#जिक्र का जंक्शन 225. 72મો વાર્ષિક પાટોત્સવ ની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરતા નાના અંગીયા લક્ષ્મીનારાયણ સમાજજનનો ની વિડીઓ ઝલક…
🔷 લાસ્ટ 2019માં વાર્ષિક પાટોત્સવની ધામધૂમથી ઉજવણી થયેલ…
છેલ્લે 2019માં વાર્ષિક પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ.ત્યારબાદ Covid-19 એ વિશ્વ આખાના ને વાઇરસની ચપેટમાં લીધેલ.તેના થી તો બાળકો થી લઈને બુઝુર વર્ગે પરિચિત છે જ અને કેટલાય દિવસો સુધી દેવ-દર્શન માટેએ મંદિરો બંધ રહેલ..
🔷 કોરોનાકાળના બે વર્ષ જજુમ્યા બાદ લોકોમાં તહેવારો માણવાની તલપ વધી છે..!!
2021નું કચ્છી નૂતન વર્ષ એટલે કે અષાઢી બીજ ની અનુકૂળતા મુજબ સ્થાનિકોએ ઉજવણી કરેલ. ત્યાર બાદ સરકાર શ્રી તરફથી કડક નિયમમો માંથી થોડીક ગણી છૂટછાટ મળેલ તો પણ આવનાર સમયમાં સંક્રમણ ન ફેલાય તે માટે સાતમ-આઠમ જેવા ભારે જમાવટવાળા તહેવારો મોકૂફ જ રાખ્યા છે.
શ્રાવણ સુદ સાતમ એટલે એ દિવસે નાના અંગીયા લક્ષ્મીનારાયણ સમાજનો વાર્ષિક પાટોત્સવ ની ઉજવણી.બે વર્ષના સમયગાળા બાદ આજરોજ પાટોત્સવ નિમિતે ઉમંગ અને ઉત્સાહ સાથે ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ તેમજ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે સૌ સમાજજનો પ્રાર્થના કરી રહ્યા હતા કે જલ્દીથી કોરોનારૂપી વાઇરસ નાબૂદ થાય અને પહેલાની જેમ જ દરેક ઉત્સવોની ઉજવણીઓ અમારા દેશ-પરદેશ અને ગામ,બહાર-ગામ વસ્તા સમાજજનો સાથે થાય..
સવારે 10.15 કલાકે મંદિરના પૂજારીશ્રી શાસ્ત્રી કૌશિકભાઈ જોષી દ્વારા મંત્રોચ્ચાર મય વાતાવરણ માં વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવેલ જેમાં ધ્વજારોહણ બાબુલાલ દેવજીભાઈ કેશરાણી પરિવાર તેમજ શ્રી સત્યનારાયણ ભગવાનની આરતી નરસિંહ ભાઈ અરજણભાઈ માવાણી પરિવાર સાથે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી રામજીભાઈ હિરજીભાઈ શિવજીયાણી પરિવાર અને ઉમિયા માતાજીની આરતી નરસિંહભાઈ દેવજી પારસિયા પરિવારને ઉતારવાનો સૌ ભાગ્ય પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ સૌ સમાજજનો પ્રીતિ ભોજન રૂપી પ્રસાદ લઈ છુટા પડ્યા હતા..