ છે;
પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન

🕉️ 6:00 વાગ્યાના સ્થાને લખેલું છે *षड्रसाः* એનો અર્થ થાય કે રસ છ પ્રકારના છે;
મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો

🕉️ 7:00 વાગ્યાના સ્થાને લખેલું છે *सप्तर्षियः* તેનો અર્થ થાય સાત ઋષિ છે;
કશ્યપ, અત્રી, ભારદ્વાજ,
વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ

🕉️ 8:00 વાગ્યાના સ્થાને લખેલું છે *अष्टसिद्धि* જેનો અર્થ થાય આઠ પ્રકારની સિદ્ધિ છે;
અણીમા, મહિમા, દધીમા, ગરીમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ

🕉️ 9:00 વાગ્યાના સ્થાને લખેલું છે *नव द्रव्याणी* જેનો અર્થ થાય નવ પ્રકારની નિધિઓ હોય છે;
પદ્મા, મહાપદ્મ, નીલ, શંખ, મુકુંદ, નંદ, મકર, કશ્યપ અને ખર્વ

🕉️ 10:00 વાગ્યના સ્થાને લખેલું છે *दशदिशः*, જેનો અર્થ થાય દશ દિશાઓ;
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ

🕉️ 11:00 ના સ્થાને લખેલું છે *रुद्राः* જેનો અર્થ થાય રુદ્રા અગિયાર છે;
કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુધ્ન્ય, ચંડ, ભવ

🕉️ 12:00 વાગ્યાના સ્થાને લખેલું છે *आदित्याः* જેનો અર્થ થાય છે આદિત્યો બાર છે ;
અંસુમાન, અર્યમાન, ઈંદ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ્,મિત્ર, વરુણ, વિવસ્વાન, વિષ્ણુ

ભુલી ગયૅલી ભારતની મહાન સંસ્કૃતિ

“જય હો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *