#પોઝીટીવપંચ 106.. સરહદી ગામડાની મુલાકાતે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન.મારો છેવાડા નો ભાઈ એકલતા મહેસુસ ન કરે અને હમેશા અગ્રેસર રહે એ હેતુથી.
🔷 પાટીદારો ઓછા ને પ્રોપર્ટીઓ જાજી..
લખપત વિસ્તારના સમય જતાં સમૃદ્ધ ગામડાઓમાં પાટીદારોની વસ્તી ધીમીધારે ઘસાતી ગઈ..! જમીન માફક પાણી રહ્યા નહિ , અને રહ્યા તો એરંડા જેવા પાકો લઈ શકાય એ પૂરતા જ..! કેમ કે પાણીના તળિયાએ 550+ ઉડા ગયા અને ધંધાકીય સ્કોપ બીજા રહ્યા નહિ એમા વડીલો સમય જતાં માઈગ્રેશન કર્યું. આમ પણ કુદરતનો નિયમ છે કે માઈગ્રેશન માણસની પ્રગતિનો મોટો ભાગ છે.
લખપત તાલુકાના સરહદી ગામોમાં દયાપર સેન્ટર અને આસપાસના ગામડાઓમાં હજુ એ પાટીદારોની વસ્તી તો છે જ , પણ પહેલા કરતા 1 ભાગની. આજે આ સરહદી ગામડાઓમાં બહાર રહેતા પાટીદારોની સ્થાનિક મોટા પાયે ખેતી , ઘર , પ્લોટ વગેરે જેવી કિંમતી પ્રોપર્ટીઓ છે. પણ સદનસીબે ખાલીખમ પડ્યું છે. દર વર્ષે આ પાટીદાર ના ગામડાઓમાં એકાદ – બે પરિવાર ઓછા થતા જાય છે અને આમને આમ ધીમીધારે વસ્તી ઘસાતી જાય છે..આ સરહદી ગામમાં રહેલ પ્રોપર્ટી અંગે અત્યારથી જાગવાની જરૂર છે.
🔷 સતર્કતા જરૂરી…
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન અને તેમાંય બે ડીવીઝનોમાં નારાયણ ડિવિઝન અને કેશરા પરમેશ્વરા ડિવિઝન. કેશરા પરમેશ્વરા ડિવિઝનોમાં આવતા સરહદી ગામડાઓમાં જાગૃતિ અર્થે તેમજ સામાજીક ક્ષેત્રે યુવા હ્ર્દય સમાજ પ્રત્યે સજાગ રહે તે હેતુથી યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન તારીખ 29/11/2021 ના રાત્રે સંપર્ક યાત્રા કરી હતી..
કોટડા પ્રકરણમાં 30/11/2021 ના સવારે 10.00 કલાકે કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં જે રેલી યોજાવાની હતી તેમાં બહોળી સંખ્યામાં છેવાડા ના ગામનો પાટીદાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તે અર્થે લોક સંપર્ક કરેલ…
🔷 15 થી 25 ગામડાઓના પાટીદાર ભાઈઓ ઉપસ્થિત રહેલ..
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયનનું કેશરા પરમેશ્વરા ડિવિઝન ના ગામડાઓમાં નેત્રા, વીગોડી ,રસલીયા , રવાપર , ઘડાણી , હરિપર , દયાપર ,ખોમ્ભડી , વાલકા , નાની વિરાણી , સિયોત , દોલતપર , પાનેલી , ઘડુલી વગેરે ગામના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા..
સરહદી ગામ ના પાટીદારો એ દિલાસો આપ્યો હતો કે અમને જ્યારે સમાજ અને યુવાસંઘ હાદ કરશે ત્યારે અમે ચોક્કસ હાજરા હજુર હશુજ..
🔷 પ્રમુખ સેવક શાંતિલાલ નાયાણી સાથે જોશીલી ટીમ..
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન તેની કામગીરી પુરજોશમાં ચાલુ કરી દીધી છે..કારણે ઈશ્વરે પ્રમુખ સેવક શાંતિલાલભાઈ ને હાઈ hpનું એન્જીન આપ્યું છે. ગમે એટલો ભાર નાખો ભાઈ દબાય એમ જ નથી..મારો છેવાડાનો ભાઇ એકલતા મહેશુંશ ન કરે અને હંમેશા અગ્રેસર રહે એ હેતું થી ટીમ દયાપર મધ્યે પોહચી..
પ્રમુખ સેવક શાંતિલાલ નાયાણી સાથે , પૂર્વ પ્રમુખશ્રી શૈલેષભાઇ પોકાર , મંત્રી શ્રી રાજેશભાઈ સાંખલા , સહ મંત્રીશ્રી તુલશીભાઈ લીંબાણી , ખજાનચી શ્રી પ્રકાશભાઈ ભીમાણી , સહ ખજાનચી વિજય સાંખલા , PRO મનોજ વાઘાણી , નારાયણ ડિવિઝન પ્રમુખશ્રી નવીનભાઈ પોકાર , ઉપ પ્રમુખશ્રી હસમુખભાઈ પારશિયા , મંત્રીશ્રી નીતિનભાઈ ભાદાણી , કેશરા પરમેશ્વરા ડિવિઝન પ્રમુખશ્રી કિશોરભાઈ સાંખલા તેમજ મંત્રી શ્રી ભાવિન લીંબાણી તેમજ ysk રિઝિયન pdo નવીનભાઈ ભાવાણી વગેરે હોદેદારો જોડાયા હતા..
🔷 માતાના મઢ મંદિરે 4 મિનિટ ચમત્કારી લાભ.
લોક સંપર્ક બાદ પાછા ફરતી વખતે યોગાનુંયોગ રાત્રે 8.26 થતી હતી અને મંદિર ને વધાવાનો ટાઈમ 8.30 છે. કુદરતે મા ના ધામ પોહતા એ 4 મિનિટના ચમત્કારિક દર્શનનો લાભ પણ મળ્યો હતો