Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 156. દરેક કાર્યકર્તા ને આશાવાદી કેમ બનવું , લોકોને સમાજ પ્રત્યે જાગૃત કેમ કરવા એનું જોર અને જોશ પૂરું પાડવાનું સ્ટોરેજ જો કોઈ હોય તો એ શૈલેષભાઇ પોકાર છે.

ટૂંકું અને ટચમાં આપ લોકોને જણાવું કે 5 મહિના અગાઉ જેઓ જીયાપર-કચ્છ મધ્યે શિયાળાની કાતિલ ઠંડીમાં યુવા સુરક્ષા કવચનો (YSK ) દ્રુતીય ચેક અર્પણ કરવા કચ્છ રિજીયનની ટીમ સાથે જોડાયા હતા. સામાજીક સેવાનો જ્યાં સાદ પડે ત્યાં શૈલેષભાઈ ને આમંત્રણ ના આપો તોય પોહચે એવો તો એને સેવાકીય કાર્યો કરવાનો નશો. દરેક કાર્યકર્તા ને આશાવાદી કેમ બનવું , લોકોને સમાજ પ્રત્યે જાગૃત કેમ કરવા એનું જોર અને જોશ પૂરું પાડવાનું સ્ટોરેજ જો કોઈ હોય તો એ શૈલેષભાઇ પોકાર છે.

વિડીયો જોવા માટે નીચે આપેલ લિંકમાં ક્લિક કરશોજી…


5 ડિગ્રી શિયાળાની કાતિલ ઠંડીમાં જેમને ચાલુ ગાડીએ અને એ પણ ડ્રાઇવિંગ કરતા પેરાલિસિસ થયું અને અમદાવાદ સુધી ની દર્દનાક સફરમાં સૌ કાર્યકરો , સગાસંબંધીઓ , સ્નેહીઓ , હિતેચ્છુઓના પગ ઢીલા અને મનમાં એકવખત તો એવું લાગ્યું કે શૈલેષભાઈ કાયમી પલંગ અને પથારીને પ્રિય થઈ જશે..!! પણ જેને જીવનમાં સારા સામાજીક કર્મો અને સેવાઓ કરેલી હોય એને મિત્રો સર્જનહાર સાથ આપે…


મન થી મક્કમ અને મનોબળથી મજબૂત માણસ ને ભલભલી માંદગી એનું શું બગાડી શકે..?? પોતાના શરીરની સ્થિતિ હજુ 20% સુધરી છે એવું ખુદ શૈલેષભાઇ માને છે ત્યારે એને ગતરોજ પાટીદાર વિધાર્થી ભવન ખાતે યુવાસંઘ કચ્છ રિજીયનની કારોબારી મિટિંગ દરમિયાન સરપ્રાઈઝ એન્ટ્રી જોઈને સૌ કાર્યકર્તાઓ પોતાની જગ્યાઓ પર ઉભા થઈને શૈલેશભાઈના સેવાકીય જોશને તાળીઓના ગડગડાટથી વધાવ્યો હતો તેની આછેરી ઝલક..

‘જય હો’

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
પ્રવક્તા , યુવાસંઘ કચ્છ રિજીયન..

Exit mobile version