#પોઝીટીવપંચ 103.. પ.પૂ.ડોંગરેજી મહારાજ ના અમૃતવચન…


૧.. મનુષ્ય જન્મ બીજા ને સુખી કરવા માટે છે.


૨.. નાસ્તિક ને પણ પરમાત્મા પ્રકાશ, પાણી અને પવન આપે છે. નાસ્તિક પણ પ્રભુના સંસારમાં જ રહે છે.
ભગવાનને ખોટું લાગતુ નથી. પણ જે વૃધ્ધ માતાપિતા ની સેવા કરતો નથી એ ભગવાન ને જરાય ગમતો નથી.

૩.. કપટ કરનારનુ મન કાયમ ને માટે અશાંત રહે છે.

૪.. તમે સાધુ ન થાઓ તો વાંધો નહી,પણ સરળ થાઓ. જેનું રદય બહુ સરળ હોય તેના રદયમાં પરમાત્મા નો પ્રવેશ થાય છે.

૫.. જેનુ રદય વાકુ છે તે કદાચ રૂપિયા ભલે કમાઈ શકે,પણ એના રદયમા પરમાત્મા આવતા નથી.

૬.. પરમાત્મા ને રાજી કરવા માટે તમે તમારી ફરજ બરાબર બજાવો, સ્વધર્મ નુ પાલન કરો.

૭… કકૅશ વાણી એ ઝેર છે. કોઈ નુ દિલ દુભાય તેવુ બોલશો નહીં. લાકડી નો માર ભુલાઈ જાય છે પણ શબ્દનો માર ભુલાતો નથી. વાણી મધુર હોવી જોઈએ. જે મધુર બોલે તે પરમાત્મા ને ગમે છે.

૮.. પરમાત્મા શ્રી રામ નુ નામ જપવાથી મનને ખુબ શાંતિ મળે છે.

૯.. જે સંસાર મા આવે છે એને ઝેર તો પીવું જ પડે છે. તમારો છોકરો તમારુ કયુ ન કરે અને સામો જવાબ આપે તો તમને ઝેર જેવું લાગશે. સંસારમાં નિંદા, વ્યાધી, અપમાન વગેરે ઝેર છે. જયારે જયારે જીવનમાં દુઃખ આવે ત્યારે રામનામ જપ કરજો.

૧૦.. શ્રી રામ, શ્રી કૃષ્ણ હૃદય નો શુદ્ધ પ્રેમ લાગે છે. પ્રેમ જુએ ત્યાં પરમાત્મા દોડતા જાય છે.

૧૧.. ગોપીઓનો પ્રેમ કનૈયા ને વગર આમંત્રણ ગોપીને ઘરે લઈ જાય છે. શબરીજી ઝૂંપડીએ લઇ જાય છે.

૧૨.. પરમાત્મા સત્કમૅ કરાવે છે, પુણ્ય કમૅ કરાવે છે.

૧૩. મારા હાયે જે સારું કામ થયું તે પ્રભુએ કરાવ્યુ અને જે ખરાબ કામ થયું તે મૈં કર્યું એવું સદાય માનજો.

૧૪.. જપ વિના જીવન સુધરતું નથી. સ્વભાવ સુધરે છે પરમાત્મા ના ધ્યાન જપથી.

૧૫.. મન શુદ્ધ હશે તો જ ભક્તિ માં આનંદ આવશે.

૧૬.. જગત માં તમારું જ્ઞાન વધે , માન વધે, પરમાત્મા તમને અતિશય ધન આપે, ખૂબ સુખી કરે ,તો પણ મન થી બાળક જેવા રહેજો. જેનું મન બાળક જેવું છે
એનીજ ભક્તિ ભગવાન ને ગમે છે. બાળક નું મન નિર્દોષ હોય છે. બાળક ના મનમાં અભિમાનનો સ્પર્શ નથી.

૧૭.. સત્યસંગ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. સત્યસગથી મનનો મેલ દૂર થાય છે. પ્રભુ કથા જગતનું વિસ્મરણ કરાવે છે. કથા સાંભળવાથી પરમાત્મા માં પ્રેમ થાય છે. ૧૮)માન-અપમાન‌મા મનને શાંત રાખનારો જ મહાન બની શકે છે.

૧૯.. એકાદશીનો દિવસ બહુ પવિત્ર છે.

૨૦.. દુ:ખથી પાપનો નાશ થાય છે. દુ:ખથી હૈયું બાળશો નહિ.

૨૧.. સામાન્ય રીતે એવું દેખાય છે કે આ સંસારમાં કોઈ રૂપિયા માટે જીવે છે‍, કોઈ સ્ત્રી માટે જીવે છે, કોઈ સંસાર સુખ માટે જીવે છે. પરોપકાર અને પરમાત્મા માટે બહુ ઓછા જીવે છે.

૨૧.. ઈશ્ર્વર પાસે કંઇ માગશો નહિ. માગશો તો તે વેપાર જેવું ગણાશે.

૨૨.. આ ધરતી કોની છે? માનવ પરમાત્માની ધરતીમાં બેઠો છે.માનવ પ્રભુની ધરતી ઉપર ચાલે છે. માનવ પરમાત્માએ આપેલા જળનુ પાન કરે છે. પરમાત્માના ઉપકારનુ સ્મરણ કરો.

૨૩.. આપણા માટે જ ભગવાન અનાજ ઉત્પત્ર કરે છે આપણા માટે જ વરસાદ પાડે છે. આ ફળ-ફૂલ પણ આપણા માટે જ પ્રભુએ ઉત્પન્ન કર્યા છે.

૨૪.. સંસારનો બધો પ્રેમ સ્વાર્થ અને કપટથી ભરેલો છે. ઈશ્ર્વરને કોઈ જ સ્વાર્થ નથી. જમ્યા પછી માનવ સૂઇ જાય છે. ભગવાન કહે છે કે હું તારી પાસે આખી રાત બેસીને તને સાચવીશ. ઈશ્ર્વર જાગીને એનું રક્ષણ કરે છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *