#जिक्र का जंक्शन 202. પોલીસ થી પાર્લામેન્ટ સુધીના લોકો છે પાંચાણી થી પરિચિત..!!
આ ઉંમરમાં મોટાભાગના લોકો કોઈકને સાંભળતા હોય એટલે કે odiance તરીકે,એવી ખુબ જ નાની ઉંમરમાં નિસ્વાર્થ ભાવે સેવાકીય કાર્યો કરીને એક લોક ઉપયોગી કાર્યકરની છબી ઉભી કરી છે. જાહેર કે સામાજીક અને રાજકીય કાર્યક્રમોમાં ભાઈ શ્રી નૈતિકભાઈ પાંચાણીને સ્ટેજ પર સ્થાન અને હજારો લોકો એમને સાંભળતા હોય એ એમને કરેલ કાર્યોનું ખરેખર પરિણામ છે.
ઇસ્કોન મંદિર-અમદાવાદ દ્વારા પરિવારની મરજી વિરુદ્ધ,પરિવારના એકના એક યુવાનને સાધુની શિક્ષા આપતા ત્યાં ભારે મહેનત અને મીડિયા મારફતે નૈતિકભાઈએ યુવાનને પાછો લાવવામાં એડીચોટીનું જોર લાગાવેલ.નખત્રાણા માં બ્લડ ડોનેટ કેમ્પ મોટા ભાગના નૈતિકભાઈ અને અનિલભાઈ આગેવાનીમાં થતા હોય છે..!
રાજકીય ક્ષેત્રે તેમજ પોલીસ બેડા માં નાની ઉંમરમાં સારી એવી છાપ ઉભી કરી છે.કેન્સર, ટી.બી, કુપોષિત બાળકો માટે કેમ્પો અને લોકોને સ્વાસ્થ્ય અંગે માહિતગાર કરવા માટે આગળ પડતા જ હોય છે.તે સિવાય કુપોષિત બાળકોને દતક લઇ સમાજ સેવાની નવી રાહ ચીંધી છે.હોસ્પિટલને લગતા કાયો અને ડોકટરોને ભલામણ સાથે નાના અને ગરીબ માણશોને કેવી રીતે ઉપયોગી બન્ની શકાય એ ગુણ ભાઈ શ્રી નૈતિકભાઈ માં આબેહુબ તરી આવે છે..
આજરોજ નૈતિકભાઈના જન્મ દિવસે અઢળક શુભેચ્છાઓ..
જય હો
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904