#जिक्र का जंक्शन 166.. ‘હાગવાળા તળિયાથી હાફતું’ અંગીયા ગામનું મેઘસર તળાવ ગતવર્ષ 2019ની સરખામણી એ અંતે 12 દિવસ લેટ ઓગતા ગ્રામજનો દ્વારા વધાવામાં આવ્યું તેની તસ્વીરી ઝલક…..


🔷 2020 સીઝનનો અત્યાર સુધીમાં 20 ઈંચ ઉપર વરસાદ વર્ષયો…


અંગીયાની ભૂખી નદી આ સીઝનમાં ત્રીજી વાર આવી અને લોકો હોંશે-હોંશે ઉમંગ સાથે કિનારે જોવા પણ ગયા..!!આ સીઝનમાં અત્યાર સુધી વરસાદ સારો એવો વર્ષયો છે.અને એવું બે વખત બન્યું છે કે જરાક જેટલી વરસાદની ઘટને કારણે તળાવ ઓગણતાં ઓગણતાં રહી ગયું છે..મતલબ વરસાદની થોડીક હેલ્લી છક્કી આવી હોત તો મેઘલાડુ જેવું થઈ ગયું હોત.તારીખ 24-8ના સવારે 7 કલાક પછી જે 45 મિનિટમાં અંદાઝે 3 થી 4 ઈંચ વરસાદે પાણી-પાણી કરી મૂકીને મેઘરાજાએ મેઘસર તળાવને ઓગના
વી ને મોજ કરાવી મૂકી હતી.ઘણા દિવસોથી ગ્રામજનો તળાવ ક્યારે ઓગણશે એની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા હતા…



🔷 માત્ર દોઢ મહિનામાં તળીયા જાટક થઈ જતું મેઘસર.

અત્યારે પાણીથી તરબતર તળાવમાં એટલું બધું પાણી છે એ જોઈને એવું જરૂર લાગે કે હવે બે વર્ષ વરસાદ નહિ પડે તો પણ ચોપા માટે પાણી નહિ ખૂટે..!!(મેઘસર તળાવના કિનારે બનેલું ક્રિકેટ ગ્રાઉન્ડની પિચ પર પણ કેડસમાન પાણી ભર્યા છે) આ બધું પાણી ગણતરીના મહિનાઓમાં તળીયા જાટક જોઈને માલધારી વર્ગને અફસોસ જરૂર થતો હોય છે..મેઘસર તળાવ હાગવાળા ભાગને કારણે પાણી સંગ્રહ કરવામાં હાંફી પડે છે…



🔷 પંચાયત દ્વારા સરકારશ્રીની કોઈ યોજનાઓથી તળાવના તળિયાને પાણી સંગ્રહ માટે સક્ષમ બનાવવામાં આવે એવી આશા..

આવતા વર્ષ 2021 ના મોન્સૂન પહેલા મેઘસર તળાવને પાણી સંગ્રહ લાયક બનાવવામાં આવે તો ઉનાળાની 45 ડિગ્રી ગરમીવાળા દિવસોમાં અબોલા જીવોને અવાડા સુધી પાણી પીવા લાબું ન થવું પડે.હાલ કાર્યરત સરપંચ શ્રી તેમજ ઉપસરપંચશ્રી સરકારશ્રીની કોઈ પાણી સંગ્રહ યોજનાઓ હોય તેનો લાભ જો મેઘસર તળાવને અપાવે તો પાણી સ્ટોરેજ ક્ષમતામાં જબરદસ્ત સુધારો આવે..



🔷 ગ્રામજનો દ્વારા તળાવને વધાવામાં આવ્યું તે વેળાની તસવીરો…

તારીખ 24ના સવારે 45 મિનિટ 3 થી 4 ઈંચ મુશળધાર વરસાદએ નાના-અંગીયાનું મેઘસર તળાવને ઓગનાવી મૂક્યું હતું..આજ રોજ તારીખ 25 ઓગસ્ટના સવારે 9.00 કલાકે શાસ્ત્રી કૌશિક મારાજના મંત્રોચ્ચાર સાથે સરપંચશ્રી તેમજ ઉપસરપંચ અને પંચાયત કારોબારી સભ્યો તેમજ નાના અંગીયાના હોશીલા ગ્રામજનો દ્વારા મેઘસર તળાવને વધાવામાં આવ્યું હતું..



”જય હો”

તસ્વીર..
મયુર ભગત,મિત રૂદાણી..

✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

—– Thank You —–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *