યુવાસંઘના ysk કમિશનર અને કચ્છના બન્ને રિજીયનના સલાહકાર અને સેવાભાવી સાથે ભામાશા એવા બાબુલાલ કેશરાણીએ સૌ કાર્યકરો ને પોતાની અંતરની વાત જણાવતા કહ્યું હતું કે ભારત ભરમાં રહેતા કચ્છ કડવા પાટીદાર સમાજના કોઈ પણ પરિવાર હોય જેઓ યુવાસંઘની યુવા સુરક્ષા કવચના (ysk) મેમ્બર હોય અને સંજોગોવસાટ આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ હોય તેઓ ને મારો કોન્ટેક્ટ કરાવજો હું રી-પેમેન્ટ ભરી મુકીશ તેવા પ્રેમાળ હૃદયના બાબુભાઇ એ સભા દરમિયાન વાત જણાવી..
તેવા જ બીજા ખીરસરા રોહાના અને આંબાના મોટા વેપારી અને નારાયણ ડિવિઝન આધ્યાત્મિક થીમ કન્વીનર SF ફાર્મ – ખીરસરાના ‘પ્રવીણભાઈ માવાણી’ પણ સેવાકીય કાર્યમાં સૌ પ્રથમ નામ જોડાયેલું હોય અને તેઓ પણ આર્થિક રીતે નબળાં લોકોનું ysk રી- પેમેન્ટ ભરવા આતુર છે.
‘જય હો’
✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
પ્રવક્તા , યુવાસંઘ કચ્છ રીજીયન..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…