#પોઝીટીવપંચ 03… 5 કલાકમાં 2500 પલ્સ લોકોને આયુર્વેદિક ઉકાળો પીવરાવતું અંગીયા ગ્રામપંચાયત…!! આસપાસના છુટાછવાયા ગામડાઓના લોકો બોટલ, બરણીઓ, તબલક (કમંડળ)વગરે પાત્રો દ્વારા પરિવાર સુધી પોહચાડયો ઉકાળો.. (ઇમ્યુનિટી બુસ્ટર તરીકે અસરકારક Ayurvedic ઉકાળો..)
🔷 માત્ર Covid-19ના 2 કેશ એક્ટીવ થતા જ તકેદારીના ભાગરૂપે ઉકાળાનું આયોજન…
ગત 2020માં 17 થી 25 લોકો કોવિડ-19 થી સંક્રમિત થયા હતા..!હાલ જે રીતે Hospital મા પરિસ્થિતિ ઉભી થઇ છે,એ જોતાં ભારતભરમાં કોરોના Positive સંખ્યામાં દિવસે ને દિવસે આંક વધતો જ જાય છે.તેની સરખામણીમાં ચાલુ વર્ષે કોરોના સંક્રમિતોની અંગીયા અને આસપાસના ગામડાઓ સંખ્યા બહુ ઓછી છે.એ સારી બાબત છે,છતાં તકેદારીના ભાગરૂપે ગ્રામપંચાયતે ઉકાળાનું આયોજન કરીને આસપાસના ગામડાના તેમજ અંગીયાના સર્વે લોકોને 5 કલાકમાં 2500 પલ્સ લોકોને આયુર્વેદિક ઉકાળો પીવરાવ્યો હતો..!
🔷 ઉકાળા સેવન દરમિયાન આછેરી ઝલક…
સેવાભાવી મણિલાલભાઈ મેઘાણી તેમજ બાબુ ભાઇ પૂંજાભાઈ રૂડાણીનો આ આયુર્વેદિક ઉકાળાના આયોજનમાં અગ્રેસર ફાળો હોય છે.સવારે 5 કલાક થી ઉકાળાનો રસ બનાવવાની પ્રોસેસ શરૂ થઈ જાય છે જે આશરે 3 કલાક સુધી ચાલે છે તેવું મનીલાલ ભાઈ એ જણાવ્યું હતું..
નાના મોટા તેમજ બુઝુર્ગો લોકો આ ઉકાળનું સેવન કર્યું હતું સાથે પોતાના પરિજનો માટે બોટલ,તબલક અને બરણીઓ જેવા પાત્ર દ્વારા પોતાના પરિજનો સુધી ઉકાળો પીવરાવ્યો હતો…
“જય હો”
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904